Monday, September 28, 2009

આયુર્વેદ અને અગ્નિ

શરીર માં રહેલા કે બ્રહ્માંડમાં રહેલ અગ્નિ ની વાતો આટલી પુરતી નથી. અયુર્વેદ પિત્ત ના પ્રકારો માં નો એક માન્યો છે. તેવી રીતે આયુર્વેદ ના શાસ્ત્રકારો એ તેના જુદા જુદા કામો ને અનુલક્ષી ને તેના તેર પ્રકારની પરી કલ્પના કરેલી છે.પાંચ ભુત ના અગ્નિ ,સાત ધાતુ ના અગ્નિ અને વૈશ્વાનર-જઠરાગ્ની.આ તેર અગ્નિ ની પ્રાકૃત અને વિકૃત અવસ્થા જ આપણને અનુક્રમે સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્ય આપે છે .તેનો હ્રાસ -ઓછાપણું કે વૃદ્ધિ- વિકૃત અવસ્થા બાકીના ભૂતો- દોષો નું વૈગુન્ય,હ્રાસ,વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. તેર અગ્નિ પોતે પ્રાકૃત અવસ્થામાં હોય તો તેનાપ્રાકૃત કામો કરીને આગળના મહાભૂત કે ધાતુને બળ આપનાર- પુષ્ટ કરનાર અને નિરામ બનાવે છે. જયારે તેમાં મંદતા આવે છે ત્યારે તે અગ્નિ પોતાનું કામ સંપન્ન કરતો નથી અને આગળની ધાતુ કે દોષ માં વૈગુન્ય ,કર્મહ્રાસ અને ન્યૂનતા લાવે છે,આ સિદ્ધાંતો થી જ આપણે નવા- જુના રોગો અને તેના નામો ની મુલવણીકરીશું તો આ શરીરના અને ભુત્માંત્રમાં રહેલા વૈશ્વાનર અગ્નિ નાંજ વિવિધ સ્વરૂપો જોવા મળશે .આ અગ્નિ માં મંદતા આવે એટલે જે તે અગ્નિ તેના આગળના દોષ -ધાતુ ને યોગ્ય સ્વરૂપ આપી શકતો નથી ;અને આગળના દોષ -ધાતુ માં વૈગુન્ય કે અપક્વતા કરે છે .તેને જ આયુર્વેદ આમ કહે છે.તે આમ યુક્ત દોષ, ધાતુ કે મળ પોતાના સ્વરૂપ -કર્મ થી સંપન્ન નથી હોતા તેથી શરીર માં અનેક જાતની વિકૃતિ- રોગો ને ઉત્પન્ન કરે છે. આ આમ આધુનિક ચિકિત્સા શાસ્ત્ર કે આયુર્વેદ પ્રમાણે અનેક નામ -રૂપે શરીર માં દેખાય છે.તેથી તો રોગ નો એક પર્યાય આમય છે. આ પર થી સિદ્ધ થાય છે કે શરીર ની બધ્ધી જ વિકૃતિઓ મૂળ અગ્નિ ના માંન્દ્ય ને લીધે જ થાય છે. તેમા બીજા દોષ-ધાતુ ના અનુબંધ મળવાથી અનેક જાત ના નામ-રુપો વાળા ઉપદ્રવો જોવા મળે છે.તેના ચિકિત્સા લક્ષી કે રૂપ લક્ષી નામો અપાયેલા છે. તેથી દુનિયાની કોઈ પથિ કે વિજ્ઞાન જુદાં પડતાં નથિ.કે નથી તેમના માં મોટો મતમતાંતર સંસ્કૃત ના જ્વર શબ્દ ની દુનિયાની કોઈ પણ ભાષા માં કઇ પણ કહેવા માં આવે તેના રૂપ કે પરિણામ માં શું ફરક પડવાનો?

No comments:

Post a Comment