Saturday, September 12, 2009

ayurveda....2

આ રીતે આયુર્વેદ એ જીવન અને તેના બધા જ ભાગો માટે બનેલું શાસ્ત્ર છે ,તેટલા માટે તેને વેદ કહેલો છે .તે છતાં જીવન ને સાર્થક કરવા ના જે માર્ગો છે તેનું ખરું સાધન શરીર છે .તો આયુર્વેદ શરીર ને મન સહીત સ્વસ્થ રાખવાનું ખાસ શાસ્ત્ર બની જાય છે .
આ બ્રહ્માંડ પાંચ તન્માત્રા -મહાભૂત થી બનેલું છે ,તે આજે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ગયું છે .વેદોમાં કહેલી સૃષ્ટિની ઉત્પત્તિ -રચના ,ધારણા અને વિસર્ગ વૈજ્ઞાનિક મનાયો છે પંચમહાભૂતો ને શરીર ની રચના અને તેને જ સ્વસ્થ રાખવાના શાસ્ત્ર આયુર્વેદ એ ત્રણ રૂપો માં ગણ્યાં છે .ચિકિત્સા પધ્ધતિ ને અને રોગ ને ઓળખવા માટે શાસ્ત્ર પાંચ માંથી તેના ત્રણ રૂપ સ્વીકાર્યા છે .વાત ,પિત્ત ,અને કફ.વાત એટલે વાયુ અને આકાશ મહાભૂત ,પિત્ત એટલે અગ્નિ અને જળ મહાભૂત તથા કફ એટલે પૃથ્વી અને જળ મહાભૂત ના પ્રાધાન્ય છે . બાકીનાં મહાભૂત તેમાં નિહિત જ છે .
પહેલાં કહ્યું તેમ આ શાસ્ત્ર સંતુલન અને અનુંકુલનની પરિકલ્પના પ્રમાણે કામ કરે છે, ભ્રહ્માંડ-સંસાર સાથે સમતોલન અને અનુકુલન રાખી ને જ આપણે સ્વસ્થ રહી શકીએ .તેના માટે વ્યક્તિ એ ભૂતમાંત્ર એ જીવન ગોઠવતા જવાનું છે .,તેમાં બદલાતી ઋતુઓ અને દિવસો પ્રમાણે ઋતુ ચર્યા અને દિનચર્યા આચરવાનું કહેલું છે ,તથા આયુર્વેદના આપ્ત પુરુષો ના અનુભવ પ્રમાણે જે જરૂરી અને સંસારને યોગ્ય છે તે વચનો નું પાલન કરવાનો આદેશ છે .જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તર્ક બદ્ધ છે.

No comments:

Post a Comment