Friday, August 6, 2010

હ્રુદ્રોગ -ધમની ગત તીવ્ર અવરોધ

*****તીવ્ર ધમની ગત અવરોધ:---હૃદય રોગ ના નિદાનો માં તથા સંપ્રાપ્તિ માં જોઈ ગયા તેમ આમ,ક્લેદ,દુષિત દોષો ધમની ના રક્ત પરિભ્રમણ ને અટકાવે છે,અને જે તે ધમની તેનાથી આક્રાંત થાય તે ધમની ના કાર્ય નો હ્રાસકરે છે.એના લક્ષણો નો આધાર કઈ મુખ્ય ધમની માં અવરોધ થયો છે તેના પર છે.શાખાગત અવરોધ હોય તો જે તે હાથ-પગ ના કાર્ય હ્રાસ ,વેદના,સુન્યતા,ઝણઝણાટી તથા ઠંડા પડી જવું વગેરે.જોવા મળે છે.તે અવયવો  ફીકા પડી જાયછે પ્રેરક તથા જ્ઞાનવાહી તંત્રિકા ઓ માં પરિવર્તન આવી જાય છે જે તે સ્થાન ની શીરા ઓ માં કાર્ય નાશ થઇ ને અવરોધ જ્યાં થયો હોય ત્યાં થી નજીક ની ધમની માં સ્પંદન ધીમું નહીવત થાય છે.-કે જોવા મળતું નથી. અન્ય સ્થળો થી ધમની માં અવરોધ ને કારણે પ્રમસ્તિષ્ક વાહિકા રોધ તે થી મસ્તિષ્ક કાર્ય અવરોધ -કાર્યસાદ બંને થઇ શકે છે.આંતરિક અરક્તતા તથા  કોથ અને વૃક્ક અથવા પ્લીહા માં રોધગલનથાય છે.ધમનીગત અંતઃ શલ્યતા: ---આ પણ વાયુ નો જ તીવ્ર ઉપદ્રવ છે.દુષિત-પ્રકોપિત થયેલો વાયુ રસ-રક્ત વાહિનીઓ ને આક્રાંત કરી ને  જ તેના કાર્ય નો નાશ કરે છે.અહીં વાયુ પ્રકોપ ના કારણે  ધમની ના રક્ત માં વાયુ ના બુદબુદ થઇ ને રક્ત પરિભ્રમણ માં વિક્ષેપ નાખે છે.આવા સંજોગો માટે આમ્વાતિક હ્રુદ્રોગ વાળા દર્દી માં વધારે  જોવા મળે છે.અને ધમની કાઠીન્ય થી થતા ધમની રોધ ને લઇ ને અરક્તતા થી થતા  માંસ  પેશી માં રોધગલન ની અને આલિંદ અનુકંપન પણ જોવા મળે છે.હાથ -પગ ની ધમનીમાં અવરોધ ની માફક જ વાયુ જનીત અંતઃ શલ્યતા માં પણ લક્ષણો  જોવા મળે છે ******તીવ્ર ધમની ગત ઘનાસ્ત્રતા :---હૃદય એ પ્રાણ વાયુ નું સ્થાન છે આગળ કહ્યા પ્રમાણે વાયુની દુષ્ટિ ના કારણે રક્ત ધાતુ ની ચક્રિકાઓ નો જથ્થો એક જાગે ભેગો થઇ રક્ત-સ્કંદન કરી ને રક્ત પરિભ્રમણ માં અંતરાય ઉભો કરે છે. અને જે તે અવયવ માં અરક્તતા થઇ હૃદય વગેરે  અવયવો નો કાર્ય હ્રાસ અને નાશ કરે છે. વાથી રક્ત સ્કંદન થાય છે.વિકૃત ધમનીઓ માં રક્ત સ્કંદન મોટા ભાગે ન્યૂન રક્ત ચાપ અથવા હ્રુદસાદ ને લીધે થાય.ઘણી વખત ગાળા ની પાંસળીઓ ને કારણે ઉપરના ભાગ ની ધમની માં અવરોધ થઇ જાય ચી.અને મસ્તિષ્ક તથા હૃદય ના કાર્ય નો નાશ થાય છે. ક્યારેક બહુલોહિત કોશિકાઓ ને લીધે પણ ધમની માં અવરોધ થાય છે.તો ક્યારેક કોઈ પણ રોગ માં ઝાડા-ઉલટી થી માંડી ને જલોદર જેવા રોગો માં અબધાતુ નો નાશ કે એકજ જગાએ સંચય થવાથી રક્ત સ્કંદન થાય છે.