Sunday, April 4, 2010

હ્રુદ્રોગ -શીરા વિકૃતિ

*****શીરા વિકૃતિ વિજ્ઞાન :--- ધમનીના દોષ વિકૃતિ જોઈ; તેજ રીતે  અશુદ્ધ લોહી ને હૃદય સુધી પહોંચાડનાર શીરા ની વિકૃતિ જોઈએ .બંને રક્તવાહિકા
જ છે તેના ભેદ પણ એ આધારે જ  કરાય છે કે ધમની માં રક્ત સ્કંદન,ઘનાસ્ત્રતા તથા રક્તસ્ત્રાવ  કેવી રીતે થાય છે ? જયારે શીરા માં ફક્ત શોથ જ દેખાય છે.તે બે પ્રકારના છે (૧)પાક-પૂય યુક્ત અને (૨) સાધારણ-અપૂય .વિશાણું
અને જીવાણું
ને લઇ ને થતા રોગો ના ઉપસર્ગ થી શીરા માં શોથ આવે છે. જે શીરા જીવાણું વાળી વિદ્રધી માં થી પસાર થાય છે તેમાં શોથ અને પૂય થવાની પ્રકૃતિ વધારે પ્રમાણ માં થાય છે.આમાં અંદર નું પળ શ્વેત કણો થી આક્રાંત થઇ ને ત્યાં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ ) ની ઉત્પત્તિ થાય છે. આ પ્રકાર ની  શીરાગત  વિકૃતિ ને ઘનાસ્ત્ર શીરા શોથ કહે છે.તેના ઘનાસ્ત્ર અપૂય અને મૃદુ હોય છે.તેની વિઘટના ના થી અંતઃ શલ્ય (એમ્બોલસ) બનાવે છે. તેના થી શીરાનો પ્રવાહ જ અટકી જાય છે.તેના થી વહીકા ના મુખ ને બંધ કરી દે છે.--તેના મુખ્ય ઉદાહરણ-મધ્ય કર્ણ શોથ ,મુખ પર ની શીરા ,અર્શ,આંત્રપૂચ્છ શોથ ,અને પગ ની શીરા માં શોથ માં વ્રણ વગેરે પણ થઇ ને કોથ વગેરે  રોગો થાય છે.-----બીજો  પ્રકાર -અપૂય શીરા શોથ ;જયારે કોઈ ઘનાસ્ત્રતા ને લઇ ને શીરા બંધ હોય છે.ત્યારે સાથે સાથે અપૂય શીરા શોથ ની ઉત્પત્તિ થાય છે.તેન ઉપસર્ગ (ચેપ) ના
અભાવે ઘનાસ્ત્રતા ની ઉપર કોશિકાઓ તાન્તીપ્રભ તથા ઉતકીયતંતુ (ફાઈબ્રસ******ચલ ઘનાસ્ત્રતા શીરા શોથ ---વાત પ્રકોપક કારણો ને લઇ ને શીરા  માં વારંવાર રક્ત સ્કંદન થઇ ને શીરા રોધ અને શોથ કહે છે..આ માં આખા શરીર ની શીરા જુદા જુદા વિભાગો માં વહેચાઈ ને વિક્ષિપ્ત થઇ જાય છે એમાં ફરી થી સંક્રમણ થતાં; છ થી બાર મહિના માં આવી સંપ્રાપ્તિ થી કોઈ પણ વયે આરોગ થઇ શકે છે. જ્ઞાનતંતુ ની વિકૃતિ આવે છે.*****શીરા કાથીન્ય----અથવા શીરા તંતુ મયતા----આ સામાન્ય અવસ્થા નથી.તે મોટા ભાગે મોડા ઓળખાય છે.વાયુ ના અતિ પ્રકોપ થી થનારો આ રોગ છે. ધમની કથીન્ય નીજેમ જ અહીં પણ વિકૃતિ થાય  છે.પણ તેનો સીધો સંબંધ ખાસ કરી ને નથી.કેમ કે તે શરુઆત થી જ ખબર પડી જાય છે.તે ખાસ કરી ને યુવા વય એટલે કે ૨૦ થી ૩૦ ની ઉંમર ના લોકો માં જોવા મળેછે.તેના કારણો માં ખાસ કરી ને જરૂરી વસા ની ઉણપ અથવા સુધા દ્રવ્યો નું એક જગા એ એકઠું થવું ,છે.તેના થી રક્ત ચાપ વધતો નથી ,ખાસ કરી ને પગ ની શીરો દોરડી જેવી જાડી ,બરછટ થઇ જાય આમાં જયારે અંદર ની શીરા માં આ ઘટના બને છે ત્યારે તેમાં શોથ આવે છે.સમયાંતરે તેની ધાતુ ક્ષીણતા થઇ તે શીરા માં સંકીર્ણતા થાય છે.ધામની ની માંફક્તેના પણ અંતઃ સ્તર માં કાચ જેવી રચના(હાયેલીન)થાય છે અને અંતઃ કળા સ્તર નષ્ટ થઇ જાય છે રક્ત રોધ અને કોથ થાય છે. ટીસ્યુ ) નૃપ માં સંગઠિત થાય છે ઘનાસ્ત્ર (થ્રોમ્બસ)ની ઉત્પત્તિ થી શીરા માં શોથ રૂપી પ્રતિ ક્રિયા જોવા મળે છે. *******અપ્સ્ફિત શીરા (વેરીકોઝ વેઇન)-----વાત પ્રકોપ ને લઇ ને શીરા માં અંતઃ તથા મધ્ય સ્તર માં કથીન્ય,રુક્ષતા અને વિસ્ફારિત થઇ જાય છે ;ત્યારે તેમાં કુટિલતા આવે તે મુખ્યત્વે આમાશય માં અર્શ રૂપે ,વૃષણ માં જાળાસ્વરૂપે કથીન્ય અને પગ માં જોવા મળે છે.તેના કારણો માં મુખ્યત્વે શીરા ની કપાતીકા માં જન્મજાત દુર્બળતા છે.--તેનાથી શીરાગત કેન્દ્રીય  શોથ થાય છે .જેથી કરી ને દ્વીક્પર્દી (માઈટ્રલ  વાલ્વ સ્તેનોસીસ) વાતસ્ફીતી(એમ્ફીસીમા )યકૃત કોથ-વિદ્રધી મુખ્ય છે.