Saturday, October 24, 2009

આયુર્વેદ ની મૌલિકતા

આયુર્વેદ ની મૌલિકતા:આ રીતે આયુર્વેદ ના આચાર્યો એ હૃદય ની બધી વિકૃતિઓ પાંચ વિભાગ માં વહેચી છે.આયુર્વેદ નીમૌલીક નિદાન પધ્ધતિ ની આ એક દેન છે. આજે આધુનિક નિદાન શાસ્ત્રો માં હૃદય રોગ ના ઘણા બધા પ્રકારો છે.--તેમ ન કરતાં આચાર્યો એ પાંચ વિભાગ માં વહેચી ને કમાલ કરી છે.નિદાન અને ચિકિત્સા બંને સરળ બનાવવા સરળ યોજના કરી છે. હૃદય રોગ નું નામ સાંભળી ને આજે ચિકિત્સક પણ મોટા-મોટા નૈદાનિક નામો,તેના ઉપકરણો ની પળોજણ માં પડી હૃદય રોગી ની કાળજી રખાય છે,તેના બદલે -રોગ-રોગી નું સરળ મૂલ્યાંકન કરી ને ચિકિત્સા શરું કરી દેવાય તેજ મહત્વનું છે.હૃદય રોગ ની ગંભીરતા આયુર્વેદ જાણે છે.હૃદય પર દોષો નો હૂમલો થયા પછી બાકી નું આયુષ્ય સુરક્ષિત નથી તેથી જેટલી વહેલી ચિકિત્સા શરું થાય તેટલી ઓછી હાની હૃદય ને થાય,તેમ જાણેછે.માટે હૃદય રોગ નું નિદાન પોતાની મૌલિક રીતે થી કરી વૈદ્ય ચિકિત્સા તુરંત હાથ ધરે અને હૃદય ને વધારે નુકશાન થતું અટકે.

આયુર્વેદ માં હૃદય રોગ

ચરક અને સુશ્રુત બંને સંહિતા માં હૃદય રોગ છે .ત્યાર પછીની સંહિતાઓ પણ ટૂક માં કે સવિસ્તાર હૃદય રોગ નાં નિદાન-ચિકિત્સા છે.હૃદયરોગ-હ્ર્દ્રોગ થી વર્ણવાયેલ છે. આયુર્વેદ ની પોતાનીરોગોના નામકરણ કરવાની એક પધ્ધતિ છે,હ્રુદ્રોગ નામ પરથી જ કહી સકાય કે હૃદય એક અવયવ છે,એક અવયવ નો રચનાત્મક કે ક્રિયાત્મક સંગ થયો છે.હૃદય એક અગત્યનું મર્મ સ્થાન છે, તે પ્રાણવાયુ,સાધક પિત્ત અને અવ લામ્બક કફનું સ્થાન છે ,તદુપરાંત 'પર' ઓજનું પણ સ્થાન છે રસવહ સ્ત્રોતસો નું મૂળ છે .આથી આ અવયવ નું મહત્વ ઘણું વધી જાય છે .તેજ રીતે આ અવયવ પર દોષોનો પ્રભાવ હોય ત્યારે શારીરિક તથા માનસિક તથા આત્મિક દૈન્ય -હૃદય સૂન્યતા ,એક દેશીય શોથ ,હૃદય દ્રવત્વ અને મૃત્યુ વગેરે લક્ષણો જોવા મળે છે.આયુર્વેદમાં હૃદય કોષ ની રચના અને ક્રિયા માં સંગ થતાં જે રોગ થાય તેને હ્રુદ્રોગ કહે છે. આધુનિકો જે રસ-રક્ત સંવહન નો રોગ માને છે ;તે આયુર્વેદ ની દૃષ્ટિ એ જઠરાગ્ની માન્દ્ય,આમ,રસ-રક્ત -માંસ વહ સ્ત્રોતાસો ના રોગ હોય છે.જોકે તેના નિદાનો ઘણી વાર હૃદય રોગ ને અનુકુળ હોય છે,તોક્યારેક નથી હોતા. આયુર્વેદની દૃષ્ટિ એ હૃદય રોગ ના નિદાનો પહેલા જોઈ ગયા હવે તેના પ્રકાર અને સવીસ્તર નિદાનો વિષે વિચારીશું.
ચરક, સુશ્રુત વગેરે મહર્ષિ ઓના સમ્પ્રાપ્તીના હ્રુદ્રોગ ની શ્લોકો નું તારતમ્ય એકજ છે.--નિદાનો થી કોપેલા દોષ હૃદય માં જઈને ત્યાં રહેલા રસ ને દુષિત કરીને હૃદયમાં વિકૃતિ-પીડા કરેછે.તેને હૃદય રોગ કહે છે. આવા હૃદય રોગ ના પાંચ પ્રકાર છે--(૧)વાતજ (૨)પિત્તજ (૩)કફજ (૪)કૃમિજ (૫)ત્રિદોષજ .પુર્વરૂપ :--હૃદય નું કાર્ય મન્દપડતા રસ-રક્ત નું સંવહન યોગ્ય સમય અને યોગ્ય રીતે ના થતાં ફૂપ્ફૂસ માં આવેલો રસ -રક્ત શુદ્ધ થઈને પાછો ના જતાં ત્યાં સંચય થાય છે,તેમાંથી કફ થાય છે,કાસ-- ખાંસી હૃદય રોગ ના પૂરવારૂપે દેખાય છે.-હૃદય અને ફેફસાં નું સહયોગિક કાર્ય માં ક્ષતિ થતાં પ્રાણવાયુની ઉણપ થાય છે-ઊંઘ માં કે દર્દી આરામ કરતો હોઈ ત્યારે હૃદય પોતાનામાં આવેલ રસ-રક્તને સંકુચન દ્વારા બહાર મોકલવાનું કામ થોડું મંદ કરતુ હોય છે.આવા સંજોગો માં હૃદય તથા ફેફસા બંને માંથી રક્ત પૂરેપૂરું પાછું ના જતા દર વખતે ત્યાં થોડું થોડું રક્ત સંચયાવસ્થા માં રહે છે.તેમાંથી રસ ઝમીને કફ સંચય થાય છે.ફેફસા પર કાર્યભાર વધતાંશ્વાસ કૃચ્છતા જણાય છે.-દિવસે પણ હૃદય રોગી થોડા શ્રમ થી પણ શ્વાસ કૃચ્છતા કે ક્લમ અનુભવે છે.આગળ જોયું તેમ અખો હૃદય રોગ આયુર્વેદ સ્થાનિક રસ-રક્ત ધાતુ ની વિકૃતિ કહે છે.તેથી દોષ ઓછા-વત્તા પ્રમાણમાં આજુબાજુમાં રહેલા અવયવો ના રસ-રક્ત ની વિકૃતિ કહી હોય છે.જેમકે ફેફસમાં,આમાશય,યકૃત,વૃક્ક વગેરે વિકૃત દોષો રક્ત સંવહન માં ક્ષોભ કરી કોઈ વાર અરુચિ,ઉદગાર,આધ્માન અને હિક્કા-વમન,વાંતિ-ઉબકા દેખાય છે.હૃદયના કાર્યમાં વિઘ્ન આવતાં કે મંદતા આવતાં ખાસ જે અવયવના કાર્ય માં મંદતા કે વિકૃતિ હોય તે બાજુ રક્ત સંવહન પૂરી શક્તિ અને ઝડપ થી ના થતાં તે તે ભાગ માં સોજો-સોથ આવે છે.હૃદય શરીર ની મહત્વની ક્રિયાઓનું સ્ત્રોત છે.તેથી દુર્બળતા એ પણ મહત્વનું પુર્વારૂપ કહી શકાય.
૧) વાતજ હૃદય રોગ :- આ પ્રકારના હૃદય રોગ માં હૃદય તણાતું હોય, ખેચાતું હોય તેવું લાગે છે, સોયો ભોકાતી હોય,રવૈયાથી વલોવાતું હોય,કરવત થી ચીરાતું હોય,સસ્ત્રથી અનેક પ્રકારે કપાતું હોય તેવાં ભયંકર દર્દોથી પીડાય છે- વાયુ થી અને તેના દ્વારા થતાં વિકારોથી હૃદય રોગની ગંભીરતા બતાવવા માટે ઋષિ આવા ભીષણ સબ્દ નો ઉપયોગ કરે છે,અત્યારે હૃદય શુળ(એન્જાયના) ની વાત થાય છે પણ દર્દી કે દાકતર ની વચમાં ઈ.સી.જી ના હોય ત્યારે દર્દી પોતાના શબ્દો માં જયારે,જ્યારે વર્ણન કરે ત્યારે આવાજ કઈ શબ્દ બહાર આવે છે.હૃદય શૂળ વિશે પછી વિચારીસું,વાયુ વગર શૂળ નહિ તે નિયમ અનુસાર વાયુની પૃકૃતિ પ્રમાણે બધી પીડાઓ વાયુ થી થાય છે,
૨) પીત્જ હૃદય રોગ:- વારંવાર તરસ લાગવી, ઠંડાપીણા કે પાણી ની ઈચ્છા થવી, છાતીમાં વચે કઈ ગરમ લાગ્યા કરે કઈ બળ્યા કરે,બળતરા થાય,હૃદય ચુસતું હોય તેવી વેદના થાય,હૃદય સુસ્ત અને થાકેલા જેવું લાગે છે,હૃદય માંથી-ગળામાંથી ગરમ ધુમાડા નીકળતા હોય તેવું લાગે છે,મૂર્છા આવે છે,અને ખુબજ પરસેવો થાય છે,
વૃક્કની અતિ પ્રવૃત્તિ અથવા વિકૃતિથી અતીમુત્ર અથવા સોથ થતાં જલધાતું નાશ કે એક્દેશીય સંચય થતાં તરસ લાગે છે,આવાજ કારણોથી હૃદયમાં કે તેની આજુબાજુના અવયવો માં સોજો-સોથ આવે છે,જોકે શોથ કફ નું લક્ષણ છે પણ તે પછીની પાક ક્રિયા પિત્ત ને આધીન છે,જો ઇન્ફલેમેશન હોય તો પિત્ત ની હાજરી છે અને પિત્તના લક્ષણો દેખા પણ દે છે,(૩)કફજ હૃદયરોગ --હૃદય પર ભાર લાગે..હૃદય પર વજન મુક્યું હોય તેવું લાગવું હૃદય જાણે સ્તબ્ધ થઇ ગયું હોય તેવું લાગે. મોં માં થી લાલા -સ્ત્રાવ અથવા કફ પડે ,અન્ન પર અરુચિ થાય .હૃદય જકડાઈ જાય;મોં માં મધુર કે લવણ રસ લાગે. --હૃદય માં કફનો પ્રકોપ થતાં રસ ધાતુના સંવહન માં વિકૃતિ આવતાં રસ-રક્તનું પરિભ્રમણ મંદ થતાં,હૃદય કે ફેફસાં માં આવેલું રક્ત યોગ્ય સમયે અને યોગ્ય ઝડપે પાછું ન ફરતાં સોથ થાય છે.હૃદયના સમીપવર્તી અવયવો માં આવીજ સંપ્રાપ્તિ થી શોથ થાય તો ઉપર પ્રમાણે ન લક્ષણો જોવા મળે છે. (૪)ત્રિદોષ જ હૃદય રોગ--વાયુ,પિત્ત અને કફ એ ત્રણે દોષો એક સાથે પ્રકોપ પામતાં હૃદય માં રહેલા રસ ધાતુ વિકૃત કરેછે.અને ત્રણે દોષો ના ભેગા લક્ષણો વાળો હૃદય રોગ કહે છે.તેમાં ઉપરના જુદા જુદા હૃદય રોગ માંકાહેલી બધી પીડા એક સાથે જોવા મળે છે.આ પ્રમાણે હૃદય રોગી ની ચેતના પકડે છે.તેમાં મૂર્છા તથા સંન્યાસ પણ આવે છે.---કફ અને પિત્ત બન્ને પંગુ કહેલા છે.વાયુ થીપ્રેરાઈ ને વિકાર ઉત્પન્ન કરે છે.વિકૃત વાયુ સાથે જયારે,જ્યારે અસમાન અવસ્થામાં હોય ત્યારે અફ અને પિત્ત પણ સમ પ્રમાણમાં રહી શકતો નથી અને પ્રકોપ થાય છે.તેથી શોથ,પાક,ક્ષત્ ,સ્ત્રોતોરોધ ,સંગ વગેરે અનેક વિકૃતિઓ એક સમાંતીથાઈ ને રોગ ઉત્પન્ન થયેલ હોય છે.(૫)કૃમિજ હૃદય રોગ--ત્રણે દોષો વાળો હૃદય રોગ થયો હોય અને માનસ અપથ્ય કે વિરુદ્ધ આહાર-વિહાર તેમજ દૂધ,તલ,ગોળ જેવા પચવામાં ભારે ખોરાક નું સેવન ચાલુ રાખે તો હૃદયમાં ઉત્પન્ન થયેલ પચપચતા રસ ને લીધે કૃમિ ઉત્પન્ન થાય છે.તે હૃદય ને કોરી ખાય છે.તેમાં વમન,હિક્કા,ઉદગાર જેવા લક્ષણો દેખાય છે. વારંવાર થૂક -લાલાસ્ત્રાવ થાય છે.શૂળ-સોંય ભોકાતી હોય તેવી પીડા થાય છે.અરુચિ થાય છે.આંખે અંધારા આવે છે,આંખ મલીન દેખાય છે,આંખ નીચે શ્યામ કુંડાળા થયેલા હોય છે.

Saturday, October 17, 2009

હૃદય રોગ નાં નિદાનો

હૃદય રોગ ના નિદાનો મહત્વ નાં છે.શાસ્ત્રો માં કહેલી જીવનશૈલી ની તદ્દન અવહેલના કરવાથી ,શાસ્ત્રમાં જે આહાર-વિહાર માટે ઋતુ,દિન અને સમય પ્રમાણે યોજના કરવામાં આવી છે.તેનાથી વિરુદ્ધ આચરણ કરવાથી અથવા લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી,શાસ્ત્રમાં વિરુદ્ધ કહેલું હોય પણ લાંબા સમય સુધી સેવન કરવાથી માફક આવી ગયેલું લાગે પણ તે શરીર માટે ક્યારેય યોગ્ય હોતું નથી.તેવા આહાર -વિહાર નો ઉપયોગ કરવાથી.બહુ ઉષ્ણ-ગરમ ;એટલે ખુબ મસાલા -તેજાના વાળા તથા સ્પર્શમાં પણ ગરમ .ઘણા ભારે એટલે ઘણા લાંબા સમયે પચે તેવા, જે બનાવવામાં વધારે ચરબી -વસા નો ઉપયોગ થતો હોય ,જે અપથ્ય અને અખાદ્ય તેલો માંથી બનતું હોય,અતિશય ક્ષારો ,લવણ રસ યુક્ત,ખોરાક ને પચપચતો બનાવી તેવા પદાર્થો થી બનેલો,બહુ કડવા ,તૂરા અને તીખા પદાર્થો થી બનેલા નું વધારે અને લાંબા સમય સુધી સેવન કરવાથી.બહુ થાક-શ્રમ પડે તેવું કામ કરવાથી કે તેવો વ્યવસાય કરવાથી ;ટુંકમાં સતત એવું ના કરતુ રહેવું -શ્રમ-કામ અને વિશ્રામ નો ક્રમ ઉલન્ઘવાથી ,વધારે પડતી ચિંતા -ફિકર કરવાથી.મળ-મુત્ર નો વેગ રોકવાથી ,વારંવાર તેવું કરવાથી.હૃદય પર કે શરીર પર બીજે ક્યાય લાકડી વગેરે થી પ્રહાર થવાથી હૃદય રોગ થાય છે.ટૂંક માં આયુર્વેદ પણ હૃદય રોગને જીવન શૈલી આધારિત અને વધતી ઉંમર થી થતા અપચય જનિત રોગ ગણે છે.હૃદય રોગ ના કારણો -નિદાનો માટે ચિકિત્સક ને પણ આચાર્યો ચેતવે છે.કોઈ પણ રોગ ની ચિકિત્સા- ક્રમ વિરુદ્ધ કરવાથી,પંચ કર્મ માં પણ ક્રમ નો અનુચિત પ્રયોગ કરવાથી,જે તે રોગ નો જે ચિકિત્સા ક્રમ કહેલો હોય તેનાથી વિરુદ્ધ કરવાથી,રોગને મટાડવા લંઘન,પાચન વગેરે ના ક્રમ ન જાળવવાથી ,ચિકિત્સામાં ઉતાવળ કરવાથી.અહી અયુર્વેદ અને આધુનિક ચિકિત્સક બંને સરખા જ જવાબદાર ગણ્યા છે.કારણ કે બંને મોહ-યશ કે લોભ નેવશ થઇ સરખી જ ભૂલો પોતપોતાના શાસ્ત્ર અનુસાર ન કરવાની ભૂલ કરતાજ હોય છે.વૈદ્ય કે ચિકિત્સક પોતે જ હૃદય રોગ નો દાતા થઇ શકે છે.

Sunday, October 11, 2009

આમ,અગ્નિ અને હૃદયરોગ

અહીં ઉલ્લેખાયેલ અગ્નિ ની સમજ વિશાળ છે. તેનાં કામો -લક્ષણો પરથી અનુમાનિત કરવાનો છે. તે કાંતો ધાતુ માં રહેલા;આગળની ધાતુઓ ના અણું ઓ કેજેમાં આગળની ધાતુમાં પરિવર્તીત કરવાની શક્તિ છે. તેઅગ્નિ છે. શરીર માં કામ કરતી આંતસ્ત્રાવી ગ્રંથીઓ ના સ્ત્રાવ કેજે સિધ્ધા કે આડકતરી રીતે ધાતુ ગ્રહણ કરે છે. ધારણ કરે છે,અને આગળ ની ધાતુમાં પરિવર્તીત કરે છે,તે પણ અગ્નિ છે. યકૃત ,પ્લીહા ,વૃક્ક વગેરે માં જ્યાં જ્યાં ધાતુ નું પાચન,વિભાજન કરનાર તત્વો છે.તે બધ્ધાં જ અગ્નિ નાં સ્વરૂપો છે. આ અગ્નિ પાચક અગ્નિ ના વિભિન્ન સ્વરૂપો છેતેમ ચિકિત્સા માં મૌલીકતા લાવવા આયુર્વેદ ના આચાર્યો કહે છે.તેને પણ વધારે ચિકિત્સા લક્ષી બનાવવા પિત્તજ કહી ને આયુર્વેદ ના ચિકિત્સા જગત નેઅદભૂત મૌલીકતા આપી છે.માત્ર શબ્દો કે તેની સમજણ ના અભાવે આયુર્વેદ માં આ છે ;આ નથી તેવું કહેવાનો કોઈ અર્થ જ નથી આટલી ભૂમિકા પછી આયુર્વેદ માં ના હૃદયરોગ તરફ લઇ જવાનો છું. આજે હૃદયરોગ નું નામ પૃથ્વીના મારક રોગોમાં અગ્રગણ્ય તરીકે લેવાય છે. પૃથ્વી પર થતા મરણ ના ખાસ એવા ટકા હૃદયરોગના ભાગે જાય છે. ત્યારે સહજ રીતે પ્રશ્ન થઇ જાય છે કે આયુર્વેદમાં આના માટે કઈ છે? કઈ હતું કે આ બધું નવું જ છે? જ્યારે આ જગત ને હૃદય કે તેના જેવા અવયવ હોવા નો ખ્યાલ ન્હોતો ત્યાર થી આયુર્વેદ માં અને એનાથી જુના સાહિત્યમાં હૃદય શબ્દ છે. આયુર્વેદમાં તેનું સાંગોપાંગ વર્ણન છે. ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ,તે કેવી રીતે કામ કરે છે .શરીરમાં ક્યાં,કેવી રીતે રહેલું છે.તેનું મહત્વ શું છે? તે બધું વર્ણન છે. કાયદા કે શાસ્ત્ર ના અજ્ઞાન એ વ્યક્તિ નો વાંક છે.કાયદા કે શાસ્ત્ર નો નહીં .એ બધા દોષારોપણ માં પડ્યા વગર સીધાજ હૃદય રોગ ની વાતો પર આવીએ.અહીં હૃદય રોગના અને તેના અંતર્ગત થતા રોગોના કારણ -નિદાન -ચિકિત્સા ઘણાં પહેલાથી આપેલા છે. (આધુનિક ચિકિત્સા શાસ્ત્ર ના જન્મ પહેલાં ).તેની વાત આગળ કરતા પહેલાં, આયુર્વેદમાં રોગોની ઉત્પત્તિ નો ક્રમ બહુ અગત્ય નો છે.હૃદયરોગ પહેલા ગુલ્મ રોગ આવે છે.હૃદયરોગના નિદાન માં શાસ્ત્ર કાર લખે છે કે ગુલ્મ ની પધ્ધતિસર ચિકિત્સા ના કરવાથી,તેની યોગ્ય ચિકિત્સા ના કરવાથી,ચિકિત્સા ક્રમ ની અવહેલના કરવાથી અને ગુલ્મના નિદાનો નું સેવન ચાલુ રાખવાથી હૃદય રોગ થાય છે.આ ગુલ્મ રોગ કહેવતો આધ્માન-ગોળો કે વાયુ નથી,તે પણ ઘણું સંશોધન અને અનુસંધાન માંગે છે. ગુલ્મ નું હૃદય રોગમાં ખુબ મહત્વ છે.તે તો આમ દોષ, ધાતુ, અને મલ નું વાતાધીક્ય વાળું જાળું છે.તે અધુનીકો ના નિદાન શાસ્ત્ર કે તેના રોગ પરીક્ષણ ના સાધનો થી પકડતો નથી.