Sunday, July 11, 2010

હ્રુદ્રોગ-ધમની કાઠિન્ય

ધમની કાઠીન્ય------વાત કારક આહાર-- વિહાર ના સેવન થી અને વહીકાઓ ને જોઈતા પોષણ ના અભાવ થી ધમની માં કાઠીન્ય આવે છે તેમાં અંતઃ સ્તર અને મધ્ય સ્તર મુખ્યત્વે ક્ષતિ થાય છે તેના બે પ્રકાર છે.(૧) મહા ધામની નું કાઠીન્ય તથા તેમાં થીનીકળતી મુખ્ય ધમની ની શાખાઓ માં ક્ષતિ જવા મળે છે. તથા (૨) પરિધિ ગત ધમની કાઠીન્ય--તેમાં ચામડી અને મેદોધરા કલા ની નીચે ધમની માં કાઠીન્ય જોવા મળે છે. --તેમાં પણ અંતઃ સ્તર રુક્ષ ,કાઠીન્ય જોવા મળે છે.---તેમાં પછી અંતઃ સ્તર રુક્ષ,કથીન્ય યુક્ત ક્ષતિ વાળું થાય છે.તેમાં મેળ-વસાના ચયાપચય નાં વિકાર ના કારણે  થાય  છે ,અને તેની વિકૃતિ કારક કણો અંતઃ સ્તર પર જમાં થતાં ધમની ની અંદર ની દીવાલ તેની યોગ્ય મૃદુતા અને સ્થિતિસ્થાપકતા ગુમાવે છે.     તેના કારણો માં વય,લિંગ,રક્તચાપ,અતિ મેદસ્વીતા,વારસાગત વૈગુન્ય,વધારે પડતો અયોગ્ય આહાર-વિહાર .મદ્ય સેવન તથા આયુર્વેદ ના આરોગ્ય ને સાચવવા માટે ની દિનચર્યા- રૂતુંચર્યા નો અયોગ તથા આહાર-વિહાર માટેના નિયમો નો ભંગ કરવો.વગરે છે. માંસ ધાતુ માં થી મેદ ધાતુ માં પરિણામ થાય છે,તેના અગ્નિ- માન્દ્ય ની કાચા રહી ગયેલા અણુઓ વૈગુન્ય વાળા મેદ -વસા નું નિર્માણ કરે છે,અને તે સ્વભાવે ગુરુ હોવાથી વિકૃત થયેલી -ક્ષતિ પામેલી  ધમની ની અંતઃ કળા માં જામ વાનું શરુ થાય છે.તે પીત્તાભ રેખા રૂપે મહા ધમની માં દેખાય છે .  *****પરિઘીગત ધમની કાથીન્ય:--તેના બે પ્રકાર છે,મધ્યવર્તી કાથીન્ય --તેમાં ધમની નું મધ્ય સ્તર  માં અનેક વાત વિકાર થઇ ને વસીય વિકૃતિ તથા સુધા દ્રવ્ય ના સંચય ને કારણે કાઠિન્ય થાય છે ત્યારે અંતઃસ્તરપણ સ્થૂળ થાય છે.આ સમ્પ્રપ્તીવાય-જરા ને લગતી છે,૫૫-૬૦ પછી ની ઉંમર માં ખાસ જોવા મળે છે.  આ ઉંમરે ધમનીઓ ખાસ કરી ને વાત પ્રકોપ થી દુષિત થઇ કાઠિન્ય નું રૂપ લે છે.એનો સીધો સંબંધ મધૂમેહ સાથે છે.આવી અવસ્થા માં રક્તચાપ વધેલો દેખાય છે.આ વિકાર માં પ્રગંડ ધમની બહુ ઓછી વિકૃત થાય છે. આ માં પણ રક્ત ચાપ વધારે રહે છે.*****વિસરિત-અતિવિકસિત કાઠિન્ય---અહીં પણ વાયુના અતિપ્રકોપ થી નાની ધમનીઓ તેની પ્રશાખા અને ધમની-શીરા ના મળવાની જગાએ જે જાળા જેવી રચના થાય છે,ત્યાં વિસ્ફાર-વિકાર અને કાઠિન્ય થાય  છે.તે માં તંતુ- મયતા -ધમની કાઠિન્ય થાય છે.ધમનીના અંતઃસ્તર માં કાચાભ અપવિકાસ  થઇ ને વૃક્ક,પ્લીહા.યકૃત,મસ્તિષ્ક,અગ્ન્યાશય તથા ઉપ્વૃક્ક વગેરે માં આ ઘટના તેમના કર્યો માં ઘણી મંદતા લાવે છે.તેમની ક્ષમતા ઘટે છે.તેની કેશવાહીની માં અન્તઃકલા શોથ થાય છે.અને તેના અપવિકાસ-અપચય થાય છે.યુવા વ્યક્તિઓ માં તંતુમય હ્રુદ્પેશી શોથ તથા જીર્ણ વૃક્કાશોથ થાય છે.બાળકો માં વૃક્ક વિકાર થાય છે.વયસ્કો માં ઉપર બતાવેલા અવયવો નો કર્મસાદ-દૌર્બલ્ય થાય છે. 
***********લોપક અંતઃધમની શોથ :----અહીં હાથ પગ ની ધમની નાની ધમનીઓ માં સાંકડાપણું થાય છે.અતિ વાત પ્રકોપ ને કારણે ધમની ની અન્તઃકલા ની કોશિકાઓ નું પ્રફલન થાય છે.તેથી હાથ-પગની આંગળીઓમાં વ્રનોત્પત્તી અને કોથ થાય છે.આવી અવસ્થા ફીરંગ અને ક્ષય  માં જોવા મળે છે.તેમાં હાથ-પગની ધમની નું રક્ત સંવહન સ્વાભાવિક રહે છે. પણ તેના લીધે હાથ-પગ ના આંગળી-અંગુઠા ની ધમની આક્રાંત થાય છે.ત્યારે તેમાં પ્રધમન અનુભવી શકાય છે.અહીં પગ કરતાં હાથ ની ધમની વધારે વિક્ષિપ્ત થાય છે....આગળ બતાવ્યું એમ આનાં કારણો માં વય,વ્યવસાય,આહાર-વિહાર અને અનુવાંશિક કારણો છે.તે છતાં આયુર્વેદ ના સિદ્ધાંતો પ્રમાણે વાયુ નો પ્રબળ પ્રકોપ છે.તેના ઉપદ્રવો રક્તચાપ વૃદ્ધિ ,હૃદય વૃદ્ધિ થાય છે.વિસરિત અતિવિકસિત કાથીન્યમાં બહિર્પ્રકોષ્ટિ ધમની દોરી જેવી કડક-સખત થઇ જાય છે.હાથ,પગ,ચહેરા ની ધમનીઓ માં પણ આવી વિકૃતિ જોવા મળે છે.દ્રષ્ટિપટલ ની ધમની માં કાઠીન્ય કાઠીન્ય થતાં દ્રષ્ટિમાન્દ્ય થાય છે.મસ્તિસ્ક  માં જતી ધમની માં કાઠીન્ય થતાં ત્યાંનું રક્ત પરિભ્રમણ સમ્યક ન થવાથી મનોસાદ ,સ્મૃતિનાશ,એકાગ્રતા ની ઉણપ ,અનિદ્રા,તો ક્યારેક ભ્રમ-ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે.તેના તીવ્ર લક્ષણો માં ક્ષણિક  સંજ્ઞાનાશ વાચાઘાતઅથવા અપસ્માર જેવી ખેંચ આવે છે.તો કોઈક માં કંપવાત તો ક્યારેક માંસ પેશી  માં જડતા થતાં તેનાપર નું નિયંત્રણ જતું રહે છે.વગેરે જોવા મળે છે.ધમની-હૃદય પર પણ એવા જ લક્ષણો પેદા કરે છે.હૃદય માં અને હૃદય ને પોષણ આપનારી ધમની ગ્રસ્ત થતાં ત્યાં નું રક્ત સંવહન નબળું પડે છે.અને માંસ પેશી માં અપચય, હ્રુદ્શુલ, રક્તસ્કંદન, રક્તાવરોધ તો ક્યારેક ધમની વિદાર પણ જોવા મળે છે.વૃક્ક માં જતી ધમની માં કાઠીન્ય વગેરે દોષો થતાં તેના કાર્ય માં મંદતા આવે છે.જીર્ણ વૃક્કશોથ થાય છે. મૂત્રાશય ની ધમની માં કાઠીન્ય ને લીધે કવચિત વિદાર થતાં રક્તમૂત્રતા થાય છે.હાથ-પગની ધમની માં કાઠીન્ય થતાં સવિરામી ખંજતા  આવેછે.રોગી થોડું પણ   ચાલવા માંદુર્બળતા અનુભવે છે.પગ માં તોડ-ભેદ-વેદના જોવા મળે છે