Monday, September 28, 2009

આયુર્વેદ અને અગ્નિ

શરીર માં રહેલા કે બ્રહ્માંડમાં રહેલ અગ્નિ ની વાતો આટલી પુરતી નથી. અયુર્વેદ પિત્ત ના પ્રકારો માં નો એક માન્યો છે. તેવી રીતે આયુર્વેદ ના શાસ્ત્રકારો એ તેના જુદા જુદા કામો ને અનુલક્ષી ને તેના તેર પ્રકારની પરી કલ્પના કરેલી છે.પાંચ ભુત ના અગ્નિ ,સાત ધાતુ ના અગ્નિ અને વૈશ્વાનર-જઠરાગ્ની.આ તેર અગ્નિ ની પ્રાકૃત અને વિકૃત અવસ્થા જ આપણને અનુક્રમે સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્ય આપે છે .તેનો હ્રાસ -ઓછાપણું કે વૃદ્ધિ- વિકૃત અવસ્થા બાકીના ભૂતો- દોષો નું વૈગુન્ય,હ્રાસ,વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. તેર અગ્નિ પોતે પ્રાકૃત અવસ્થામાં હોય તો તેનાપ્રાકૃત કામો કરીને આગળના મહાભૂત કે ધાતુને બળ આપનાર- પુષ્ટ કરનાર અને નિરામ બનાવે છે. જયારે તેમાં મંદતા આવે છે ત્યારે તે અગ્નિ પોતાનું કામ સંપન્ન કરતો નથી અને આગળની ધાતુ કે દોષ માં વૈગુન્ય ,કર્મહ્રાસ અને ન્યૂનતા લાવે છે,આ સિદ્ધાંતો થી જ આપણે નવા- જુના રોગો અને તેના નામો ની મુલવણીકરીશું તો આ શરીરના અને ભુત્માંત્રમાં રહેલા વૈશ્વાનર અગ્નિ નાંજ વિવિધ સ્વરૂપો જોવા મળશે .આ અગ્નિ માં મંદતા આવે એટલે જે તે અગ્નિ તેના આગળના દોષ -ધાતુ ને યોગ્ય સ્વરૂપ આપી શકતો નથી ;અને આગળના દોષ -ધાતુ માં વૈગુન્ય કે અપક્વતા કરે છે .તેને જ આયુર્વેદ આમ કહે છે.તે આમ યુક્ત દોષ, ધાતુ કે મળ પોતાના સ્વરૂપ -કર્મ થી સંપન્ન નથી હોતા તેથી શરીર માં અનેક જાતની વિકૃતિ- રોગો ને ઉત્પન્ન કરે છે. આ આમ આધુનિક ચિકિત્સા શાસ્ત્ર કે આયુર્વેદ પ્રમાણે અનેક નામ -રૂપે શરીર માં દેખાય છે.તેથી તો રોગ નો એક પર્યાય આમય છે. આ પર થી સિદ્ધ થાય છે કે શરીર ની બધ્ધી જ વિકૃતિઓ મૂળ અગ્નિ ના માંન્દ્ય ને લીધે જ થાય છે. તેમા બીજા દોષ-ધાતુ ના અનુબંધ મળવાથી અનેક જાત ના નામ-રુપો વાળા ઉપદ્રવો જોવા મળે છે.તેના ચિકિત્સા લક્ષી કે રૂપ લક્ષી નામો અપાયેલા છે. તેથી દુનિયાની કોઈ પથિ કે વિજ્ઞાન જુદાં પડતાં નથિ.કે નથી તેમના માં મોટો મતમતાંતર સંસ્કૃત ના જ્વર શબ્દ ની દુનિયાની કોઈ પણ ભાષા માં કઇ પણ કહેવા માં આવે તેના રૂપ કે પરિણામ માં શું ફરક પડવાનો?

Friday, September 25, 2009

આયુર્વેદ ની વાતો

અગ્નિ --આજે આપણે ,આપણા શરીર ના અગ્નિ વિષે વાત કરવી છે .આપનું શરીર આગળ કહી ગયા તેમ પંચભૂતો નું બનેલું છે .તેમાંના અગ્નિ મહાભૂત અને તેના કર્મ ,ગુણ ,કર્તૃત્વ અને મહત્તા વિષે જાણીએ .અગ્નિ એટલે અગ્નિ જેમાં વિશેષ અને વાત આદિ ભૂતો અનુક્રમે ઓછા વત્તા પ્રમાણ માં નિહિત છે જ . અને જ આયુર્વેદાચાર્યો એ પિત્ત કહેલ છે .જોકે શાસ્ત્ર માં અગ્નિ એ પિત્ત નો એક ભાગ છે ,અગ્નિ એક સ્વતંત્ર રૂપ છે તેવી ઘણી વિશદ્ ચર્ચા છે ,આ અગ્નિ એટલે શરીર માં જ્યાં -જયારે ઉષ્મા -ગરમી ,પાક -પચાવવું ,પકાવી ને બીજી ધાતુ માં પરિવર્તિત કરવું ,વિભાજન કરવું ,જુદા કે સરખા રૂપ માં ફેરવવું ,વસ્તુ -ધાતુ -દોષ ને સ્વરૂપ આપવું ,કે જેનાથી આપણે જે તે વસ્તુ -શારીરિક પ્રક્રિયા નું વાસ્તવિક રૂપ -દર્શન થાય છે .અગ્નિ ની તન્માત્રા રૂપ છે .તે અગ્નિ જીવમાત્ર ના અસ્તિત્વથી અંત સુધી રૂપ તન્માત્રા જેવા સુક્ષ્મ સ્વરૂપ થી મહાભૂત તરીકે રહેલ છે .આ અગ્નિ શરીર માં જ્યાં અને જયારે ઉપરની ક્રિયા થાય ત્યારે ભાગ લેતો હોય છે. તે સ્વાભાવિક અવસ્થા માં હોયતો શરીર ના બધ્ધાં કામો નિયત રૂપે સમય સર યોગ્ય રૂપે થતાં હોઈ આપણને સ્વાસ્થ્ય આપે છે ;અને તેના ગુણો માં વૈગુન્યઆવે એટલે શરીર ના એજ બધાં કામો માં અવરોધ ,અંતરાય અને પરિણામ વગર નાં થઇ જતાં હોય છે. પરિણામે આપણે અસ્વસ્થ થઈએ છીએ . શરીર ની ઉત્પત્તિ -રચના -અસ્તિત્વ અને વિશર્ગ માં અગ્નિ તત્વ નો ઘણો ફાળો છે .ચિકિત્સા લક્ષી કે શરીર વિજ્ઞાન ને જોઈએ તો વૈશ્વનાર -જઠરાગ્ની રૂપે રહે છે. તેને જ પાચક પિત્ત કહેવાય છે. હૃદયમાં સાધક, આંખમાં આલોચક,યકૃત અને રક્ત માં રંજક, આપણને રૂપ આપનાર ભ્રાજક પિત્ત ત્વચામાં રહે છે. અહી આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ ના મતમતાંતર ની વાતો બાળકો જેવી થઇ જાય છે. શરીર અને સંસાર ની દરેક ક્રિયાનું આ એક આગવું દર્શન છે તેને તેની રીતે જ વિચારવું રહ્યું જઠરાગ્ની- પાચક પિત્ત ને અનેક રીતે વર્ણવી શકાય;પણ અયુર્વેદે પાચક પિત્ત ની ક્રિયા જે રીતે વર્ણવી છે તેમાં બધું જ વર્ણવેલું છે;તેમાં કઈ જ ઓછું કેવાધારે થતું દેખાતું નથી.

Thursday, September 17, 2009

AYURVEDA....3

આમ આયુર્વેદ ની વાતો અનંત છે.તો થોડી ગર્ભિત પણ છે.તેની ઉત્પત્તિ -વિકાસ અન તેની આજ ,મોટો ઇતીહાસ કહી જાય છે આધુનિક ઇતિહાસકારો આયુર્વેદને અઢી -ત્રણ હજાર વર્ષ જૂનો કહે છે,પણ ભારતીય કાળગણના ની પધ્ધતિ થી જોઇઍ તો તે ઘણો જૂનો દેખાય છે. પુરાણ કાળમાં તો તે ઘણો જ મહત્વનો નોંધાયો છે.;તદ્ઉપરાંત વેદ-સંહિતા કાળ થી જૂનો કે સમકાલીન દેખાય છે તેથી તો આ શાસ્ત્ર ને વેદ કહ્યો છે અન તેનાઆધારભૂત ગ્રંથો ને સંહિતા કહેલ છે.આ કાળગણના અને તેના પૂરાનત્વ ના વિષય નેબાજુમાં મુકીઍતો પણ શાસ્ત્ર ભ્રહમાંડ અને આપણા શરીર -પિંડ માટે ની સાર્વજનિનતા માં લેશ માત્ર ફરક પડતો નથી .આપણે જે સમય માં ,જે વૈજ્ઞાનિક સંદર્ભો અને સમજણ સાથે જીવીઍ છીઍ તેને કદાચ આ શાસ્ત્ર જૂનુ અને નકામું લાગે ;પણ જ્યારે સંસાર આખા અનેશરીર નિઅન્દર ની માંગ વિષે વિચારી ઍ તો ઍ બધ્ધિ જ જરૂરીયાતો આપણા શાસ્ત્ર માં થી જ મળી આવે છે.શરિર -બ્રહ્માંડ બનતી રચનાત્મક કે ક્રિયાત્મક ઘટનાઓ બધી જ આશાસ્ત્ર માં ઉલ્લેખાયેલ છે. આયુર્વેદ નેપોતાનું આગવું દર્શન છે. વૈજ્ઞનિકતા છે.તે પોતે સ્વયં સિધ્ધ છે.માત્ર શબ્દો -ભાષા જુદાં પડે છે .તેથી એવું તો ના જ કહી શકાય કે તેનું પુન:આધુનિક મૂલ્યાંકન થવું જોઈએ .આપણેજે વિજ્ઞાન જાણીએ છીએ તેને તો ઘણી બધી મર્યાદાઓ છે.ઘણું ઓછું જ્ઞાન અને વધારે અજ્ઞાત ક્ષેત્ર છે.આપણે જાણીએ છીએ તેજ વિજ્ઞાનને વિજ્ઞાન કહીએ છીએ તેના નામ ,વિશેષણ ક્રિયાઓ ને જ વૈજ્ઞાનિક કહીએ છીએ ,પરંતુ સાવ એવું નથી ,આપણા આ શાસ્ત્રમાં પણ બધુજ પોતાની રીતે સામાન્ય થી વિશેષજ્ઞ સુધીનો માણસસમજે,ચિકિત્સક થી લઇ ને આધ્યાત્મિક માણસ સમજે તેવી ભાષા માં બધીજ વ્યષ્ટિ -સમષ્ટિની શારીરિક ,માનસિક ઘટનાઓ વર્ણવેલી -તે પછી ભલેને અત્યારે ઓળખાતો હૃદયરોગ ,કેન્સર ,એઇડ્સ ,કીડની ફેઈલ સોરાઈસીસ....અરે,કોઈપણ રોગ વિકૃતિ લો ,તે આર્યુંવેદની પરિભાષા માં તેના પોતાના સિદ્ધાંતો પ્રમાણે તેના કોઈક માળખામાં બંધ બેસશેજ .---તો આ મહાન મૌલિકતા નો આપણે સૌ આપણા માટે જાણીએ અને તેને કલ્પેલા સાચા સ્વાસ્થ્ય ને પામીએ ,માણીએ.આધુનિક વિજ્ઞાનનું તબીબી શાસ્ત્ર ઔષધ વાદિ છે. જયારેઆયુર્વેદ સ્વાસ્થ્ય લક્ષી છે .એટલેકે તેનું ફળ આરોગ્ય છે .

Saturday, September 12, 2009

ayurveda....2

આ રીતે આયુર્વેદ એ જીવન અને તેના બધા જ ભાગો માટે બનેલું શાસ્ત્ર છે ,તેટલા માટે તેને વેદ કહેલો છે .તે છતાં જીવન ને સાર્થક કરવા ના જે માર્ગો છે તેનું ખરું સાધન શરીર છે .તો આયુર્વેદ શરીર ને મન સહીત સ્વસ્થ રાખવાનું ખાસ શાસ્ત્ર બની જાય છે .
આ બ્રહ્માંડ પાંચ તન્માત્રા -મહાભૂત થી બનેલું છે ,તે આજે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ગયું છે .વેદોમાં કહેલી સૃષ્ટિની ઉત્પત્તિ -રચના ,ધારણા અને વિસર્ગ વૈજ્ઞાનિક મનાયો છે પંચમહાભૂતો ને શરીર ની રચના અને તેને જ સ્વસ્થ રાખવાના શાસ્ત્ર આયુર્વેદ એ ત્રણ રૂપો માં ગણ્યાં છે .ચિકિત્સા પધ્ધતિ ને અને રોગ ને ઓળખવા માટે શાસ્ત્ર પાંચ માંથી તેના ત્રણ રૂપ સ્વીકાર્યા છે .વાત ,પિત્ત ,અને કફ.વાત એટલે વાયુ અને આકાશ મહાભૂત ,પિત્ત એટલે અગ્નિ અને જળ મહાભૂત તથા કફ એટલે પૃથ્વી અને જળ મહાભૂત ના પ્રાધાન્ય છે . બાકીનાં મહાભૂત તેમાં નિહિત જ છે .
પહેલાં કહ્યું તેમ આ શાસ્ત્ર સંતુલન અને અનુંકુલનની પરિકલ્પના પ્રમાણે કામ કરે છે, ભ્રહ્માંડ-સંસાર સાથે સમતોલન અને અનુકુલન રાખી ને જ આપણે સ્વસ્થ રહી શકીએ .તેના માટે વ્યક્તિ એ ભૂતમાંત્ર એ જીવન ગોઠવતા જવાનું છે .,તેમાં બદલાતી ઋતુઓ અને દિવસો પ્રમાણે ઋતુ ચર્યા અને દિનચર્યા આચરવાનું કહેલું છે ,તથા આયુર્વેદના આપ્ત પુરુષો ના અનુભવ પ્રમાણે જે જરૂરી અને સંસારને યોગ્ય છે તે વચનો નું પાલન કરવાનો આદેશ છે .જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તર્ક બદ્ધ છે.