Wednesday, September 22, 2010

હૃદય રોગ અને આયુર્વેદ

  હ્રુદ્રોગ---આયુર્વેદ માં હૃદય રોગ ની સંપ્રાપ્તિ બહુ  સુંદર  અને સરળ બતાવી છે.કુપિત થયેલા દોષો થી બગડેલી રસ ધાતુ હૃદય ની રસ-રક્ત વાહિની ને દુષિત કે અવરુદ્ધ કરી ને હૃદય રોગ કરે છે.આ નાની વ્યાખ્યામાં આધુનિક રોગ વિજ્ઞાન ના બધા જ રોગો આવી જાય છે.આયુર્વેદ માં હૃદય રોગ ના પાંચ પ્રકાર વર્ણવેલા છે. તેમાં બધુજ ગાગર માં સાગર ની જેમ ચિકિત્સા લક્ષી જ્ઞાન ભરી દીધું છે.આગળ કહ્યા પ્રમાણે વિકૃત થયેલી રક્ત વાહિની માં વિકૃત થયેલું રક્ત આશ્રય કરીને  હૃદયનું સ્થાનિક રક્ત પરિભ્રમણ માં વિક્ષપ્તી ઉભી કરીને હૃદય રોગ કરે છે.આયુર્વેદ માં ના હૃદય રોગ અને આધુનિકો  ના રોગો ને સાથે જ વિચારીશું .માંસપેશી અરક્તતા :--ધમની કાઠીન્ય એ આરોગમાં પાયા નું નિદાન છે.તેમાં ધમની નું અંદર- બહાર થી સખત ,રુક્ષ,બરડ અને સંકીર્ણ થાય છે.તેથી રસ-રક્ત વાહિની માં વાયુ વગેર થી દુષીત રસ -રક્ત માં સ્કંદન કે દોષો થી આવૃત્ત બુદબુદ સ્ત્રોતોરોધ  કરે છે;અને તેને લઇ ને હૃદય ની માંસપેશી માં રક્ત પરિભ્રમણ પુરતું થતું નથી એટલે જે તે ભાગ માં અરક્તતા થઇ હોય તે ભાગ નો કાર્ય હ્રાસ થાય છે.વાતાદી ત્રણેય દોષો નો પ્રકોપ સાથે થાય છે.આ  આયુર્વેદ માં વર્ણવેલા વાતાધીક્ય - કફજ  હ્રુદ્રોગ માં તેની ગણના થઇ શકે.તેમાં ર્હુદ્શૂલ,ભ્રમ,કલમ,અરુચિ,સ્વેદાધીક્ય,અને વામબાહુ માં વેદના અને સુન્યતા ખાસ જોવા મળે છે.ઘણી વખતે વાંતિ-વમન અને ઉદર ની નાભિ માં ની શીરા-ધમની માં રક્ત પુરતા પ્રમાણ માં ન મળતા ત્યાં પણ તીવ્ર શુલ-વેદના જોવા મળે છે.આ અવસ્થા જીર્ણ થતાં એટલે કે થોડા કલાકો માં ચિકિત્સા ન મળતા આખા શરીર માં શીરા વિસ્ફાર થઇ અતિ પ્રસ્વેદ થઇ ને આખું શરીર ઠંડુ  પાડવા માંડે છે.કવચિત રુગ્ણ મૂર્છા-સન્યાસ ગ્રસ્ત થઇ જાય છે.અહીં વૈદ્યે ખુબ કુશળતા પૂર્વક કામ કરીને જેમ પાણી માં પડેલા માટી ના ટુકડાને  ઓગળતા પહેલા કાઢી લઈએ  તેમ રુગ્ણ ને મૂર્છા-સન્યાસ થી બચાવી લઇ રુદય રોગ ની ચિકિત્સા આરંભવાનું  શાસ્ત્રકાર ઉપદેશે છે. અહીં  ક્યારેક રક્ત સ્કંદન એકજ દોષ એટલેકે કફ થી થાય તો હ્રુદ ગૌરવ,અતિ અગ્નીમાંન્દ્ય -અરુચિ,પ્રસ્વેદ વગર જ શરીર માં શીતતા ,લાલાસ્ત્રાવ અને મોં માં ક્ષારીય અથવા મધુરતા લાગે છે.સ્વાસકૃચ્છતા, ઉદગાર,વમન-વાંતિ અને ઘણા ઓછા પ્રમાણ માં હ્રુદ્શૂલ થાય છે.આ રોગ માં પણ ધીમે ધીમે હ્રુદ્સાદ,હ્રુદ્દ્રવતા અને સન્યાસ  જોવા મળે છે.મોટે ભાગે હ્રુદરોગ ના હુમલા માં ત્રણેય  દોષો નો પ્રકોપ થાય છે જ છતાં આયુર્વેદ ના માટે  માત્ર પિત્ત ના વૈગુણ થી જ  રસ રક્ત વિકૃત થતાં સ્ત્રોતોરોધ થાય છે તેમાં હ્રુદ્શુલ ,હ્રૂદ્દાહ,હ્રુદ્સાદ, અતીપ્રસ્વેદ અને હ્રુદતીવ્રતા  ખાસજોવા મળે છે.આયુર્વેદ માં વિષજ અને કૃમીજ હ્રુદ રોગ નું વર્ણન  છે. વિષજ હ્રુદ્રોગ તો વિષપાન કે વિષ જેવાગુણ ધરાવતા દ્રવ્ય સેવનથી જે તે વિષ ના સ્વભાવ પ્રમાણે હૃદય ને આક્રાંત કરે  છે.અને રુગ્ણ ને મરણ તરફ લઇ જાય છે.કૃમીજ હ્રુદ રોગ ખાસ વિચારણા માગી લે તેવો રૂગ છે.હૃદય ની અન્તઃકલા શોથ તો એક પહેલા જણાવ્યા પ્રમાણે જુદો જ રોગ છે.અહીં કૃમિ નો ઉલ્લેખ કરી ને આચાર્ય અતિ અગ્નીમાંન્દ્ય ,અતિ વધારે પ્રમાણમાં વીરુધ્ધ આહાર-વિહારના સાતત્ય નો ઉલ્લેખ કરી ને તેનાથી કૃમિ ઉત્પન્ન થાય છે. અને હૃદય નો આશ્રય  લઇ હૃદય ને પચપચુ  કરી નાખે છે.અને કફજ હ્રુદ્રોગ જેવા બધા લક્ષણ વધારે પ્રમાણ માં જોવા મળે છે. આયુર્વેદ ના આધાર ભૂત ગ્રંથો માં હૃદય રોગ આ પ્રમાણે વર્ણવ્યો છે. વાતજ હૃદય રોગ:----વાયુ થી વેદના એ સિધ્ધાંત પ્રમાણે વાતજ હૃદય રોગ માં અનેક પ્રકારની વેદના થાય છે.જાણે ખેંચાતું હોય,સોયા ભોંકવા ,રવૈયા થી વલોવાતું હોય,તથા જાણે હૃદય ચીરી ને બે ભાગ થતા હોય તેવી વેદના થાય છે.તદ ઉપરાંત હૃદય વિધાતું હોય તથા તેમાં છિદ્ર પડ્યા હોય ,કુહાડા થી ચીરાતું હોય તેવી વેદના અનુભવાય છે.(૨)પીત્તાજ હૃદર ય રોગ:----પીત્તજ રોગ માં રોગી ને તરસ ખુબ લાગે છે,ગરમી લાગે છે,ને બળતરા થાય છે.રોગી નું હૃદય ચુસાતું હોય તેવી વેદના થાય છે.હૃદય સુસ્ત અને થાકેલ જેવું બને છે.હૃદયમાં થી ધુમાડા નીકળ્યા જેવો ભાસ થાય છે.મૂર્છા આવે છે.પરસેવો ખુબ થાય છે અને મોં સુકાય છે. (૩)કફજ હૃદય રોગ :----હૃદય જયારે કુપિત કફ થી આક્રાંત થાય છે ત્યારે હૃદય તથા આજુ બાજુ નો ભાગ ભારે લાગે છે.મોં માં થી કફ નીકળે છે.અન્ન ઉપર અરુચિ થાય છે.હૃદય જકડાઈ ગયું હોય તેવું લાગે છે.જઠરઅગ્નિ મંદ પડે છે.અને મોં માં મધુર અથવા  ક્ષારીય સ્વાદ રહે છે.(૪) ત્રિદોષજ હૃદય રોગ:---આ હૃદય રોગ માં ઉપર બતાવેલા બધાજ લક્ષણો જોવા મળે છે.એમાં રોગીને છાતી માં તીવ્ર પીડા થાય છે.તથા સોયા ઘોચતા હોય તેવી વેદના થાય છે.(૫)કૃમીજ હૃદય રોગ :---આ રોગ માં હૃદય માં ચળ આવે છે.ઉબકા-ઉલટી થાય છે,વારંવાર વધારે પદ્તાતો લાલાસ્ત્રાવ થાય છે.સોયા ઘોંચતા હોય તેવી પીડા થાય છેશૂળ ફૂટે છે અને બેચેની જણાય છે.આંખે અંધારા આવે છે. અન્ન પર અભાવો થાય છે.આંખો કાળી  થઇ જાય છે તથા સોજા આવે છે .