Tuesday, March 2, 2010

હ્રુદ્રોગ- ધમની ગત સ્થાનિક વિસ્ફારણ

******ધમની ગત સ્થાનિક વિસ્ફારણ :---વાયુ પ્રકોપક કારણો ના સેવન થી ,ફીરંગ જેવા રોગો ના ઉપસર્ગ થી અને વાયુ વૃદ્ધિ ને લઇ ને રક્ત વાહીની કે શીરા ના મધ્યસ્તર માં વિકૃતિ આવવાથી વિસ્ફાર થાય છે;અને અનિયમિત રીતે ગુચાળા જેવા આકારે કાથીન્ય અને વિસ્ફાર બંને સાથે જોવા મળે છે.ફીરંગ રોગ ના સંસર્ગ થી મહા ધમની આક્રાંત થતાં રક્ત વાહિની નું મધ્ય સ્તર સ્થૂળ અને વિસ્ફારિત થાય છે.તો ક્યારેક અસ્થાયી રક્ત નું અવગંઠન થઈ ની અંતઃ શલ્યતા થાય છે.ઉપસર્ગ પૂર્વક ના આ રૉગ માં પાકક્રિયા થઈ ને આખા શરીર માં પૂયતા અન સ્થાનિક શીરા માં ધમની ની મધ્યના ધાતુ ક્ષય થતાં રક્ત વહીની ને વિકૃતિ ઉભી કરે છે.પર્શ્વિય પરિધમની ના શોથ ને લઈ રક્ત વાહીની શિથિલ થઈ જાય છે ***સંસર્ગ જાણિત રોગો માં રાજયક્ષમા ના ઉપસર્ગ થી જે તે અવયવ ની શીરા મા ક્ષતિ-ક્ષાત થતાં નુકસાન થાય છે.-ક્યારેક જન્મ-જાત પણ જોવા મળે છે.તેમન મસ્તિષ્ક ના આધાર ની ધમની -શીરા ગ્રસીત જોવા મળે છે ***આવા બે પ્રકાર છે.(૧)યથાર્થ અન (૨) ખોટો-અસ્થાયી --યથાર્થ માં વાહિકા માં મધ્ય પટલ માં કોષ તૈયાર કરે છે.અને બીજા જે મિથ્યા -ખોટો;તેમાં કોશો નો વિકાસ ઉપલા સ્તર માં થાય છે.મિથ્યા વાહિકા વિસ્ફાર માં થયેલ વિદારણ ને લઇ ને થયેલ રક્તાર્બુદ (હેમેટોમા)હોય છે.મહા ધમની ના  થતા અંતઃ  સ્તરીય વિસ્ફાર તથા તેની શાખા માં જોવા મળે છે.સામાન્ય પણે આજ વિકાર વધારે જોવા મળે છે.****અભીઘાત -આઘાત થી પણ મિથ્યા પ્રકાર નું ધમની ગત સ્થાનિક વિસ્ફારણ જોવા મળે છે. ધમની  અને શીરા જ્યાં મળે છે ત્યાં એક વિષેશ પ્રકાર નું રક્ત સંવહન થાય છે. ત્યાં ક્ષત થવાથી શીરા માં રક્ત સંવહન થવાથી શીરા નું વિસ્ફારણ થાય છે.આવી અવસ્થા માં શીરા માં ધામની ની માફક જ સ્પંદન જોવા મળે છે.****જન્મ સમયે જ નભી નળ માવ્રણ થવાથી તેમાં ધામની અને શીરા માં  સીધોજ પાર્શ્વ પથ છે તેની અંદર ધામની નું રક્ત શીરા માં અત્યાધિક પ્રમાણ માં આવવાથી શીરા વિસ્ફાર અને વક્રતા બન્નેથાય છે તો ક્યારેક અંશ ફલક માં પણ વિકૃતિ થઇ નેબાહુ-હાથમાં શીરા વિસ્ફાર થાય છે.****અહીં વિસ્ફાર ના કારણે રક્ત નો ભરવો થતાં ત્યાં નું સ્થાનિક કદ અને તાપમાન  બંને વધે છે. ---અનો કાર્ય ભાર હૃદય પર પડતા હૃદય પહોળું થાય છે;અને તેનાથી જે તે શાખા -હાથ કે પગ વધારે રક્તાભ દેખાય છે.એક્ષ-રે -સોનોગ્રાફી માં નાલવ્રણ(ફીસ્ચુલા) દેખાય છે. વિચ્છેદક ધમની વિસ્ફાર નો પર્યાય નથી મળતાકેમ કે તેમાં ધમની વિસ્ફાર થતું નથી.તેમાં મધ્ય સ્તર તથા બાહ્ય સ્તર ના ૨/૩ ભાગ થી રક્ત સ્ત્રાવ થાય છે. આ જગ્યા ના આધારભૂત થઇ ને નલિકા માં પ્રસાર થાય છે.તે મધ્ય સ્તર વિભાજીત કરી નાખે છે.તેની અંદર ગયેલું  રક્ત મધ્ય સ્તર ને  આચ્છાદિત કરે છે અને વિભાજીત  સ્થાન સુધી પહોચી જાય છે.મહા ધમની ના સ્તર માં રહેલ રક્ત ને લઇ ને ત્યાં થી નીકળતી વાહિકા ની શાખાઓ પર કાર્ય ભાર પડે છે .તેના કારણે જુદી જુદી જગા એ મધ્ય સ્તરીય અરક્તતા થઇ ને ક્ષતિ પહોચે છે.આવો વિકાર મેરુદંડ ની રક્ત વાહિની માં જોવા મળે છે ત્યાં સ્થાનિક અને ત્યાંથી નીકળતા જ્ઞાનતંતુ જ્યાં જતા હોય તેજગાએ જોવા મળે છે .ફીરંગ વગેરે સંસર્ગ જાણિત રોગો માં પણ આવીજ ઘટના બની જે તે અવયવો માં ક્ષતિ થાય છે.મહા ધામની માં મધ્ય સ્તરીય વિસ્ફાર થવું સામાન્ય છે.તે વધારે પ્રમાણ માં જોવા મળે છે. તેના કારણોમાં ફીરંગ વગેરે ના  સંસર્ગ જનીત રોગો છે.તેમાં ધમની ના પ્રત્યાસ્થા ઉતક (એલાસ્તીક ટીસ્યુ )નો નાશ થાય છે,તેના થી લઘુકોષ (સેકુલર ) તથા એથીરોમી તુર્કુરુપી (ફૂસીફોર્મ) પ્રકાર નો થાય છે. તેમાં આરોહી મહા ધમની ચાપ માં વિસ્ફારણ ની શરૂઆત થાય છે.તે મોટા ભાગે લાઘુકોશીય વિસ્ફારણ કહે છે.ક્યારેક એકરૂપી (યુનિફોર્મ) થઇ જાય છે. તેને વિકસિત વિસ્ફાર કહે છે.તેનું મુખ ચીકણી ગોળ કિનારી જેવું થઇ જાય છે.આ વિસ્ફાર આગળ વધતાં ઉરોસ્થી અપરીદિત (ઇરોડ) કરી દે છે.એનાથી વિરુદ્ધ પાછળ ની બાજુ ફેલાય છે ત્યારે કશેરુકા ને ક્ષતિ પહોચાડે છે.એના કારણે રુગ્ણને ઉગ્ર સ્વરૂપે કટિ શૂલ થાય છે.તથા શ્વાસકૃચ્છતા અને શ્વસન સંસ્થાન પર બોજો પડે છે.આજ રીતે જે તે અવયવ ને સંલગ્ન ધમની વિસ્ફાર થતાંજે તે અવયવ ને નુકશાન થાય છે.શરૂઆત માં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ)ને લઇ ને અંતઃ સ્તર રુક્ષ થાય છે.પછી ક્રમશઃ એક પછી એક પડ પર લોહી ના ગઠ્ઠા જમા થઇ ને મહા ધમની ની દીવાલ શોથ યુક્ત થઇ જાય છે અને અંત સ્તર અને મધ્ય સ્તર ક્ષય થઇ જાય છે *****વહીકા સુઘત્ય રોગ---ધમનીઓની પેશી વાળું સ્તર સાંકડું -કથાન અને રુક્ષ થાય છે તથા ક્યારેક તેજ નિદાનો થી પહોળું થાય છે ધમની ની શોથ યુક્ત અવસ્થા માં રોધક ઘનાસ્ત્રતા થઇ ને વિક્ષિપ્ત કરે છે તેથીસંવેદી તંતુ ક્શુભીત થઇ ને અંતસ્થ ધમની માં સંકુચન થાય છે.---આધુનિકો આ રોગ ને બર્ગર ડીસીઝ અને રેનોદ ડીસીઝ કહે છે. આ રોગ માં લાંબા સમય સુધી ધમની ગત અપકર્ષ જોવા મળે છે જેને કારણે અનાક્સપ્તતા (લોકલ એફિક્ષિઅ ) માંન્શીય પાતાળ કોથ (ગેન્ગરિન ) થાય છે .વાહીકા પ્રેરક પ્રણાલી ની ક્ષતિ હાથ પગ પર જલદી જોવા મળે છે.ત્યાં આંગળીઓ માં રક્તાભતા-,સ્પર્શા સહયતા અને પછી અરક્તતા પણ થાય જાય છે.