Saturday, October 17, 2009

હૃદય રોગ નાં નિદાનો

હૃદય રોગ ના નિદાનો મહત્વ નાં છે.શાસ્ત્રો માં કહેલી જીવનશૈલી ની તદ્દન અવહેલના કરવાથી ,શાસ્ત્રમાં જે આહાર-વિહાર માટે ઋતુ,દિન અને સમય પ્રમાણે યોજના કરવામાં આવી છે.તેનાથી વિરુદ્ધ આચરણ કરવાથી અથવા લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી,શાસ્ત્રમાં વિરુદ્ધ કહેલું હોય પણ લાંબા સમય સુધી સેવન કરવાથી માફક આવી ગયેલું લાગે પણ તે શરીર માટે ક્યારેય યોગ્ય હોતું નથી.તેવા આહાર -વિહાર નો ઉપયોગ કરવાથી.બહુ ઉષ્ણ-ગરમ ;એટલે ખુબ મસાલા -તેજાના વાળા તથા સ્પર્શમાં પણ ગરમ .ઘણા ભારે એટલે ઘણા લાંબા સમયે પચે તેવા, જે બનાવવામાં વધારે ચરબી -વસા નો ઉપયોગ થતો હોય ,જે અપથ્ય અને અખાદ્ય તેલો માંથી બનતું હોય,અતિશય ક્ષારો ,લવણ રસ યુક્ત,ખોરાક ને પચપચતો બનાવી તેવા પદાર્થો થી બનેલો,બહુ કડવા ,તૂરા અને તીખા પદાર્થો થી બનેલા નું વધારે અને લાંબા સમય સુધી સેવન કરવાથી.બહુ થાક-શ્રમ પડે તેવું કામ કરવાથી કે તેવો વ્યવસાય કરવાથી ;ટુંકમાં સતત એવું ના કરતુ રહેવું -શ્રમ-કામ અને વિશ્રામ નો ક્રમ ઉલન્ઘવાથી ,વધારે પડતી ચિંતા -ફિકર કરવાથી.મળ-મુત્ર નો વેગ રોકવાથી ,વારંવાર તેવું કરવાથી.હૃદય પર કે શરીર પર બીજે ક્યાય લાકડી વગેરે થી પ્રહાર થવાથી હૃદય રોગ થાય છે.ટૂંક માં આયુર્વેદ પણ હૃદય રોગને જીવન શૈલી આધારિત અને વધતી ઉંમર થી થતા અપચય જનિત રોગ ગણે છે.હૃદય રોગ ના કારણો -નિદાનો માટે ચિકિત્સક ને પણ આચાર્યો ચેતવે છે.કોઈ પણ રોગ ની ચિકિત્સા- ક્રમ વિરુદ્ધ કરવાથી,પંચ કર્મ માં પણ ક્રમ નો અનુચિત પ્રયોગ કરવાથી,જે તે રોગ નો જે ચિકિત્સા ક્રમ કહેલો હોય તેનાથી વિરુદ્ધ કરવાથી,રોગને મટાડવા લંઘન,પાચન વગેરે ના ક્રમ ન જાળવવાથી ,ચિકિત્સામાં ઉતાવળ કરવાથી.અહી અયુર્વેદ અને આધુનિક ચિકિત્સક બંને સરખા જ જવાબદાર ગણ્યા છે.કારણ કે બંને મોહ-યશ કે લોભ નેવશ થઇ સરખી જ ભૂલો પોતપોતાના શાસ્ત્ર અનુસાર ન કરવાની ભૂલ કરતાજ હોય છે.વૈદ્ય કે ચિકિત્સક પોતે જ હૃદય રોગ નો દાતા થઇ શકે છે.

No comments:

Post a Comment