Sunday, November 1, 2009

નિદાન પરીવર્જન-૨

*-ગુરુ અન્નનું અતિ સેવન-----વારંવાર તથા લાંબા સમય સુધી સામાન્ય કરતાં પચવામાં વધારે સમય લે તેવો ભારે પદાર્થો ખાધા કરવાથી ,આમાશય ના રસો ;આશયને યોગ્ય આરામ ના મળવાથી ફરીથી યોગ્ય પ્રમાણ માં સ્ત્રાવ નથી થતો તો ક્યારેક ઉત્પન્ન પણ નથી થતો,પાચન ક્રિયા માં સહાય કરતાં અગ્નિ અને પિત્ત મંદ પડી જાય છે પરિણામે સામાન્ય કરતાં વધારે ભારે -દ્રવ,અભિશ્યન્દિ રસ-રક્ત નું નિર્માણ કરે છે અને તે હૃદય તથા બીજા નાજુક ભાગની સુક્ષ્મ ધમની-શીરા માં વહન થઇ શકતો નથી,અથવા તો અવારોધ ઉત્પન્ન કરે છે .આવો આમ વાળો રસ શરીર -અવયવો ને પોષણ આપવા અશક્તિ માન હોય છે.*--અધ્યશન્----પહેલા લીધેલા ખોરાક પચ્યો ના હોય તે પહેલા તેના ઉપર ફરી થી ઓછું-વત્તું કઈ ખાવું તેને અધ્યશન્ કહે છે.તેનાથીઆમાંશય યાંત્રિક રીતે તથા ક્રિયાત્મક રીતે વિક્ષિપ્ત થાય છે.વારંવાર આવતા નવા અન્ન ને પાચક રસો પહોચી વળતા નથી. પરિણામે પહેલા આવેલા ખોરાક નું કે પછી ખાધેલા ખોરાક નું સમ્યગ પાચન થતું નથી અને અજીર્ણના અનેક રોગો થઇ કાચા-આમ રસ નું નિર્માણ થાય છે. તે હૃદય તથા અન્ય અવયવો માટે વિષ સમાન છે.**વેગવિધારણ----મળ-મૂત્રાદિ તેર વેગો ને રોકવાથી ,હાજત આપનારા અને હાજત રોકનારા જ્ઞાનતંતુ એના સંદેશ ની અથડામણ સુસુમ્ના નાડીવીક્ષીપ્ત થાય છે.તેથી મુખ્ય જ્ઞાનતંત્ર વિક્ષિપ્ત થતાંઅંદર ના નાના અવયવો ને સુક્ષ્મ અને ઘનિષ્ટ સંબંધ ધરાવતો વાયુ પણ દુષિત થાય છે.વાયુ ની શક્તિ થી કામ કરવાવાળા કફ અને પિત્ત પણ બગડે છે.હૃદય રોગ નું કારણ બને છે.
**અતિલન્ઘન્ :- વિચાર્યા વગરના અતિશય ઉપવાસ કરવા અથવા તો આયુર્વેદના નિયમોના પાલન કર્યા વગર મન ફાવે તેવી રીતે લંઘન નો ક્રમ ના જાળવવાથી આખું પાચન સંસ્થાન બગડે છે.યોગ્ય પ્રમાણ માં વહેતા રહેલા રસ-રક્ત થીજ શરીર ટકે છે, હૃદય જેવા અવયવો ચોવીસ કલાક આરામ કર્યા વગર કામ કરે છે પણ જે ક્રમ-ઉપક્રમ વગર લંઘન કર્યા કરાય તો રસ-રક્ત નું સમ્યક નિર્માણ થતું નથી અને પરિણામે પોષણ અભાવથી હૃદય નબળું પડે છે,શારીરિક વાત વિકૃતિ થાય છે,શારીરિક ચેતના રસ ધાતુ માં રહેલા ક્ષારો પર આધારિત હોય છે,રસ તથા જળ ધાતુ ક્ષય થી હ્રુદય દૌર્બલ્ય અને મૃત્ય પણ થઇ શકે છે,**તીક્ષણ વિરેચન:- અત્યાધિક વિરેચન કે અતિસાર બન્નેથી મળ ધ્વારા જળ ધાતુ નો નાશ થઈને ઉપર કહેલી લંઘન જેવી સંપ્રાપ્તિ થતાં હૃદય દૌર્બલ્ય અને મૃત્યુ થાય છે.**તીક્ષણ બસ્તી:--- તીક્ષણ ઔષધિઓની બસ્તી થી પણ વધારે મળ પ્રવૃત્તિ થાય અને શરીર માંથી જળ ધાતુ નો નાશ થાય અને ઉપર કહ્યા પ્રમાણે હૃદય ને હાની કરે છે,તેજ રીતે તીક્ષણ ઔષધોથી મૂલાધાર વિક્ષિપ્ત થતાં હૃદય ને આચકો લગતા મૃત્ય કે હૃદય પર આઘાત થાય છે આ રીતે વાયુ નું કામ બગડતા પ્રાણવાયું નો પ્રકોપ હ્રુદય રોગનું કારણ બની શકે છે.**હૃદય અભીઘાત :-હૃદય ની આજુબાજુમાં કે હૃદય ઉપર કોઈપણ રીતે સીધી કે આડકતરી રીતે પ્રહાર થતાં હૃદયમાં રચનાત્મક અને ક્રિયાત્મક બાધા ઉત્તપન્ થતાં હૃદય ના કાર્યો નો નાશ(મંદ) પડે છે તેથી પણ હૃદય રોગ અને મૃત્યુ બન્ને થઇ શકે છે.**અજીર્ણ ---લાંબા સમય સુધી વિધિ વિરુદ્ધ -ક્રમ વિરુદ્ધ ભોજન લીઘા કરવાથી પાચન ક્રિયા બગડી જાય છે;અને અન્ન નું સમ્યગ્ પાચન ન થતાં આમ નિર્માણ થાય છે .આ આમ બધા રોગો કારણ છે.તે બગડેલો રસ હૃદય ને અનેક રીતે હાની કરે છે. ***-ચિંતન-ભય-ત્રાસ-----હૃદય અને મસ્તિષ્ક બન્ને વચ્ચે મનોવહ્ સ્ત્રોતસ છે. અતિશય આઘાત જનક સમાચાર સાંભળતાં ,અતિ ચિંતન-ચિંતા -ભય,દુખ ,શોક અને રાસ થી મનોવહસ્ત્રોતસ વિકૃત થતાં હૃદય-મન પર તેની અસર પડે છે.તેથી યોગ્ય સમયે તેનું નિવારણ નથાય તો હૃદય પર પડતા કાર્યભાર ને અનુકુળ થવા હૃદય ની ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે,કાંતો બીજી અંતઃ સ્ત્રાવી ગ્રંથી પર ઉપરના કારણો થી અસર થઇ હૃદય ને અસર કરે છે.**શ્રમ-----અતિશય શ્રમ થી હૃદય ને જ વધારે બોજો પડે છે. જો તે દરમ્યાન હૃદય ને જોઈતા જીવનીય તત્વો ન મળે તો હૃદય કાર્યભાર વહન ન કરતાં તે દુર્બળ થાય છે.***અવ્યાયામ-----સુખાસીનાતા -બેસી રહેવું -વ્યાયામ ન કરવો ;યોગ્ય શ્રમ-મહેનત ના અભાવે લીધેલા અન્ન નું પૂરેપૂરું દહન થતું નથી -કાંતો ધાતુઓ ના અગ્નિ દ્વારા ઘણી વા રે પચે છે.-અથવા પચતા જ નથી; આવા ના પચેલા રસ-રક્તાદી ધાતુઓ આગળ જતાં રસ-રક્ત સંવહન માં અવરોધ ઉભો કરે છે.દા.ત. કોલેસ્ટેરોલ હૃદય રોગ ના કારણો માંનું એક છે.***અમ્લ-લવણ રસ નું અતિ સેવન --અમ્લ અને લવણ રસ વધુ હોય તેવા આહાર નું વધારે સમય સુધી સેવન ચાલુ રાખતાં વિપાક માં તેવા દ્રવ્યો નું અતિ સેવન કરવાથી રસ ધાતુ નું દ્રવત્વ અને ક્લેદત્વ વધારી દે છે.તે રસ-રક્ત ની વિકૃતિ કરે છે.તેનાથી ઉત્પન્ન મૂત્ર અને સ્વેદ,ચામડી અને વૃક્કો પાસે વધારે કામ લે છે ,તે બધા અવયવો નો કાર્યભાર ને પહોચી ન વળતાં આ ન ઉત્સર્જીત થયેલા કે ન પચેલા ક્ષારો અને અમ્લો શરીર માં રહી જાય છે અને ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે.

1 comment:

  1. Respected uncle,
    You have done a wonderfull job.
    This will help to many people for understanding Heart Diseases.
    Give my regard to anty and gopi
    -Vd. Jagrut A. Patel & Dr. Nehaben J. Patel

    ReplyDelete