Friday, September 25, 2009

આયુર્વેદ ની વાતો

અગ્નિ --આજે આપણે ,આપણા શરીર ના અગ્નિ વિષે વાત કરવી છે .આપનું શરીર આગળ કહી ગયા તેમ પંચભૂતો નું બનેલું છે .તેમાંના અગ્નિ મહાભૂત અને તેના કર્મ ,ગુણ ,કર્તૃત્વ અને મહત્તા વિષે જાણીએ .અગ્નિ એટલે અગ્નિ જેમાં વિશેષ અને વાત આદિ ભૂતો અનુક્રમે ઓછા વત્તા પ્રમાણ માં નિહિત છે જ . અને જ આયુર્વેદાચાર્યો એ પિત્ત કહેલ છે .જોકે શાસ્ત્ર માં અગ્નિ એ પિત્ત નો એક ભાગ છે ,અગ્નિ એક સ્વતંત્ર રૂપ છે તેવી ઘણી વિશદ્ ચર્ચા છે ,આ અગ્નિ એટલે શરીર માં જ્યાં -જયારે ઉષ્મા -ગરમી ,પાક -પચાવવું ,પકાવી ને બીજી ધાતુ માં પરિવર્તિત કરવું ,વિભાજન કરવું ,જુદા કે સરખા રૂપ માં ફેરવવું ,વસ્તુ -ધાતુ -દોષ ને સ્વરૂપ આપવું ,કે જેનાથી આપણે જે તે વસ્તુ -શારીરિક પ્રક્રિયા નું વાસ્તવિક રૂપ -દર્શન થાય છે .અગ્નિ ની તન્માત્રા રૂપ છે .તે અગ્નિ જીવમાત્ર ના અસ્તિત્વથી અંત સુધી રૂપ તન્માત્રા જેવા સુક્ષ્મ સ્વરૂપ થી મહાભૂત તરીકે રહેલ છે .આ અગ્નિ શરીર માં જ્યાં અને જયારે ઉપરની ક્રિયા થાય ત્યારે ભાગ લેતો હોય છે. તે સ્વાભાવિક અવસ્થા માં હોયતો શરીર ના બધ્ધાં કામો નિયત રૂપે સમય સર યોગ્ય રૂપે થતાં હોઈ આપણને સ્વાસ્થ્ય આપે છે ;અને તેના ગુણો માં વૈગુન્યઆવે એટલે શરીર ના એજ બધાં કામો માં અવરોધ ,અંતરાય અને પરિણામ વગર નાં થઇ જતાં હોય છે. પરિણામે આપણે અસ્વસ્થ થઈએ છીએ . શરીર ની ઉત્પત્તિ -રચના -અસ્તિત્વ અને વિશર્ગ માં અગ્નિ તત્વ નો ઘણો ફાળો છે .ચિકિત્સા લક્ષી કે શરીર વિજ્ઞાન ને જોઈએ તો વૈશ્વનાર -જઠરાગ્ની રૂપે રહે છે. તેને જ પાચક પિત્ત કહેવાય છે. હૃદયમાં સાધક, આંખમાં આલોચક,યકૃત અને રક્ત માં રંજક, આપણને રૂપ આપનાર ભ્રાજક પિત્ત ત્વચામાં રહે છે. અહી આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ ના મતમતાંતર ની વાતો બાળકો જેવી થઇ જાય છે. શરીર અને સંસાર ની દરેક ક્રિયાનું આ એક આગવું દર્શન છે તેને તેની રીતે જ વિચારવું રહ્યું જઠરાગ્ની- પાચક પિત્ત ને અનેક રીતે વર્ણવી શકાય;પણ અયુર્વેદે પાચક પિત્ત ની ક્રિયા જે રીતે વર્ણવી છે તેમાં બધું જ વર્ણવેલું છે;તેમાં કઈ જ ઓછું કેવાધારે થતું દેખાતું નથી.

No comments:

Post a Comment