Friday, November 13, 2009

રસ-રક્ત વાહિની કાઠીન્ય:-

****રસ-રક્ત વાહિની કાઠીન્ય:------પહેલાં બતાવી ગયેલા નિદાનો થી જ રસ-રક્ત ધાતુ પોતાના સમ્યક ગુણોગુમાવે છે.તેમાં તીક્ષ્ણતા ,ગુરુતા વધે છે .પરિણામે તેને વહન કરનારી શીરા-ધમની ને નુકશાન કરે છે. તેમન નાનાં -નાનાં સુક્ષ્મ ચાંદા પડે છે તેને પુરવા રસ-રક્ત માં થી ચરબી સ્થાન લે છે.સાથે સાથે તેને મદદ કરવા સુધા દ્રવ્યો અને ક્ષારો આવે છે.આમ કરતાં પડ જામતા જાય છે;અને રક્ત વાહિની અંદર થી સાંકડી થાય છે.તેની દીવાલ જાડી થાય છે,આ વિકૃતિ થી રક્ત વાહિની પોતાની અસલ સ્થિતિ સ્થાપકતા ગુમાવે છે.અને રક્ત સંવહન નું કાર્ય યોગ્ય પ્રમાણ માં કરી શકતી નથી.વૃદ્ધ અવસ્થા પણ આ રોગ નું કારણ છે.આ પ્રક્રિયા ૧૫ થી ૨૦ વર્ષની વય માં સરું થઇ જાય છે .છતાં આયુર્વેદ ની દૃષ્ટિ એ તો આહાર-વિહાર ના વિધાનો નું યોગ્ય પાલન નો અભાવ જ છે.આધુનિકો ની આ બાબત માં જે વિચાર ધારા છે. તેમાં તેના કારણો હાથ આવતાં નથી ,કારણ કે તેમને જઠરાગ્ની,સપ્તધાતુ , ઓજ,ધાત્વાગ્ની,ભૂતાગની સુધી ઉડું જવાની પ્રણાલી જ નથી લીધી.----આ રીતે રક્તવાહીની કડક ,સાંકડી અને સ્થિતિસ્થાપકતા વગર ની થતાં શરીર ના નાજુક અવયવો માં પુરા જથ્થા અને ગતિ થી રક્ત સંવહન થતું નથી.તેથી તે અવયવો નું યોગ્ય પોષણ પણ થતું નથી તેના પરિણામે પાચનક્રિયા ,રસ સંવહન,મૂત્રનીર્માણ,રક્ત નિર્માણ ,મનની તથા ઇન્દ્રિયોની શક્તિ માં ખામી -ઉણપ આવે છે.---રક્તવાહીની સાંકડી થતાં તેમાં રસ-રક્ત ફેરવાવામાંતે હૃદયને વધારે બળ વાપરવું પડે છે. તેથી લોહી નું દબાણ વધે છે.સાથે સાથે સ્થિતિસ્થાપકતા વગર ની આ રક્તવાહીની માં વધારે દબાણ થી આવતાં લોહી ના જથ્થા માં ઓચિન્તો વધારો થતાં તે રક્તવાહીની વિદીર્ણ થઇ જાય છે.અને અંતઃ રક્તસ્ત્રાવ થાય છે.

No comments:

Post a Comment