Tuesday, January 26, 2010

હ્રુદ્રોગ -રક્તચાપ વૃદ્ધિ

*****રક્તચાપ--લોહી નું દબાણ :-- હૃદય નું કાર્ય અને રચના આગળ અંશતઃ કહેલ છે. આયુર્વેદ અનુસાર ,આમ,અગ્નીમાંન્દ્ય,બધા રોગોનું  કારણ છે. બીજું અગત્ય નું કારણ જરા -વયવૃદ્ધિ છે. તેને રોકવા માટે આયુર્વેદ માં વયસ્થાપન અને રસાયણ કર્મ કરનાર ઔષધો અને ચિકિત્સા ક્રમ આપેલો છે. તે જરૂર પ્રમાણે ન કરતાં ,આખા શરીર માં વાત પ્રકોપ થાય છે .આખા શરીર માં વ્યાન  વાયુ વ્યાપેલો છે.તેમાં વૃદ્ધિ-વિકૃતિ ને લઈને કાર્ય માં પણ વિકૃતિ આવે છે. રક્ત વાહિનીમાંવિકૃતિ આવે છે.આનાં નિદાનો અને હૃદય રોગ નાં  નિદાનો લગભગ મળતા આવેછે. તે છતાં --રક્ત ચાપ વૃદ્ધિ ને વિષદ રીતે જોવી જરૂરી છે.----વય ને કારણે રક્ત વાહિની કડક,સાંકડી,ગંથન યુક્ત બને છે. અને રક્તાભીશરણ સમ્યગ કરી શકાતું નથી અને તેનો બોજો હૃદય પર પડે તે રક્તચાપ વૃદ્ધિ કરે છે.----આધુનિક ચિકિત્સા વિજ્ઞાન રક્ત ચાપ ને બે ભાગ માં મુલવે છે.(૧) પ્રાથમિક (૨) દ્વિતીયક .પ્રાથમિક રક્તચાપ ને અહેતુક માને છે. તેમાં વય,ચિંતા ,વ્યગ્રતા,અને રોજીંદા આહાર-વિહાર નું સામાન્ય અથવા અસ્થાયી નિદાન-કારણો થી થાય છે.તેના કારણો આધુનિક વિજ્ઞાન ને મળતા નથી.પરંતુ આહાર-વિહાર ના ક્રમ નો ભંગ થવાથી વાત -પિત્ત નો પ્રકોપ જોવા મળે છે,બીજો પ્રકાર-દ્વિતીયક (સેકન્ડરી) ;તેમાં શારીરિક વિકૃતિ ના ઘણા  બધા નિદાનો -કારણો મળે છે .---તેમાં મહત્વનું છે મૂત્ર સંસ્થાન ની જૂની વિકૃતિ -તેમાં વૃક્ક શોથ ,ઉપ્વૃક્ક ની અંતઃ સરાવી ગ્રંથી ના સ્ત્રાવ માં વિકૃતિ ;વૃક્ક માં અર્બુદ નું હોવું -વૃક્ક માં સ્થાનિક કે કાયમી પણે ધમની કાઠીન્ય લઈને અરક્તતા  --લાંબા ગળે વૃક્ક ની કાર્ય ક્ષમતા નો નાશ થઇ ને અને વૃક્ક અવસાદ (રીનલ ફેઇલ્યોર) જોવા મળે છે.અથવા ઉપ્વૃક્ક ની ગ્રંથી એદ્રીનાલીન ની અતિ ક્રિયા રક્તચાપ  વૃદ્ધિ કરે છે. ********આ દ્વિતીય પ્રકાર માં પણ બે પ્રકાર જોવા મળે છે.---(૧)સુસાધ્ય (૨) કષ્ટસાધ્ય ---સુસાધ્ય -તે સામાન્ય નિદાન -કારણ થી  શરુ થાય છે.લાંબા સમય સુધી કોઈ બીજી વિકૃતિ  કર્યાં વગર અસ્થાયી રૂપે રહે છે. ઘણી વખતે વૃક્ક પર કાર્ય ભાર રહેતાં વૃક્કાવસાદવૃક્ક-ક્ષતિ અથવા રક્ત માં આમ નું પ્રમાણ વધી જાય છે.અતિરાક્તાચાપ માં ધમની કાઠીન્ય જન્ય ક્ષતિ જોવા મળે છે,તે પણ આહાર -વિહાર ની નિયમ ના પાલન થી સુધરી જાય તેવા અને ;બીજા માં ધમની કથીન્ય થી થતી ક્ષતિ વધારે હોય છે. તેમાં રક્તવાહિની ની મધ્ય અને અંતઃ પતલ બન્નેમાં ખુબજ નુકશાન પહોચે છે.આ બન્ને પરિવર્તન માં કાચમ અપ્વીકાર (હયેલીન ડીજનરેશન) બીજું પ્રત્યક્ષ અતીવિકાસ (ઇલાસ્ટી હાયયાપોપ્લેસિયા ) -તેના પરિવર્તન માં અતિ નાની રક્ત વાહિની માં પહેલાંજોવા મળે છે.તે સંકીર્ણ --ક્ષતિ વાળી સુક્ષ્મ રક્તવાહિની વૃક્કો ની અરક્તતા થી આક્રાંત કરી વૃક્ક માં અન્તઃસ્તરીય કોશીકાની ક્ષમતા ઓછી કરી ને કાથીન્યમાં સ્થાયી અમ્લીય રૂપાંતર કરી ને તેની વિકૃતિ સ્થૂળતા ના રૂપમાં કરે છે.
ધમની ની અન્તઃકલા માં સંપૂર્ણ સ્થૂળતા -કથીન્ય અને વિસ્ફાર થાય છે. કાચ જેવું સ્તર તૈયાર થાય  છે.આના લીધે સંપૂર્ણતઃ અવકચિકા (લુંમેઅન) પૂર્ણ અવરોધ થઇ જાય છે .વય અને વાયુ નો પ્રકોપ કરનારા કારણો થી હૃદય ની માંસ પેશી અને રક્ત વાહિકા ના માધ્યમ તથા અંતઃ સ્તર માં પ્રત્યાસ્ય ફલક તૈયાર થાય છે ,અને અનેક સ્તરો માં વિભાજીત  થાય છે.ક્યારેક સંકોચ-વિકાસ શીલ તંતુઓ માં પરિણમે છે.તેના તંતુ ની વૃદ્ધિ થતા રક્ત વાહિકા માં સંકીર્ણતા ઉત્પન્ન કરે છે. અને એનું પરિણામ રક્ત ચાપ વધારે છે. આગળ કહ્યા પ્રમાણે વાત પ્રકોપક કારણો -નિદાનો નું સેવન ચાલુ જ રહે;સામે વયસ્થાપન કે રસાયણ ક્રમ ન કરતાં  રક્ત વાહિની માં વિક્ષિપ્તતા,ધમનીઓ ન ધાતુ હ્રાસ અને રક્ત વાહિની ની કોશિકા નો અતિ વિકાસ ના રૂપ  
માં પ્રગટ થઇ ને કવચિત ધામની શોથ અને ત્યાં અરક્તતા થઇ જાય છે.અને અસાધ્ય પ્રકાર નો રક્તચાપ વૃદ્ધિ જોવા મળેછે.
તેમાં રક્ત વાહિની નો ધાતુ ક્ષય --કોશિકા નું કાઠીન્ય અને પેશી નું અપગલન થી રક્ત વાહિની વિદારણ થતા શરીર માં ગમે ત્યાં રક્ત સ્ત્રાવ થઇ  શકે છે. વૃક્ક માં આજ રક્ત વાહિની તેના પ્રાકૃત કામ માં વિઘ્ન નાખતાં વૃક્કાવસાદ કરે છે. હૃદય ને પોષણ આપવાવાળી રક્ત વાહિની પણ આ રીતે આક્રાંત થતાં હૃદય અવસાદ અને હૃદય માં અરક્તતા કરી ને હૃદય ને ઘણું જ નુકસાન કરે છે.બીજી બાજુ મસ્તિષ્ક માં પણ ઉપર બતાવેલા બધાં નિદાનો ભેગા થઇ ત્યાં ની રક્ત વાહિની ને ક્ષતિ પહોચાડે છે.

Friday, January 1, 2010

હૃદરોગ--હૃદમાંસપેશી શોથ-વિકાર

****** હૃદ માંસપેશી ના વિકાર ----આગળ વાત કરી તે રીતે જ  રસ ધાતુ ની વિકૃતિ ,તેમાં દોષો નું વૈષમ્ય અને આમરસ ની ઉત્પત્તિ,હૃદય ના વચ્ચે ના માંસ પટલ ને પુરતું-યોગ્ય પોષણ ન મળવાથી હૃદય ના માંસ પટલ ના રોગો થાય છે.------હૃદય માંસ પેશી  ક્ષય -----વૃધ્ધા અવસ્થા અને અકાળે વાર્ધક્ય લાવનાર કારણો ,વાત દુષ્ટિ કે પ્રકોપ ના કારણે થાય છે.ક્ષય અને અર્બુદ માં ધાતુ ક્ષય થાય છે ,તેના લીધે હૃદય ના માંસ પટલ નો પણ અપચય થાય છે.કોઈ તીવ્ર ઉપસર્ગ વાળા રોગ માં કે તેના લીધે સંપૂર્ણ રક્ત માં જીવાણું ને લઇ ને પાક-પૂયતા થઇ જવાથી હૃદય ની માંસ પેશી પર સંક્રમણ થઇ  ને અપચય શરુ થાય છે.-----ધાતુ ક્ષય નાં અને ઉપરોક્ત કારણો ,સંસર્ગ જનિત રોગો ની ઉગ્ર અવસ્થા માં ,પૂય અને ધાતુ વિશ વધી જવાથી મેદ-મજ્જા ધાતુ નાં અપચય્થવા લાગે છે અને માંસ પેશી ને જોઈતું પોષણ ન મળતા હૃદમાંસ પેશી માં જરૂરી વસા(ફેટી એસીડ ) નું પ્રમાણ ઘટી જાય છે.--તેજ રીતે વધારે પડતી ચરબી વાળા વ્યક્તિ કે ચરબી વાળો વધારે આહાર લેવાથી મેદ ધાતુ નો અગ્નિ મંદ થવાથી માંસ પટલ ને યોગ્ય -જરૂરી વસા નો અભાવ થાય છે,અને બહારથી શરીર માં ચરબી ખુબ હોય છે.પણ હૃદય નું માંસ પટલ નબળું પડે છે.-----આગળ ધામની કાથીન્ય જોઈ ગયા છીએ ,તેને લીધે ધામની માં સંકીર્ણતા અને હૃદમાંસ પટલ ને પોષણ ન મળતા માંસ પેશી માં તંતુમયતા ની ઉત્પત્તિ થાય છે. તો ક્યારેક આમવાત જનિત શોથ ને   પરિણામે પણ હૃદ માંસપટલ શોથ થાય છે.----ફીરંગ રોગ તથા ક્ષય માં હૃદમાંસ પેશી નો અપચય અને તેનાથી માંસ પેશી ગુલ્માંકારે અવગંથન (ગ્રેન્યુંલોમેટા) થઇ આવે છે.---આયુર્વેદ માં અર્બુદ(કેન્સર) ક્ષુદ્ર રોગો માં ગણ્યો છે ,તેના નિદાન -સંપ્રાપ્તિ આપી છે.તેમાં નું કોઈ પણ જાત નું અર્બુદ હૃદય માં થાય છે.---આમરસ ,આમ ની ઉત્પત્તિ,આમમેદ થી હૃદમાંસ પેશી માં ગ્રંથી-અપચી થાય છે******હૃદય ના અન્તઃપટલ ના શોથ ને કારણે કપાતીકાઓ માં વિકૃતિ થઇ તેની  કાર્ય ક્ષમતા ઓછી થાય છે; અને તેના કાર્ય ભાર વધતાં હૃદયની માંસપેશી નો વિસ્ફાર થાય છે.ક્યારેક આ અવસ્થા જન્મજાત પણ હોય છે.જે બલાકના આયુષ્ય નો નાશ કરે છે.---જરૂરી પોષણ આપતા મજ્જા-વસા ના અભાવે માંસ પટલ નો અપચય અને તેનાથી શોથ થાય તેના કારણે સાથે સાથે હૃદય માંસપેશી નો વિસ્ફાર થાય છે.----આમવાતજન્ય ઉગ્ર ઉપસર્ગ માં માંસપેશી માં શોથ થાય છે.તેના કારણો અન્તઃકલા શોથ જેવા જ છે.-----ધામની કાઠીન્ય ,સંકીર્ણતા અને ધમની શોથ ને કારણે માંસ પેશી માં અરક્તતા થઇ ને માંસપટલ નોઅતી અપચય થાય છે.તેનું કાર્ય;બીજી બાજુ વધ્યું જ હોય છે.તેનાથી ક્યારેક માંસપેશી નું  વિદારણ પણ થઇ શકે છે.તો ક્યારેક અભીઘાત ને કારણે પણ હૃદય માંસપેશી નું વિદારણ થઇ જાય છે.તો આ  હતા હૃદમાંસ પેશી વિકારો-રોગો. 
.