Friday, November 20, 2009

હ્રુદ્સાદ (કાર્ડિઆક ફેઇલ્યોર)-2

******એજ રીતે જમણી બાજુની વાત કરીએ તો અધઃ અને ઉર્ધ્વ મહા -શીરા દ્વારા હૃદયના જમણા આલિંદ માં અશુદ્ધ રક્ત આવે છે.પછી ત્રિદલ વાલ્વ દ્વારા જમણા નીલયમાં .તે સંકોચાતાં ફૂપ્ફૂશીય ધમની દ્વારા ફેફસામાં જાય છે.જયારે આ ભાગ નિર્બળ બને અને તે નિયત ગતિ અને બળથી રક્ત લેતું નથી કે બીજા ખાનાં માં મોકલતું નથી કે ફેફસામાં લઇ જતું નથી તેથી ત્રણે ક્રિયા માં વિલંબ થાય છે.અને જે તે અવયવોમાં રસ-રક્ત નો સંચય થાય તેથી તે અવયવો માં શોથ થાય છે
.*****આ શોથ યકૃત-પ્લીહા અને ફેફસા માં દેખાય છે.,લાંબા સમયે જલોદર થાય છે.ડાબી બાજુની માફક જ સયાન્તરે બંને ખાનાં પહોળા થાય છે.અને પછી તે ખાનાં ની દીવાલોજાડી થાય છે -વધે છે.

            આમ શિરાઓ માં કાર્ય વિલંબથી રક્ત નો ભરવો રહે છે,અને પરિણામે શિરાઓ થોડી પહોળી થાય છે.ગાળા ની શિરાઓ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવી ફૂલે છે.----આ અનુલોમ ગતિ થી રોગોત્પત્તી થઇ ,તેમ પ્રતિલોમગતિથી  
યકૃત-પ્લીહા કે ફૂપ્ફૂસા માં શોથ થાય કે જળ સંચય થતા તેનો કાર્યભાર વધી જાય અને તે બધાનું કાર્ય પરોક્ષ રીતે હૃદય ને જ કરવું પડે છે;અને હૃદય નિર્બળ બને છે-અક્ષમ બને છે.*******નિર્બળ હૃદય નું બળ અને ગતિ બંને ઘટતા રસ-રક્ત નો સંચય અનેપરીનામે સ્ત્રોતોરોધ કે સંગ થાય અને શોથ થાય છે.તેજ સમ્પ્રાપ્તીથી  મૂત્ર નિર્માણ નું કાર્ય અટકે છે.અથવા ન્યૂનતા આવે છે.જે સમય સર નિષ્કાસન પામતું નથી,સમ્યગ ઉત્પત્તિ ના થતા વૃક્ક પૂરું કામ ન કરી શકાતાં મૂત્ર માં પ્રોટીન જાય છે.****રચના અને ક્રિયા ની દૃષ્ટિ એ આટલું વિચાર્ય પછી આયુર્વેદની સંપ્રાપ્તિ અને નિદાન જોઈએ તો ખબર પડશે કે કેટલી સરળતાથી સૂત્રાત્મક રીતે હૃદય રોગ ના નિદાન વગેરે બતાવે છે.આખા આ હાર્ટ ફીલ્યોર માં હૃદયગત રસ-રક્ત ની વિક્રિયા ગણાય તેટલીજ હૃદય રોગ ની ગણતરી છે.બાકી અગ્નીમાંન્દ્ય -સ્રોતોરોધ-સંગ ની સંપ્રાપ્તિ જન્ય રોગો છે.તો થોડા લક્ષણો વૃદ્ધાવસ્થા નાં છે.પરોક્ષ કે અપરોક્ષ રીતે હૃદય ની દુર્બળ અવસ્થા દર્શાવતા રોગ વાત-કફ જનિત છે.પ્રથમ વાયુ પ્રકોપ પાછળથી કફ સંચય કરે છે.સંચય સમયાંતરે પ્રકોપમાં પરિણામે છે.

Wednesday, November 18, 2009

હૃદ્સાદ(કાર્ડિયક ફેઇલ્યોર)

હ્રુદ્સાદ :----આ રોગ માં -=હૃદય માં રચનાકીય કે ક્રિયાત્મક રીતે કોઈ ખાસ મોટી વિકૃતિ હોતી નથી. પણ બહારના દોષોને કોપાવનારા કારણો થી વિકૃત થયેલ રસ હૃદય માં આવે છે. અને તે સમ્યગ્ ગુણ સંપન્ન હોતો નથી અને તેને લઈને હૃદય પોતાનું કામ કરવામાં નબળું પડે છે.અને તેજ રીતે બીજા અવયવો નું કામ નબળું થતાં તેનો બોજો હૃદય પર પડે છે.અને તેથી હૃદય ની ક્ષમતા ઓછી થાય છે.પરિણામે શરીર ની જરૂરિયાત ના પ્રમાણમાં રક્તનું પરિભ્રમણ કરવામાં અસમર્થ થાય છે.--અનો મતલબ એવો નથી કે હૃદય કામ નથી કરતું અથવા કાર્ય ક્ષમતા નથી;પણ માત્ર એટલું સમજવાનું કે શરીર ને જેટલા પ્રમાણમાં અને જેટલી ગતિથી રસ-રક્ત જોઈએ તેટલા પ્રમાણમાં હૃદય રક્ત પરિભ્રમણ ન કરી શકતાં વિવિધ અવયવોને રસ-રક્ત પૂરું પડી શકાતું નથી.એટલે કે તેની શક્તિ ઘટી છે.તે પૂર્વવત કાર્ય કરી શકાતું નથી ***** હૃદય પર બોજો કેમ પડે છે?---હૃદય રોગ કરનારા નીદાનોનું -કારણોનું લાંબા સમય સુધી સેવન કરવા માં આવે કે તેનું પુનરાવર્તન થયા કરે તેથી રસ-રક્ત વૈગુન્ય આવવાથી હૃદય ગત રસ-રક્ત હૃદયની માંસ પેશીને પોષણ આપી શકતા નથી.ને બીજી બાજુ તેને માટે અવિરત કામ કરવાનું હોય છે. આ સંજોગો માં પોષણ ન્યૂનતા સામે કામ અને બોજો લાંબા સમય સુધી તે પ્રમાણે કરી શકતું નથી.અને અંતે હૃદયમાં નિર્બળતા આવે છે.------રક્તમાંની લોહ ધાતુ નું પ્રમાણ ઓછું થતાં રક્ત ની પ્રાણવાયું ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિ ઓછી થાય છે.તેથી તે ફૂપ્ફૂશ માં આવેલ પ્રાણવાયું ને જલદી ગ્રહણ કરતું નથી.પરિણામે શરીરના બીજા અવયવો ની અશુધ્ધિઓ નું નિષ્કાસન યોગ્ય સમયે -ઝડપે થતું નથી.આમ આખું રક્ત પરિભ્રમણ ચક્ર વિલંબિત બને છે.તેજ રીતે ફૂપ્ફૂશ કોઈ રોગ ગ્રસ્ત થતાં આજ રીતે ફૂપ્ફ્હુશ નું રક્ત પરિભ્રમણ વિલંબિત થતાં હૃદયને બોજો પડે છે. અને લાંબા સમય આમ ચાલતાં હૃદય દૌર્બલ્ય આવે છે.****માનસિક કારણો થી ક્ષોભ થતાં અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓનો સ્ત્રાવ વધ-ઘટ થતાં હૃદય અને રક્ત વાહીનીઓની કાર્ય ક્ષમતા ઘટેછે;અને હૃદય પર કાર્યભાર વધે છે.પરિણામે હૃદય નિર્બળ બને છે.હૃદય રોગ કારક આહાર-વિહાર થી રસ ધાતુ માં વિગુનાતા આવે છે.અને રસ ધાતુ થી હૃદય ને પુરતું-યોગ્ય પોષણ નથી મળતું .આથી હૃદય નબળું પડે છે. સામે એજ વિગુણતા વાળો રસ ધમની કાથીન્ય ઉભું કરે છે.તેથી સ્થિતિસ્થાપકતા નાશ પામતાં તેમાં રક્ત-રસ સંવહન યથા યોગ્ય થતું નથી અને તેનું પ્રતિ-બળ હૃદય પર જ પડે છે.તેજ રીતે રક્ત વાહિની ના કાથીન્ય અને સંકીર્ણતા આવવાથી તેમાં રસ-રક્ત નું પરિભ્રમણ ને પહોચી વળવા માટે હૃદય ને બળ પૂર્વક કામ કરવું પડે છે. આમ લાંબા સમય સુધી ચાલતાં હૃદય નબળું પડે છે.આ રીતે અખા હૃદયની નિર્બળતાની વાત થઇ .ઘણી વખતે આ નિર્બળતા હૃદય ના અમુક ભાગ માં આવે છે.અને જે તે ભાગ નો કાર્ય-હ્રાસ થતાં તેના કાર્યમાં વિલંબ કે ક્ષતિ થતાં તેને લગતા અવયવો માં તેના લક્ષણો દેખાય છે.
હૃદય નું કાર્ય જોઈશું તો ખબર પડે છે કે ફેફસાં માં ગયેલ રક્ત શુદ્ધ થઇ ને ફૂપ્ફૂશીય શીરા દ્વારા હૃદય ના ડાબા આલિંદમાં આવે છે. અને ત્રિદલ વાલ્વ દ્વારા આલિંદ માં થી ડાબા નિલય માં આવે છે.ત્યાં થી આવર્તા મહાધમની દ્વારા શરીર માં જાય છેઽઅ ડાબો ભાગ નબળો પડે તો બધી ક્રિયામાં વિઘ્ન આવે.ફેફસન માં થી પાછુ આવતુ રક્ત તેની નિયત જ઼ેડેપ પુરતા પ્રમાં માં પાછુ ન આવતાં ફેફસન માં રક્તનો રહેવાનો સમય વધી જતાં તથા રસ સંચય થઈ કફ વૃધ્ધિ-પ્રકોપ થાય છે;અન સ્વાસ ક્રુચ્છતા થાય,કફ ની ઉત્પત્તિ થાય અન કાસ લક્ષણ રૂપ દેખાય છે.સાથે આ બોજો લાંબા સમય સુધી પડતાં તેને અનુકુળ થવા માટે તે વધારે પ્રમાણ માં ઍક સામટા આવેલા રક્ત ને પોતાના માં સમાવવા માટે પહોળું થાય છે.(સતત વધારે રક્ત ને પોતાના ખાના માં ભરાવાથી સ્વભાવિક પણેખાનાં પહોળા થાય છે.) પછીતે રક્ત ને બહાર ફેંકવા માં ક બીજા ખાના માં લઈ જવા માટે તેને વધારે બલ થી સંકોચવમાટે ધીમે ધીમે તેની દીવાલ જાડી થાય .છે.આ અનુકુળતા માટે શરીરેપોતાની જાતે વિકૃતિ ઉભી કરી હોય છે. આ વિકૃતિ લાંબા સમયે હૃદની ક્ષમતા માટે હાની કારક બને છે. અન હૃદય પોતાની ક્ષમતા ગુમાવી દે છે. હૃદય અંદરથી પહોળા થયેલા અને કદમાં જાડી થયેલ દીવાળોથી પોતાનું સંપૂર્ણ સંકોચન કરીને બધા જ રક્ત ને બહાર કાઢી શકાતું નથી.

Friday, November 13, 2009

રસ-રક્ત વાહિની કાઠીન્ય:-

****રસ-રક્ત વાહિની કાઠીન્ય:------પહેલાં બતાવી ગયેલા નિદાનો થી જ રસ-રક્ત ધાતુ પોતાના સમ્યક ગુણોગુમાવે છે.તેમાં તીક્ષ્ણતા ,ગુરુતા વધે છે .પરિણામે તેને વહન કરનારી શીરા-ધમની ને નુકશાન કરે છે. તેમન નાનાં -નાનાં સુક્ષ્મ ચાંદા પડે છે તેને પુરવા રસ-રક્ત માં થી ચરબી સ્થાન લે છે.સાથે સાથે તેને મદદ કરવા સુધા દ્રવ્યો અને ક્ષારો આવે છે.આમ કરતાં પડ જામતા જાય છે;અને રક્ત વાહિની અંદર થી સાંકડી થાય છે.તેની દીવાલ જાડી થાય છે,આ વિકૃતિ થી રક્ત વાહિની પોતાની અસલ સ્થિતિ સ્થાપકતા ગુમાવે છે.અને રક્ત સંવહન નું કાર્ય યોગ્ય પ્રમાણ માં કરી શકતી નથી.વૃદ્ધ અવસ્થા પણ આ રોગ નું કારણ છે.આ પ્રક્રિયા ૧૫ થી ૨૦ વર્ષની વય માં સરું થઇ જાય છે .છતાં આયુર્વેદ ની દૃષ્ટિ એ તો આહાર-વિહાર ના વિધાનો નું યોગ્ય પાલન નો અભાવ જ છે.આધુનિકો ની આ બાબત માં જે વિચાર ધારા છે. તેમાં તેના કારણો હાથ આવતાં નથી ,કારણ કે તેમને જઠરાગ્ની,સપ્તધાતુ , ઓજ,ધાત્વાગ્ની,ભૂતાગની સુધી ઉડું જવાની પ્રણાલી જ નથી લીધી.----આ રીતે રક્તવાહીની કડક ,સાંકડી અને સ્થિતિસ્થાપકતા વગર ની થતાં શરીર ના નાજુક અવયવો માં પુરા જથ્થા અને ગતિ થી રક્ત સંવહન થતું નથી.તેથી તે અવયવો નું યોગ્ય પોષણ પણ થતું નથી તેના પરિણામે પાચનક્રિયા ,રસ સંવહન,મૂત્રનીર્માણ,રક્ત નિર્માણ ,મનની તથા ઇન્દ્રિયોની શક્તિ માં ખામી -ઉણપ આવે છે.---રક્તવાહીની સાંકડી થતાં તેમાં રસ-રક્ત ફેરવાવામાંતે હૃદયને વધારે બળ વાપરવું પડે છે. તેથી લોહી નું દબાણ વધે છે.સાથે સાથે સ્થિતિસ્થાપકતા વગર ની આ રક્તવાહીની માં વધારે દબાણ થી આવતાં લોહી ના જથ્થા માં ઓચિન્તો વધારો થતાં તે રક્તવાહીની વિદીર્ણ થઇ જાય છે.અને અંતઃ રક્તસ્ત્રાવ થાય છે.

Tuesday, November 10, 2009

હૃદય રોગ અને અંતઃ સ્ત્રાવી ગ્રંથી

***અંતઃ સ્રાવી ગ્રંથી:---આગળ જોયું તેમ તેર અગ્નીઓ દ્વારા લીધેલા આહારનું સમ્યગ્ પાચન થઇ શરીર પુષ્ટિ મેળવે છે. આપના શરીર ના ભૂતાગ્ની એટલે અંતઃ સ્રાવી ગ્રંથીઓ ના સ્ત્રાવ;જે સ્વભાવે આગ્નેય છે.તે સ્ત્રાવો ની વધ-ઘટ થી પણ હૃદય ઉપર બોજો પડે છે.મનુષ્ય જયારે,જ્યારે માંનસીક્ર રીતે વ્યસ્ત હોય ત્યારે મશ્તીષ્ક માં રહેલી પીચ્યુટરી ગ્રંથી માં થી સ્ત્રાવો વધી જાય છે.પરિણામે ઉપવૃક્ક ગ્રંથી ના સ્ત્રાવો વધે છે.તેના નામો એડ્રીનાલિન અને કોર્ટીકોસ્ટેરોઈડ છે.તે લોહી માં ભળે એટલે હૃદય ની માંસ પેશી પર અસર કરે છે.તે પોતાની નિયમિત ગતિ કરતા વધારે ગતિ થી ધબકે છે.અને બળપૂર્વક પંપ કરવું પડે છે. સાથે સાથે આ ગતિ ને પહોચી વળવા ઓક્ષીજન અને બીજા જીવનીય તત્વો પણ વધારે વપરાય છે.આ બોજાને પહોચી વળવા એડ્રીનાલિન નો સ્ત્રાવ પણ તેજ વખતે થાય છે. તે રક્ત વહીનીઓ નો સંકોચ કરે છે.પરિણામે લોહીનું દબાણ વધે છે.આ વખતે હૃદય નેવધુ દબાણ સાથે કામ કરવાનું હોય છે છેવટે તેનો બોજો પણ હૃદય ની પેશીઓ પર પડે છે.અંતે હૃદય નબળું પડે છે

હૃદય રોગ અને મેદવૃદ્ધિ

***મેદ-વૃદ્ધિ ----આયુર્વેદ ની દૃષ્ટિ એ ખોરાક માં થી અગ્નીઓ ની મદદ થી સાતે ધાતુ નું તર્પણ અને નિયમન થાય છે.કોઈ પણ પ્રકાર નો અગ્નિ વિકૃત થાય કે બગડે તો તે ભૂત કે ધાતુ ની વૃદ્ધિ-- હ્રાસ થાય છે અને તેના પછી ની ધાતુઓ માં પણ સમ્યક ગુનોત્પત્તી થઇ શકાતી નથી.આમ શરીર માં જઠરાગ્ની મંદ પડે છે અને માંસ તથા મેદ ધાતુ ના અગ્નિ બગડે છે ;તદુપરાંત જળ અને પૃથ્વી ભૂત ના અગ્નિ વિકૃત થાયત્યારે શરીરમાં મેદ ધાતુ વધે છે.આ સુત્રો નું જ યાંત્રિક -તાંત્રિક પ્રત્યક્ષી કરણ આધુનીકોની મેદ ધાતુ ના ચયાપચય ક્રિયામાં જોવા મળે છે .મેદ વધારે તેવા કારણો (કફ વધારે તેવા કારણો )થી દુષિત રસ ધાતુ જયારે રક્ત સાથે ભળી ને ઉપ્વૃક્ક માં આવેલા સ્ત્રાવ સાથે ભળે છે અને ત્યાં મેદ ધાતુ નું ચયાપચય ને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ વધે છે.મેદ અને કફ થી સ્ત્રોતાસો પુરાઈ ગયા હોય હોવાથી વાયું અંદર ઘેરાઈ ને રહેવાથી આમાશય સ્થિત અગ્નિ વધારે પ્રજ્વલિત દેખાય છે તેથી મેદસ્વી ને વારંવાર ખોટી ભૂખ લાગે છે.પણ આગળના સ્ત્રોતાસો માં અવરોધ હોવાથી મેદજ વધ્યા કરે છે.આ પ્રમાણે મેદસ્વી ને ભૂખ લગાવી તે સમ્યગ્ જઠરાગ્ની નું લક્ષણ નથી પણ વિકૃતિ છે.સમ્યગ્ અગ્નિ થી તો આહાર પછી તૃપ્તિ થવી જોઈએ.પણ મેદ-વૃદ્ધિ માં વારંવાર ભૂખ લાગે છે.અહીં પણ હાયાપોથેલેમસ ગ્રંથી બરાબર કામ કરતી નથી વારંવાર લીધેલો ખોરાક મેદ તો વધારે છે;તદુપરાંત કાચો રસ(આમ) પણ વધારે છે.જે હૃદય તથા બીજા અવયવો ને હાની કરે છે.જેમ મેદ વધારે તેમ તેને પોષણ આપવા માટે કેશ વાહિનીઓ પણ વધારે પ્રસરે છે.-ફેલાય છે.એક ઔંસ મેદ માં જે રક્ત વાહિની છે તેને એક્સીધી લાઈન માં ગોઠવવા માં આવે તો એક માઈલ જેટલી લંબાઈ થાય ;જેમ મેદ વધારે તેમ એટલા માઈલો સુધી રક્ત પહોચાડવા નું કામ આખરે તો હૃદય ને જ કરવાનું હોય છે.આથી તેના પર કાર્યભાર વધતો જાય છે.માંસ અને મેદ ધાતુ ના અગ્નિ મંદ અથવા વિકૃત હોવાથી તે ધાતુ વધતાં આગળની ધાતુ નું પોષણ પુરતું થતું નથી.અને ક્રમશઃ જીવન શક્તિ ઓછી થાય છે.આયુષ્ય મર્યાદા પણ ઓછી થાય છે.મેદ ધાતુ વધારે હોવાથી અપક્વ મેદ ધાતુ લોહી માં ફરે છે તેને જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈ ગ્લીસરીઝ કહે છે. આગળ જતાં તેજ કફ-વાયુ નો સહારો લઇ ને સ્ત્રોતાસો નો રોધ કે ધમની કાઠીન્ય કરે છે.---- મેદસ્વી માતા-પિતા ના સંતાનો માં તેમના રંગ સુત્રો ના બંધારણ થી મેદસ્વીતા ઉતરી આવે છે. તેથી તો આયુર્વેદના આઠ પ્રકારના નિંદનીય પુરુષ માં મેદસ્વી ને ગણેલો છે. આગળ બતાવ્યું તેમ અગ્નીઓ ની દુર્બળતા કે વિકૃતિ થી એક ધાતુ ની વૃદ્ધિ થાય છે . ગળામાં આવેલી થાઇરોઇદ ગ્રંથી પણ શરીર ના ચયાપચય ઉપર સારો એવો કાબુ ધરાવે છે.આ અંતઃ સ્રાવીગ્રંથીઓ પણ શરીર ના ભૂતાગ્નીઓ જ છે. તેના હ્રાસ-વિકૃતિ થી પણ મેદ ધાતુ વધે છે.

Sunday, November 1, 2009

નિદાન પરીવર્જન-૨

*-ગુરુ અન્નનું અતિ સેવન-----વારંવાર તથા લાંબા સમય સુધી સામાન્ય કરતાં પચવામાં વધારે સમય લે તેવો ભારે પદાર્થો ખાધા કરવાથી ,આમાશય ના રસો ;આશયને યોગ્ય આરામ ના મળવાથી ફરીથી યોગ્ય પ્રમાણ માં સ્ત્રાવ નથી થતો તો ક્યારેક ઉત્પન્ન પણ નથી થતો,પાચન ક્રિયા માં સહાય કરતાં અગ્નિ અને પિત્ત મંદ પડી જાય છે પરિણામે સામાન્ય કરતાં વધારે ભારે -દ્રવ,અભિશ્યન્દિ રસ-રક્ત નું નિર્માણ કરે છે અને તે હૃદય તથા બીજા નાજુક ભાગની સુક્ષ્મ ધમની-શીરા માં વહન થઇ શકતો નથી,અથવા તો અવારોધ ઉત્પન્ન કરે છે .આવો આમ વાળો રસ શરીર -અવયવો ને પોષણ આપવા અશક્તિ માન હોય છે.*--અધ્યશન્----પહેલા લીધેલા ખોરાક પચ્યો ના હોય તે પહેલા તેના ઉપર ફરી થી ઓછું-વત્તું કઈ ખાવું તેને અધ્યશન્ કહે છે.તેનાથીઆમાંશય યાંત્રિક રીતે તથા ક્રિયાત્મક રીતે વિક્ષિપ્ત થાય છે.વારંવાર આવતા નવા અન્ન ને પાચક રસો પહોચી વળતા નથી. પરિણામે પહેલા આવેલા ખોરાક નું કે પછી ખાધેલા ખોરાક નું સમ્યગ પાચન થતું નથી અને અજીર્ણના અનેક રોગો થઇ કાચા-આમ રસ નું નિર્માણ થાય છે. તે હૃદય તથા અન્ય અવયવો માટે વિષ સમાન છે.**વેગવિધારણ----મળ-મૂત્રાદિ તેર વેગો ને રોકવાથી ,હાજત આપનારા અને હાજત રોકનારા જ્ઞાનતંતુ એના સંદેશ ની અથડામણ સુસુમ્ના નાડીવીક્ષીપ્ત થાય છે.તેથી મુખ્ય જ્ઞાનતંત્ર વિક્ષિપ્ત થતાંઅંદર ના નાના અવયવો ને સુક્ષ્મ અને ઘનિષ્ટ સંબંધ ધરાવતો વાયુ પણ દુષિત થાય છે.વાયુ ની શક્તિ થી કામ કરવાવાળા કફ અને પિત્ત પણ બગડે છે.હૃદય રોગ નું કારણ બને છે.
**અતિલન્ઘન્ :- વિચાર્યા વગરના અતિશય ઉપવાસ કરવા અથવા તો આયુર્વેદના નિયમોના પાલન કર્યા વગર મન ફાવે તેવી રીતે લંઘન નો ક્રમ ના જાળવવાથી આખું પાચન સંસ્થાન બગડે છે.યોગ્ય પ્રમાણ માં વહેતા રહેલા રસ-રક્ત થીજ શરીર ટકે છે, હૃદય જેવા અવયવો ચોવીસ કલાક આરામ કર્યા વગર કામ કરે છે પણ જે ક્રમ-ઉપક્રમ વગર લંઘન કર્યા કરાય તો રસ-રક્ત નું સમ્યક નિર્માણ થતું નથી અને પરિણામે પોષણ અભાવથી હૃદય નબળું પડે છે,શારીરિક વાત વિકૃતિ થાય છે,શારીરિક ચેતના રસ ધાતુ માં રહેલા ક્ષારો પર આધારિત હોય છે,રસ તથા જળ ધાતુ ક્ષય થી હ્રુદય દૌર્બલ્ય અને મૃત્ય પણ થઇ શકે છે,**તીક્ષણ વિરેચન:- અત્યાધિક વિરેચન કે અતિસાર બન્નેથી મળ ધ્વારા જળ ધાતુ નો નાશ થઈને ઉપર કહેલી લંઘન જેવી સંપ્રાપ્તિ થતાં હૃદય દૌર્બલ્ય અને મૃત્યુ થાય છે.**તીક્ષણ બસ્તી:--- તીક્ષણ ઔષધિઓની બસ્તી થી પણ વધારે મળ પ્રવૃત્તિ થાય અને શરીર માંથી જળ ધાતુ નો નાશ થાય અને ઉપર કહ્યા પ્રમાણે હૃદય ને હાની કરે છે,તેજ રીતે તીક્ષણ ઔષધોથી મૂલાધાર વિક્ષિપ્ત થતાં હૃદય ને આચકો લગતા મૃત્ય કે હૃદય પર આઘાત થાય છે આ રીતે વાયુ નું કામ બગડતા પ્રાણવાયું નો પ્રકોપ હ્રુદય રોગનું કારણ બની શકે છે.**હૃદય અભીઘાત :-હૃદય ની આજુબાજુમાં કે હૃદય ઉપર કોઈપણ રીતે સીધી કે આડકતરી રીતે પ્રહાર થતાં હૃદયમાં રચનાત્મક અને ક્રિયાત્મક બાધા ઉત્તપન્ થતાં હૃદય ના કાર્યો નો નાશ(મંદ) પડે છે તેથી પણ હૃદય રોગ અને મૃત્યુ બન્ને થઇ શકે છે.**અજીર્ણ ---લાંબા સમય સુધી વિધિ વિરુદ્ધ -ક્રમ વિરુદ્ધ ભોજન લીઘા કરવાથી પાચન ક્રિયા બગડી જાય છે;અને અન્ન નું સમ્યગ્ પાચન ન થતાં આમ નિર્માણ થાય છે .આ આમ બધા રોગો કારણ છે.તે બગડેલો રસ હૃદય ને અનેક રીતે હાની કરે છે. ***-ચિંતન-ભય-ત્રાસ-----હૃદય અને મસ્તિષ્ક બન્ને વચ્ચે મનોવહ્ સ્ત્રોતસ છે. અતિશય આઘાત જનક સમાચાર સાંભળતાં ,અતિ ચિંતન-ચિંતા -ભય,દુખ ,શોક અને રાસ થી મનોવહસ્ત્રોતસ વિકૃત થતાં હૃદય-મન પર તેની અસર પડે છે.તેથી યોગ્ય સમયે તેનું નિવારણ નથાય તો હૃદય પર પડતા કાર્યભાર ને અનુકુળ થવા હૃદય ની ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે,કાંતો બીજી અંતઃ સ્ત્રાવી ગ્રંથી પર ઉપરના કારણો થી અસર થઇ હૃદય ને અસર કરે છે.**શ્રમ-----અતિશય શ્રમ થી હૃદય ને જ વધારે બોજો પડે છે. જો તે દરમ્યાન હૃદય ને જોઈતા જીવનીય તત્વો ન મળે તો હૃદય કાર્યભાર વહન ન કરતાં તે દુર્બળ થાય છે.***અવ્યાયામ-----સુખાસીનાતા -બેસી રહેવું -વ્યાયામ ન કરવો ;યોગ્ય શ્રમ-મહેનત ના અભાવે લીધેલા અન્ન નું પૂરેપૂરું દહન થતું નથી -કાંતો ધાતુઓ ના અગ્નિ દ્વારા ઘણી વા રે પચે છે.-અથવા પચતા જ નથી; આવા ના પચેલા રસ-રક્તાદી ધાતુઓ આગળ જતાં રસ-રક્ત સંવહન માં અવરોધ ઉભો કરે છે.દા.ત. કોલેસ્ટેરોલ હૃદય રોગ ના કારણો માંનું એક છે.***અમ્લ-લવણ રસ નું અતિ સેવન --અમ્લ અને લવણ રસ વધુ હોય તેવા આહાર નું વધારે સમય સુધી સેવન ચાલુ રાખતાં વિપાક માં તેવા દ્રવ્યો નું અતિ સેવન કરવાથી રસ ધાતુ નું દ્રવત્વ અને ક્લેદત્વ વધારી દે છે.તે રસ-રક્ત ની વિકૃતિ કરે છે.તેનાથી ઉત્પન્ન મૂત્ર અને સ્વેદ,ચામડી અને વૃક્કો પાસે વધારે કામ લે છે ,તે બધા અવયવો નો કાર્યભાર ને પહોચી ન વળતાં આ ન ઉત્સર્જીત થયેલા કે ન પચેલા ક્ષારો અને અમ્લો શરીર માં રહી જાય છે અને ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે.

નિદાન પરીવર્જન

નિદાન પરિવર્જન્:--આયુર્વેદ અધ્ધતિ થી રોગ કાઢવો હોય તો પહેલી સરત એ છે કે જે કારણો થી રોગ થતો હોય તેવા આહાર-વિહાર નું પરિવર્જન્ -એટલે કે તેને ત્યજવા ,છોડી દેવા.
આગળ કહીગયા તે હ્રુદ્રોગ ના કારણો ને જરા વિસ્તૃત રીતે જોઈએ -અતિ ઉષ્ણ અન્ન -પાનનું અતિ સેવન-ખુબજ ગરમાગરમ ખોરાક્કે પીણાં લેવાથી પાચક રસ ના બંધારણ માં તથા તેના સ્ત્રાવ માં આઘાતાત્મક વિક્રિયા થઇ ને પાચન ક્રિયા ને બગડી નાખે છે તેથી તેવી નબળી પરિસ્થિતિ માં પચેલા અન્ન-પણ નો રસ સમ્યગ્ ગુણ ના અભાવ વાળો બને છે અને ત લાંબા ગાળે રસ-રક્ત અને તેના સ્ત્રોતાસો ને બગાડે છે ;અને હૃદયને નુકશાન કારક સંપ્રાપ્તિ નો પાયો નંખાય છે..તળ ઉપરાંત અન્નનળી હ્રુદય ની નજીકથી પસાર થાય છે ,તથા આમાશય પણ હૃદયની નજીક નો અવયવ છે -જો તેમાં અતિ ઉષ્ણ આહાર હોય કે પસાર થાય તો તે ઉષ્ણ તા ની અસર હૃદય નીચું-સ્વાભાવિક ગતિ માં વિક્ષેપ નાખે છે.(ગરમી થી પદાર્થો નુંપ્રસરણ થાય છે.) * રુક્ષ અન્નનું અતિ સેવન --વારંવાર લાંબા સમય સુધી યોગ્ય પ્રમાણ માંસ્નેહ (ચરબી)વગર ના ખોરાક્લેવાથી ,આમાશય ની પાચક શક્તિ વિક્ષિપ્ત થાય છે.આયુર્વેદ મનુષ્ય ને મેદ-સાર કહેછે.લાંબા સમય સુધી સ્નેહ-ચરબી ના અભાવ વાળા ખોરાક પચાવી શકતું નથી.રસ-રક્ત માં યોગ્ય પ્રમાણ માં સ્નેહ નહોવાથી ,અબધાતું ને પુરતું પોષણ મળતું નથી .અને પોષનાભાવથી થતા રોગો કહેવાય છે તે થાય છે અને હૃદય ને સીધી કે આડકતરી રીતે હાની પહોચાડે છે.હૃદય ને પોતાની ગતિ સતત ચાલુ રાખવા માટે યોગ્ય છે.સ્નેહ (ચરબી)યુક્ત માંસ ધાતુ ની જરૂર છે. હૃદય એ માંસ પેશી નું બનેલું છે.તેને માંસ વહ સ્ત્રોતસવાતે પોષણ મળે છે.જો તેમાં ન્યૂનતા હોય તો તે ધાતુંક્ષીણ થાય છે.આધુનિકો પણ વિટામીન ઈ અને જરૂરી ફેટી એસીડ ના અભાવે હૃદય રોગ થાય છે તેમમાને છે જ ,આયુર્વેદ નીદ્રષ્ટિ થી રુક્ષ આહાર વાત પ્રકોપક નિદાન છે. *કશાય-તિક્ત રસનું અતિસેવન --તૂરા અન કડવા સ્વાદ વાળાંઆહાર અને પીણાં નું અતિસેવન .રસ-રક્તના સહજ સ્વભાવ વિરુધ્ધ છે. તેથીરસ-રક્ત માં પરિનાત્મકવિક્રીયા થાય છે.વાયુ પ્રકોપ પામે છે.કદાચ ઋષિઓ ને ખબર હશે ક ભવિષ્ય માં ચા- કોફી,તમાકુ,અલ્કોહોલ,કોલ્ડ ડ્રિન્ક નો પ્રચાર વધશે.ઉપરોક્ત બધાં પીણાં કશાય-તિક્ત રસ ના પ્રાધાન્ય વાળાંછે. ઉપરાંત માદક પણ છે.તે વાયુ નો પ્રકોપ કરી ને હૃદય રૉગ ના કારણો પુરાં પાડે છે. *** અસાત્મ્ય /વિરુદ્ધ આહાર -પાન નું અતિ સેવન ---આયુર્વેદમાં પોતાના વર્ષો જુના અનુભવ થી માનવ શરીર ની પાચન ક્રિયા અને તેના પરિણામો ની નોંધ છે.જે ખોરાક એકલો કે એક-બીજા ના સંયોજનમાં લીધા પછી પાચન ક્રિયા દરમ્યાન કે અંતે જો તે માનવ શરીરને ધારણ કરનાર દોષ,ધાતુ કે મળ સ્વાભાવિક ગુણ-ધર્મ કરતા વીરોધી રસયાનીક પરિણામ આપવાની હોય તેને અસાત્મ્ય -વિરુદ્ધ આહાર-વિહાર કહેલા છે.આવો ખોરાક સમયસર પચતો નથી,યોગ્ય-સમ્યગ ગુણો વાળા રસ-રક્ત નું પરિણામ થતું નથી.ધાતુ ના ઉડાન સુધી પહોચતા વાર લાગે કે દૂષ્કર રીતે ધાતું ના અગ્નિ ઓ થી પચે તેવા અણુઓની નિર્મિતિ કરે છે ;અને આખરે રસ-રક્ત ની દુસાધ્ય કે અસાધ્ય વિકૃતિ આપે છે.જે હૃદય માટે જોખમી છે.