*****શીરા વિકૃતિ વિજ્ઞાન :--- ધમનીના દોષ વિકૃતિ જોઈ; તેજ રીતે અશુદ્ધ લોહી ને હૃદય સુધી પહોંચાડનાર શીરા ની વિકૃતિ જોઈએ .બંને રક્તવાહિકા
જ છે તેના ભેદ પણ એ આધારે જ કરાય છે કે ધમની માં રક્ત સ્કંદન,ઘનાસ્ત્રતા તથા રક્તસ્ત્રાવ કેવી રીતે થાય છે ? જયારે શીરા માં ફક્ત શોથ જ દેખાય છે.તે બે પ્રકારના છે (૧)પાક-પૂય યુક્ત અને (૨) સાધારણ-અપૂય .વિશાણું
અને જીવાણું
ને લઇ ને થતા રોગો ના ઉપસર્ગ થી શીરા માં શોથ આવે છે. જે શીરા જીવાણું વાળી વિદ્રધી માં થી પસાર થાય છે તેમાં શોથ અને પૂય થવાની પ્રકૃતિ વધારે પ્રમાણ માં થાય છે.આમાં અંદર નું પળ શ્વેત કણો થી આક્રાંત થઇ ને ત્યાં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ ) ની ઉત્પત્તિ થાય છે. આ પ્રકાર ની શીરાગત વિકૃતિ ને ઘનાસ્ત્ર શીરા શોથ કહે છે.તેના ઘનાસ્ત્ર અપૂય અને મૃદુ હોય છે.તેની વિઘટના ના થી અંતઃ શલ્ય (એમ્બોલસ) બનાવે છે. તેના થી શીરાનો પ્રવાહ જ અટકી જાય છે.તેના થી વહીકા ના મુખ ને બંધ કરી દે છે.--તેના મુખ્ય ઉદાહરણ-મધ્ય કર્ણ શોથ ,મુખ પર ની શીરા ,અર્શ,આંત્રપૂચ્છ શોથ ,અને પગ ની શીરા માં શોથ માં વ્રણ વગેરે પણ થઇ ને કોથ વગેરે રોગો થાય છે.-----બીજો પ્રકાર -અપૂય શીરા શોથ ;જયારે કોઈ ઘનાસ્ત્રતા ને લઇ ને શીરા બંધ હોય છે.ત્યારે સાથે સાથે અપૂય શીરા શોથ ની ઉત્પત્તિ થાય છે.તેન ઉપસર્ગ (ચેપ) ના
અભાવે ઘનાસ્ત્રતા ની ઉપર કોશિકાઓ તાન્તીપ્રભ તથા ઉતકીયતંતુ (ફાઈબ્રસ******ચલ ઘનાસ્ત્રતા શીરા શોથ ---વાત પ્રકોપક કારણો ને લઇ ને શીરા માં વારંવાર રક્ત સ્કંદન થઇ ને શીરા રોધ અને શોથ કહે છે..આ માં આખા શરીર ની શીરા જુદા જુદા વિભાગો માં વહેચાઈ ને વિક્ષિપ્ત થઇ જાય છે એમાં ફરી થી સંક્રમણ થતાં; છ થી બાર મહિના માં આવી સંપ્રાપ્તિ થી કોઈ પણ વયે આરોગ થઇ શકે છે. જ્ઞાનતંતુ ની વિકૃતિ આવે છે.*****શીરા કાથીન્ય----અથવા શીરા તંતુ મયતા----આ સામાન્ય અવસ્થા નથી.તે મોટા ભાગે મોડા ઓળખાય છે.વાયુ ના અતિ પ્રકોપ થી થનારો આ રોગ છે. ધમની કથીન્ય નીજેમ જ અહીં પણ વિકૃતિ થાય છે.પણ તેનો સીધો સંબંધ ખાસ કરી ને નથી.કેમ કે તે શરુઆત થી જ ખબર પડી જાય છે.તે ખાસ કરી ને યુવા વય એટલે કે ૨૦ થી ૩૦ ની ઉંમર ના લોકો માં જોવા મળેછે.તેના કારણો માં ખાસ કરી ને જરૂરી વસા ની ઉણપ અથવા સુધા દ્રવ્યો નું એક જગા એ એકઠું થવું ,છે.તેના થી રક્ત ચાપ વધતો નથી ,ખાસ કરી ને પગ ની શીરો દોરડી જેવી જાડી ,બરછટ થઇ જાય આમાં જયારે અંદર ની શીરા માં આ ઘટના બને છે ત્યારે તેમાં શોથ આવે છે.સમયાંતરે તેની ધાતુ ક્ષીણતા થઇ તે શીરા માં સંકીર્ણતા થાય છે.ધામની ની માંફક્તેના પણ અંતઃ સ્તર માં કાચ જેવી રચના(હાયેલીન)થાય છે અને અંતઃ કળા સ્તર નષ્ટ થઇ જાય છે રક્ત રોધ અને કોથ થાય છે. ટીસ્યુ ) નૃપ માં સંગઠિત થાય છે ઘનાસ્ત્ર (થ્રોમ્બસ)ની ઉત્પત્તિ થી શીરા માં શોથ રૂપી પ્રતિ ક્રિયા જોવા મળે છે. *******અપ્સ્ફિત શીરા (વેરીકોઝ વેઇન)-----વાત પ્રકોપ ને લઇ ને શીરા માં અંતઃ તથા મધ્ય સ્તર માં કથીન્ય,રુક્ષતા અને વિસ્ફારિત થઇ જાય છે ;ત્યારે તેમાં કુટિલતા આવે તે મુખ્યત્વે આમાશય માં અર્શ રૂપે ,વૃષણ માં જાળાસ્વરૂપે કથીન્ય અને પગ માં જોવા મળે છે.તેના કારણો માં મુખ્યત્વે શીરા ની કપાતીકા માં જન્મજાત દુર્બળતા છે.--તેનાથી શીરાગત કેન્દ્રીય શોથ થાય છે .જેથી કરી ને દ્વીક્પર્દી (માઈટ્રલ વાલ્વ સ્તેનોસીસ) વાતસ્ફીતી(એમ્ફીસીમા )યકૃત કોથ-વિદ્રધી મુખ્ય છે.
Sunday, April 4, 2010
Tuesday, March 2, 2010
હ્રુદ્રોગ- ધમની ગત સ્થાનિક વિસ્ફારણ
******ધમની ગત સ્થાનિક વિસ્ફારણ :---વાયુ પ્રકોપક કારણો ના સેવન થી ,ફીરંગ જેવા રોગો ના ઉપસર્ગ થી અને વાયુ વૃદ્ધિ ને લઇ ને રક્ત વાહીની કે શીરા ના મધ્યસ્તર માં વિકૃતિ આવવાથી વિસ્ફાર થાય છે;અને અનિયમિત રીતે ગુચાળા જેવા આકારે કાથીન્ય અને વિસ્ફાર બંને સાથે જોવા મળે છે.ફીરંગ રોગ ના સંસર્ગ થી મહા ધમની આક્રાંત થતાં રક્ત વાહિની નું મધ્ય સ્તર સ્થૂળ અને વિસ્ફારિત થાય છે.તો ક્યારેક અસ્થાયી રક્ત નું અવગંઠન થઈ ની અંતઃ શલ્યતા થાય છે.ઉપસર્ગ પૂર્વક ના આ રૉગ માં પાકક્રિયા થઈ ને આખા શરીર માં પૂયતા અન સ્થાનિક શીરા માં ધમની ની મધ્યના ધાતુ ક્ષય થતાં રક્ત વહીની ને વિકૃતિ ઉભી કરે છે.પર્શ્વિય પરિધમની ના શોથ ને લઈ રક્ત વાહીની શિથિલ થઈ જાય છે ***સંસર્ગ જાણિત રોગો માં રાજયક્ષમા ના ઉપસર્ગ થી જે તે અવયવ ની શીરા મા ક્ષતિ-ક્ષાત થતાં નુકસાન થાય છે.-ક્યારેક જન્મ-જાત પણ જોવા મળે છે.તેમન મસ્તિષ્ક ના આધાર ની ધમની -શીરા ગ્રસીત જોવા મળે છે ***આવા બે પ્રકાર છે.(૧)યથાર્થ અન (૨) ખોટો-અસ્થાયી --યથાર્થ માં વાહિકા માં મધ્ય પટલ માં કોષ તૈયાર કરે છે.અને બીજા જે મિથ્યા -ખોટો;તેમાં કોશો નો વિકાસ ઉપલા સ્તર માં થાય છે.મિથ્યા વાહિકા વિસ્ફાર માં થયેલ વિદારણ ને લઇ ને થયેલ રક્તાર્બુદ (હેમેટોમા)હોય છે.મહા ધમની ના થતા અંતઃ સ્તરીય વિસ્ફાર તથા તેની શાખા માં જોવા મળે છે.સામાન્ય પણે આજ વિકાર વધારે જોવા મળે છે.****અભીઘાત -આઘાત થી પણ મિથ્યા પ્રકાર નું ધમની ગત સ્થાનિક વિસ્ફારણ જોવા મળે છે. ધમની અને શીરા જ્યાં મળે છે ત્યાં એક વિષેશ પ્રકાર નું રક્ત સંવહન થાય છે. ત્યાં ક્ષત થવાથી શીરા માં રક્ત સંવહન થવાથી શીરા નું વિસ્ફારણ થાય છે.આવી અવસ્થા માં શીરા માં ધામની ની માફક જ સ્પંદન જોવા મળે છે.****જન્મ સમયે જ નભી નળ માવ્રણ થવાથી તેમાં ધામની અને શીરા માં સીધોજ પાર્શ્વ પથ છે તેની અંદર ધામની નું રક્ત શીરા માં અત્યાધિક પ્રમાણ માં આવવાથી શીરા વિસ્ફાર અને વક્રતા બન્નેથાય છે તો ક્યારેક અંશ ફલક માં પણ વિકૃતિ થઇ નેબાહુ-હાથમાં શીરા વિસ્ફાર થાય છે.****અહીં વિસ્ફાર ના કારણે રક્ત નો ભરવો થતાં ત્યાં નું સ્થાનિક કદ અને તાપમાન બંને વધે છે. ---અનો કાર્ય ભાર હૃદય પર પડતા હૃદય પહોળું થાય છે;અને તેનાથી જે તે શાખા -હાથ કે પગ વધારે રક્તાભ દેખાય છે.એક્ષ-રે -સોનોગ્રાફી માં નાલવ્રણ(ફીસ્ચુલા) દેખાય છે. વિચ્છેદક ધમની વિસ્ફાર નો પર્યાય નથી મળતાકેમ કે તેમાં ધમની વિસ્ફાર થતું નથી.તેમાં મધ્ય સ્તર તથા બાહ્ય સ્તર ના ૨/૩ ભાગ થી રક્ત સ્ત્રાવ થાય છે. આ જગ્યા ના આધારભૂત થઇ ને નલિકા માં પ્રસાર થાય છે.તે મધ્ય સ્તર વિભાજીત કરી નાખે છે.તેની અંદર ગયેલું રક્ત મધ્ય સ્તર ને આચ્છાદિત કરે છે અને વિભાજીત સ્થાન સુધી પહોચી જાય છે.મહા ધમની ના સ્તર માં રહેલ રક્ત ને લઇ ને ત્યાં થી નીકળતી વાહિકા ની શાખાઓ પર કાર્ય ભાર પડે છે .તેના કારણે જુદી જુદી જગા એ મધ્ય સ્તરીય અરક્તતા થઇ ને ક્ષતિ પહોચે છે.આવો વિકાર મેરુદંડ ની રક્ત વાહિની માં જોવા મળે છે ત્યાં સ્થાનિક અને ત્યાંથી નીકળતા જ્ઞાનતંતુ જ્યાં જતા હોય તેજગાએ જોવા મળે છે .ફીરંગ વગેરે સંસર્ગ જાણિત રોગો માં પણ આવીજ ઘટના બની જે તે અવયવો માં ક્ષતિ થાય છે.મહા ધામની માં મધ્ય સ્તરીય વિસ્ફાર થવું સામાન્ય છે.તે વધારે પ્રમાણ માં જોવા મળે છે. તેના કારણોમાં ફીરંગ વગેરે ના સંસર્ગ જનીત રોગો છે.તેમાં ધમની ના પ્રત્યાસ્થા ઉતક (એલાસ્તીક ટીસ્યુ )નો નાશ થાય છે,તેના થી લઘુકોષ (સેકુલર ) તથા એથીરોમી તુર્કુરુપી (ફૂસીફોર્મ) પ્રકાર નો થાય છે. તેમાં આરોહી મહા ધમની ચાપ માં વિસ્ફારણ ની શરૂઆત થાય છે.તે મોટા ભાગે લાઘુકોશીય વિસ્ફારણ કહે છે.ક્યારેક એકરૂપી (યુનિફોર્મ) થઇ જાય છે. તેને વિકસિત વિસ્ફાર કહે છે.તેનું મુખ ચીકણી ગોળ કિનારી જેવું થઇ જાય છે.આ વિસ્ફાર આગળ વધતાં ઉરોસ્થી અપરીદિત (ઇરોડ) કરી દે છે.એનાથી વિરુદ્ધ પાછળ ની બાજુ ફેલાય છે ત્યારે કશેરુકા ને ક્ષતિ પહોચાડે છે.એના કારણે રુગ્ણને ઉગ્ર સ્વરૂપે કટિ શૂલ થાય છે.તથા શ્વાસકૃચ્છતા અને શ્વસન સંસ્થાન પર બોજો પડે છે.આજ રીતે જે તે અવયવ ને સંલગ્ન ધમની વિસ્ફાર થતાંજે તે અવયવ ને નુકશાન થાય છે.શરૂઆત માં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ)ને લઇ ને અંતઃ સ્તર રુક્ષ થાય છે.પછી ક્રમશઃ એક પછી એક પડ પર લોહી ના ગઠ્ઠા જમા થઇ ને મહા ધમની ની દીવાલ શોથ યુક્ત થઇ જાય છે અને અંત સ્તર અને મધ્ય સ્તર ક્ષય થઇ જાય છે *****વહીકા સુઘત્ય રોગ---ધમનીઓની પેશી વાળું સ્તર સાંકડું -કથાન અને રુક્ષ થાય છે તથા ક્યારેક તેજ નિદાનો થી પહોળું થાય છે ધમની ની શોથ યુક્ત અવસ્થા માં રોધક ઘનાસ્ત્રતા થઇ ને વિક્ષિપ્ત કરે છે તેથીસંવેદી તંતુ ક્શુભીત થઇ ને અંતસ્થ ધમની માં સંકુચન થાય છે.---આધુનિકો આ રોગ ને બર્ગર ડીસીઝ અને રેનોદ ડીસીઝ કહે છે. આ રોગ માં લાંબા સમય સુધી ધમની ગત અપકર્ષ જોવા મળે છે જેને કારણે અનાક્સપ્તતા (લોકલ એફિક્ષિઅ ) માંન્શીય પાતાળ કોથ (ગેન્ગરિન ) થાય છે .વાહીકા પ્રેરક પ્રણાલી ની ક્ષતિ હાથ પગ પર જલદી જોવા મળે છે.ત્યાં આંગળીઓ માં રક્તાભતા-,સ્પર્શા સહયતા અને પછી અરક્તતા પણ થાય જાય છે.
Tuesday, January 26, 2010
હ્રુદ્રોગ -રક્તચાપ વૃદ્ધિ
*****રક્તચાપ--લોહી નું દબાણ :-- હૃદય નું કાર્ય અને રચના આગળ અંશતઃ કહેલ છે. આયુર્વેદ અનુસાર ,આમ,અગ્નીમાંન્દ્ય,બધા રોગોનું કારણ છે. બીજું અગત્ય નું કારણ જરા -વયવૃદ્ધિ છે. તેને રોકવા માટે આયુર્વેદ માં વયસ્થાપન અને રસાયણ કર્મ કરનાર ઔષધો અને ચિકિત્સા ક્રમ આપેલો છે. તે જરૂર પ્રમાણે ન કરતાં ,આખા શરીર માં વાત પ્રકોપ થાય છે .આખા શરીર માં વ્યાન વાયુ વ્યાપેલો છે.તેમાં વૃદ્ધિ-વિકૃતિ ને લઈને કાર્ય માં પણ વિકૃતિ આવે છે. રક્ત વાહિનીમાંવિકૃતિ આવે છે.આનાં નિદાનો અને હૃદય રોગ નાં નિદાનો લગભગ મળતા આવેછે. તે છતાં --રક્ત ચાપ વૃદ્ધિ ને વિષદ રીતે જોવી જરૂરી છે.----વય ને કારણે રક્ત વાહિની કડક,સાંકડી,ગંથન યુક્ત બને છે. અને રક્તાભીશરણ સમ્યગ કરી શકાતું નથી અને તેનો બોજો હૃદય પર પડે તે રક્તચાપ વૃદ્ધિ કરે છે.----આધુનિક ચિકિત્સા વિજ્ઞાન રક્ત ચાપ ને બે ભાગ માં મુલવે છે.(૧) પ્રાથમિક (૨) દ્વિતીયક .પ્રાથમિક રક્તચાપ ને અહેતુક માને છે. તેમાં વય,ચિંતા ,વ્યગ્રતા,અને રોજીંદા આહાર-વિહાર નું સામાન્ય અથવા અસ્થાયી નિદાન-કારણો થી થાય છે.તેના કારણો આધુનિક વિજ્ઞાન ને મળતા નથી.પરંતુ આહાર-વિહાર ના ક્રમ નો ભંગ થવાથી વાત -પિત્ત નો પ્રકોપ જોવા મળે છે,બીજો પ્રકાર-દ્વિતીયક (સેકન્ડરી) ;તેમાં શારીરિક વિકૃતિ ના ઘણા બધા નિદાનો -કારણો મળે છે .---તેમાં મહત્વનું છે મૂત્ર સંસ્થાન ની જૂની વિકૃતિ -તેમાં વૃક્ક શોથ ,ઉપ્વૃક્ક ની અંતઃ સરાવી ગ્રંથી ના સ્ત્રાવ માં વિકૃતિ ;વૃક્ક માં અર્બુદ નું હોવું -વૃક્ક માં સ્થાનિક કે કાયમી પણે ધમની કાઠીન્ય લઈને અરક્તતા --લાંબા ગળે વૃક્ક ની કાર્ય ક્ષમતા નો નાશ થઇ ને અને વૃક્ક અવસાદ (રીનલ ફેઇલ્યોર) જોવા મળે છે.અથવા ઉપ્વૃક્ક ની ગ્રંથી એદ્રીનાલીન ની અતિ ક્રિયા રક્તચાપ વૃદ્ધિ કરે છે. ********આ દ્વિતીય પ્રકાર માં પણ બે પ્રકાર જોવા મળે છે.---(૧)સુસાધ્ય (૨) કષ્ટસાધ્ય ---સુસાધ્ય -તે સામાન્ય નિદાન -કારણ થી શરુ થાય છે.લાંબા સમય સુધી કોઈ બીજી વિકૃતિ કર્યાં વગર અસ્થાયી રૂપે રહે છે. ઘણી વખતે વૃક્ક પર કાર્ય ભાર રહેતાં વૃક્કાવસાદવૃક્ક-ક્ષતિ અથવા રક્ત માં આમ નું પ્રમાણ વધી જાય છે.અતિરાક્તાચાપ માં ધમની કાઠીન્ય જન્ય ક્ષતિ જોવા મળે છે,તે પણ આહાર -વિહાર ની નિયમ ના પાલન થી સુધરી જાય તેવા અને ;બીજા માં ધમની કથીન્ય થી થતી ક્ષતિ વધારે હોય છે. તેમાં રક્તવાહિની ની મધ્ય અને અંતઃ પતલ બન્નેમાં ખુબજ નુકશાન પહોચે છે.આ બન્ને પરિવર્તન માં કાચમ અપ્વીકાર (હયેલીન ડીજનરેશન) બીજું પ્રત્યક્ષ અતીવિકાસ (ઇલાસ્ટી હાયયાપોપ્લેસિયા ) -તેના પરિવર્તન માં અતિ નાની રક્ત વાહિની માં પહેલાંજોવા મળે છે.તે સંકીર્ણ --ક્ષતિ વાળી સુક્ષ્મ રક્તવાહિની વૃક્કો ની અરક્તતા થી આક્રાંત કરી વૃક્ક માં અન્તઃસ્તરીય કોશીકાની ક્ષમતા ઓછી કરી ને કાથીન્યમાં સ્થાયી અમ્લીય રૂપાંતર કરી ને તેની વિકૃતિ સ્થૂળતા ના રૂપમાં કરે છે.
ધમની ની અન્તઃકલા માં સંપૂર્ણ સ્થૂળતા -કથીન્ય અને વિસ્ફાર થાય છે. કાચ જેવું સ્તર તૈયાર થાય છે.આના લીધે સંપૂર્ણતઃ અવકચિકા (લુંમેઅન) પૂર્ણ અવરોધ થઇ જાય છે .વય અને વાયુ નો પ્રકોપ કરનારા કારણો થી હૃદય ની માંસ પેશી અને રક્ત વાહિકા ના માધ્યમ તથા અંતઃ સ્તર માં પ્રત્યાસ્ય ફલક તૈયાર થાય છે ,અને અનેક સ્તરો માં વિભાજીત થાય છે.ક્યારેક સંકોચ-વિકાસ શીલ તંતુઓ માં પરિણમે છે.તેના તંતુ ની વૃદ્ધિ થતા રક્ત વાહિકા માં સંકીર્ણતા ઉત્પન્ન કરે છે. અને એનું પરિણામ રક્ત ચાપ વધારે છે. આગળ કહ્યા પ્રમાણે વાત પ્રકોપક કારણો -નિદાનો નું સેવન ચાલુ જ રહે;સામે વયસ્થાપન કે રસાયણ ક્રમ ન કરતાં રક્ત વાહિની માં વિક્ષિપ્તતા,ધમનીઓ ન ધાતુ હ્રાસ અને રક્ત વાહિની ની કોશિકા નો અતિ વિકાસ ના રૂપ
માં પ્રગટ થઇ ને કવચિત ધામની શોથ અને ત્યાં અરક્તતા થઇ જાય છે.અને અસાધ્ય પ્રકાર નો રક્તચાપ વૃદ્ધિ જોવા મળેછે.
તેમાં રક્ત વાહિની નો ધાતુ ક્ષય --કોશિકા નું કાઠીન્ય અને પેશી નું અપગલન થી રક્ત વાહિની વિદારણ થતા શરીર માં ગમે ત્યાં રક્ત સ્ત્રાવ થઇ શકે છે. વૃક્ક માં આજ રક્ત વાહિની તેના પ્રાકૃત કામ માં વિઘ્ન નાખતાં વૃક્કાવસાદ કરે છે. હૃદય ને પોષણ આપવાવાળી રક્ત વાહિની પણ આ રીતે આક્રાંત થતાં હૃદય અવસાદ અને હૃદય માં અરક્તતા કરી ને હૃદય ને ઘણું જ નુકસાન કરે છે.બીજી બાજુ મસ્તિષ્ક માં પણ ઉપર બતાવેલા બધાં નિદાનો ભેગા થઇ ત્યાં ની રક્ત વાહિની ને ક્ષતિ પહોચાડે છે.

Friday, January 1, 2010
હૃદરોગ--હૃદમાંસપેશી શોથ-વિકાર
****** હૃદ માંસપેશી ના વિકાર ----આગળ વાત કરી તે રીતે જ રસ ધાતુ ની વિકૃતિ ,તેમાં દોષો નું વૈષમ્ય અને આમરસ ની ઉત્પત્તિ,હૃદય ના વચ્ચે ના માંસ પટલ ને પુરતું-યોગ્ય પોષણ ન મળવાથી હૃદય ના માંસ પટલ ના રોગો થાય છે.------હૃદય માંસ પેશી ક્ષય -----વૃધ્ધા અવસ્થા અને અકાળે વાર્ધક્ય લાવનાર કારણો ,વાત દુષ્ટિ કે પ્રકોપ ના કારણે થાય છે.ક્ષય અને અર્બુદ માં ધાતુ ક્ષય થાય છે ,તેના લીધે હૃદય ના માંસ પટલ નો પણ અપચય થાય છે.કોઈ તીવ્ર ઉપસર્ગ વાળા રોગ માં કે તેના લીધે સંપૂર્ણ રક્ત માં જીવાણું ને લઇ ને પાક-પૂયતા થઇ જવાથી હૃદય ની માંસ પેશી પર સંક્રમણ થઇ ને અપચય શરુ થાય છે.-----ધાતુ ક્ષય નાં અને ઉપરોક્ત કારણો ,સંસર્ગ જનિત રોગો ની ઉગ્ર અવસ્થા માં ,પૂય અને ધાતુ વિશ વધી જવાથી મેદ-મજ્જા ધાતુ નાં અપચય્થવા લાગે છે અને માંસ પેશી ને જોઈતું પોષણ ન મળતા હૃદમાંસ પેશી માં જરૂરી વસા(ફેટી એસીડ ) નું પ્રમાણ ઘટી જાય છે.--તેજ રીતે વધારે પડતી ચરબી વાળા વ્યક્તિ કે ચરબી વાળો વધારે આહાર લેવાથી મેદ ધાતુ નો અગ્નિ મંદ થવાથી માંસ પટલ ને યોગ્ય -જરૂરી વસા નો અભાવ થાય છે,અને બહારથી શરીર માં ચરબી ખુબ હોય છે.પણ હૃદય નું માંસ પટલ નબળું પડે છે.-----આગળ ધામની કાથીન્ય જોઈ ગયા છીએ ,તેને લીધે ધામની માં સંકીર્ણતા અને હૃદમાંસ પટલ ને પોષણ ન મળતા માંસ પેશી માં તંતુમયતા ની ઉત્પત્તિ થાય છે. તો ક્યારેક આમવાત જનિત શોથ ને પરિણામે પણ હૃદ માંસપટલ શોથ થાય છે.----ફીરંગ રોગ તથા ક્ષય માં હૃદમાંસ પેશી નો અપચય અને તેનાથી માંસ પેશી ગુલ્માંકારે અવગંથન (ગ્રેન્યુંલોમેટા) થઇ આવે છે.---આયુર્વેદ માં અર્બુદ(કેન્સર) ક્ષુદ્ર રોગો માં ગણ્યો છે ,તેના નિદાન -સંપ્રાપ્તિ આપી છે.તેમાં નું કોઈ પણ જાત નું અર્બુદ હૃદય માં થાય છે.---આમરસ ,આમ ની ઉત્પત્તિ,આમમેદ થી હૃદમાંસ પેશી માં ગ્રંથી-અપચી થાય છે******હૃદય ના અન્તઃપટલ ના શોથ ને કારણે કપાતીકાઓ માં વિકૃતિ થઇ તેની કાર્ય ક્ષમતા ઓછી થાય છે; અને તેના કાર્ય ભાર વધતાં હૃદયની માંસપેશી નો વિસ્ફાર થાય છે.ક્યારેક આ અવસ્થા જન્મજાત પણ હોય છે.જે બલાકના આયુષ્ય નો નાશ કરે છે.---જરૂરી પોષણ આપતા મજ્જા-વસા ના અભાવે માંસ પટલ નો અપચય અને તેનાથી શોથ થાય તેના કારણે સાથે સાથે હૃદય માંસપેશી નો વિસ્ફાર થાય છે.----આમવાતજન્ય ઉગ્ર ઉપસર્ગ માં માંસપેશી માં શોથ થાય છે.તેના કારણો અન્તઃકલા શોથ જેવા જ છે.-----ધામની કાઠીન્ય ,સંકીર્ણતા અને ધમની શોથ ને કારણે માંસ પેશી માં અરક્તતા થઇ ને માંસપટલ નોઅતી અપચય થાય છે.તેનું કાર્ય;બીજી બાજુ વધ્યું જ હોય છે.તેનાથી ક્યારેક માંસપેશી નું વિદારણ પણ થઇ શકે છે.તો ક્યારેક અભીઘાત ને કારણે પણ હૃદય માંસપેશી નું વિદારણ થઇ જાય છે.તો આ હતા હૃદમાંસ પેશી વિકારો-રોગો.
.
.
Tuesday, December 22, 2009
હૃદરોગ -અંતઃ કલા શોથ
****અંતઃ હ્રુદ્કલા શોથ ---આયુર્વેદ માં અભિઘાતજ હૃદય રોગ ના નિદાનો માં વર્ણવેલું છે .તેમાં હૃદય પર સીધો અભિઘાત થાય કે બીજા અવયવ પર વ્રણ થાય અને તેમાં ત્રિદોષ પ્રકોપ પામી નેઉપસર્ગ થઇ જીવાણુ જનિત પાકક્રિયા -પૂયતા વગેરે થઇ ને હૃદય ની અંતઃકલા માં તીવ્ર શોથ આવે છે ,ઘણી વખતે કાકડા ,ફેફસા ,આંતરડા ,અસ્થીમજ્જા,આમવાત ,અંતઃકર્ણ શોથ,આન્ર્તિક જવર ના તીવ્ર લક્ષણો માં પણ હૃદય માં ઉપસર્ગ પહોચી જતાં હૃદય અંતઃકલા માં તીવ્ર શોથ થાય છે.આવા શોથ માં અંતઃકલા સાથે હૃદય ની બધી કપાતીકાઓ (વાલ્વ) સંકળાયેલી છે.અથવા તો તેની જ બનેલી છે.જો અંતઃ સ્તર માં શોથ આવે છે અને કપાતીકા(વાલ્વ ) માં વિકૃતિ આવતા હૃદય ના લગભગ બધાજ કર્યો માં વિઘ્ન ,વિલંબ અને અપૂર્ણતા આવે છે.
વાલ્વ માં શોથ સાથે સાથે ઉદ્ભેદ જોવા મળે છે.મોટે ભાગે દ્વીકપર્દી વાલ્વ અને આલીન્દના અંદર ના પદ માં,મહા- ધમની ના નિલય ના ભાગ માં વધારે પ્રમાણ માં દેખાય છે.ઘણી વાર જન્મજાત હૃદય વિકાર માં જમણી બાજુએ પણ વધારે જોખમી હોય તેવા ઉદ્ભેદ જોવા મળે છે.આગળ વધી ને આ ઉદ્ભેદ ,આલિંદ,નિલય અને પટલ માં છિદ્ર પણ કરી શકે છે.વાલ્વ ને બાંધી રાખવા વળી કંદરા માં વિદારણ પણ કરી નાખે છે.તો તેના કારણે વૃક્ક,મસ્તિષ્ક ,આન્ત્ર,દ્રષ્ટિ પટલ અથવા ફેફસાં માં પૂતી રોધગલન,ની ઉત્પત્તિ થાય છે. આ રોગ કરનારા જીવાણું વાળા રોગો ના રોગી ના સંસર્ગ થી પણ આ રોગ થઇ શકે છે. જેવાકે ---ફેફસાં માં પાક-શોથ ,મધ્ય કર્ણશોથ,ત્વચાઘાત,કોઈ પ્રકાર નો ઘા, કે વિદ્રધી ,મૂત્ર સંસ્થાન માં ઉપસર્ગ કે શલ્ય કર્મ જનિત ઉપસર્ગ ,હૃદય ને લગતા શલ્ય કર્મ ના વખતે અથવા ત્યાર બાદ હૃદય અંતઃ કળા શોથથઇ શકે છે.તે રોગી ને જવર ,કલમ,દુર્બળતા ,શ્વાસ કૃચ્છતા થાય છે.હૃદય નું પરીક્ષણ કરતાં ગ્રસિત થયેલ કપાતીકાઓ નો અવાજ સંભાળવા મળે છે.રુગ્ણ માં રક્તાલ્પતા ના લક્ષણો જોવા મળે છે. તો ક્યારેક રક્ત સ્ત્રાવ જોવા મળે છે.પ્લીહા ના ભાગ માં વેદના અને સ્પર્શાસહ્યતા,જોવા મળે તો ક્યારેક હ્રુદ્ગત અંતઃ શલ્યતા હોય છે.આ અંતઃ કળા હ્રુદ શોથ ના તીવ્ર ઉપસર્ગ જનિત જુના રોગો મા પણ ધીમું સંક્રમણ હૃદય માં રહે છે.અને અંતઃ કળા નો શોથ કહે છે .

Sunday, December 6, 2009
હૃદય રોગ
હૃદય રોગ ------આયુર્વેદ ની પધ્ધતિ -નિદાન પંચક માં સંપૂર્ણ બંધ બેસે તેવા તો આગળ બતાવેલ પાંચ જ રોગ કહેલા ;બાકી બીજા બધા જ કહેવાતા હૃદય રોગ કે જેમાં બીજા કારણો થી હૃદય ગ્રસિત-પીડિત થયેલું છે.તેમાં અગ્નીમાંન્દ્ય,આમ ,સ્ત્રોતોરોધ ,સ્ત્રોતોદુષ્ટિ અને વય જનિત કારણો છે.તે છતાં હૃદય ને જેમાં પીડા થાય તે હૃદય રોગ ગણી ને ચાલીસું અને તેના કારણો નેઉપાય બંને સમજવાનો પ્રયત્ન કરીશું .તે માં પહેલી હરોળ માં આવે છે આમવાત જનિત હૃદય રોગો . -----હ્રુદયાવરણ ના રોગો .******હ્રુદયાવરણ શોથ ---------આ રોગ નાના બાળકો અને યુવાનો માં વધારે જોવા મળે છે.પહેલા કહ્યું તેમ આમ બધા રોગોનું કારણ છે.આ આમથી જવર આવે છે.બધા જ જવરમાં આમ એ સામાન્ય કારણ છે.પણ અહીં માંન્સાદી ધાતુ સુધીનું આમપણું હોય છે.અને તે ઉપરાંત રુગ્ણદ્વારા અપથ્યનું સેવન ચાલુ રાખવામાં આવે ,જવરની યોગ્ય ચિકિત્સા ના કરવા માં આવે તો તે જીર્ણ થઈને આમ સંચય હૃદય સુધી પહોચીને હૃદયને આવરી નેરહેતી થેલી (હ્રુદયાવરણ) માં જે સ્નિગ્ધ પ્રવાહી છે.તે વધી જાય છે. તેના સમ્યગ ગુણ ને બગાડી વિકૃતિ કરી ને શોજો લાવે છે.અને તે હૃદયના કાર્ય માં વિક્ષેપ નાખે છે.
આધુનિકો આ જવર માં આમવાતિક,પુયજન્ય,ક્ષય જન્ય ,વાગવાથી ક્ષત(ઘા) થાય અને તેના ઉપસર્ગ ની બીજી કે ત્રીજી અવસ્થા માં માંસ પેશી માં રક્ત નું યોગ્ય પ્રમાણ માં ના ફરવું રક્ત-રસ ધ્તું માં અમ્લતા નું (યુરિક એસીડ ) પ્રમાણ વધવું ,મસ્તિષ્ક જવર ના ઉપદ્રવ તરીકે,ફૂપ્ફૂસ શોથ-જવરના ઉપદ્રવ તરીકે સર્વાંગ શોથ એ આમવાત ના ઉગ્રસ્વરૂપ માં જોવા મળે છે. હ્રુદયાવરણ ના શોથ ના તાન્તવ જનિત નિહ્સ્ત્રાવ સ્થાનિક હોય અથવા ફેલાયેલો હોય તો તે બ્રેડ પર લગાવેલ માખણ ના સ્તર જેવો લાગે છે.એમાં સ્ત્રાવ ઘણો ઓછો જોવા મળે છે.આ રોગી ના મરણોપરાંત શવચ્છેદન થી તેના હ્રુદયાવરણ પર જુના ઘા જોવા મળે છે.જે દૂધ ના મોટા ટપકા જેઓ હોય છે. ----નાના બાળકો માં આમવાત અને તેનાથી થતા આક્ષેપ જોવા મળે છે.અથવા પૂર્વ ઈતિહાસ જાણવા મળે છે.વયસ્થ રોગીઓ માપન ઉપરોક્ત કારણો થી થાય છે,અને મોટા ભાગે શુષ્ક હોય છે.વૃધ્ધો માં ઉપર બતાવેલા રોગો ના કે અન્ય કોઈ રોગના અંતિમ અવસ્થા માં થાય છે.આ રોગ માં જો ફૂપ્ફૂસાવરણ પણ આક્રાંત થાય તો હ્રુદ્શુલ -પાર્શ્વ શુળ થાય છે.પણ તે સ્થાનિક ભાગ સુધી જ વેદના ગ્રસ્ત રહે છે. જે રોધગલનહૃદય રોગ થી જૂદો પાડવામાં મદદ રૂપ થાય છે.તો ક્યારેક ગ્રીવા,બાહુ કે ઉદાર સુધી વેદના વ્યાપે છે.હ્રુદયાવરણ શોથ ફૂપ્ફૂસાવરણ શોથ માં પરિણામ પામતાં શ્વાસકૃચ્છતા અને કાસ ઉપદ્રવ રૂપે જોવા મળે છે. થોડી મહેનત થી પણ વેદના માં વધારો થાય છે.******હ્રુદયાવરણ માં દ્રવસંચાય ----આ પણ આમવાત જનિત-આમ ની વિકૃતિ નો રોગ છે. આગળ કહેલા કારણથી વિકૃત થયેલો રસ,કફને પ્રકોપિત કરી ને હૃદયસ્થ તર્પક કફ ને બગાડી ને હૃદયને આવૃત કરી ને રહેલા હ્રુદયાવરણ માં રહેલ દ્રવ વધી જાય છે.તે બે પ્રકાર ના હોય છે. ૧ )સ્વચ્છ --તેમાં હ્રુદયાવારણમાં રહેલુદ્રવ સ્વચ્છ હોય છે.અને સોજો લાવેછે,જળ સંચયથી શોથ થાય છે.(૨) સપૂય-તેમાં બીજા રોગના ઉપસર્ગ થી કે વિકૃત થયેલા તર્પક કફ પ્રકોપાવસ્થા માં હોય અને પિત્તનો પ્રકોપ ભળતાં તેમાં પરુ-પાક થઇ જાય છે.(૩)વધારે પિત્તનો પ્રકોપ થતાં તર્પક કફને સમ્યાગ રૂપમાં રાખવા વાળીલસીકા માં પિત્તની વિકૃતિ થતાં ત્યાં રક્તસ્ત્રાવ થઇ ને હ્રુદયાવરણ માં રક્તનો સંચય અથવા તે પ્રવાહી માં રક્ત ના કણો જોવા મળે છે.----પ્રકુપિત તર્પક કફ વિકૃત અવસ્થા માં થતાં હ્રુદયાવરણ માંજે પ્રાકૃત કફ હૃદયનું તર્પણ કરે છે.તેમાં કાચો લસીકા સ્ત્રાવ ભળી ને હ્રુદયાવરણ શોથ કહેછે.આની સંપૂર્ણ માહિતી-નિદાન માટે ઇકોકાર્દિઓગ્રાફિ અને વિકિરણ (ક્ષ-રે ) પરીક્ષણ જરૂરી છે. ---હૃદય ની ક્ષમતા ઓછી થતાં હૃદય નાં ખાનાંપહોળા થાય છે. હૃદય માં આવેલું રક્ત યોગ્ય સમયે અને પ્રમાણ માં પાછું જતું નથી અને તે લસીકા માં થી વહેતો તર્પક કફ માં આમ અને જળ નું પ્રમાણ વધી જતા જલીય હ્રુદયાવરણ શોથ થાય છે.જીર્ણ વૃક્ક શોથ નાં ઉપદ્રવ તારીકેજલ નો યોગ્ય વિસર્ગ ન થતાં શરીર માં જળ સંચય થાય છે.તેમાં હ્રુદયાવરણ માં પણ આ લક્ષણો આવી શકે છે.જે જે લસીકા વાહિની હ્રુદયાવરણ માં તર્પક કફ લાવે છે. ત્યાં પ્રકુપિત પિત્ત પાક ક્રિયા કરી ને પૂય નિર્માણ કરે છે.તેજ રીતે અન્ય રોગો ના લક્ષણો કે અભીઘાત જન્ય ઉપસર્ગથી પણ પૂય નિર્માણ થાય છે. તેને તીવ્ર હ્રુદયાવરણ શોથ કહે છે.
-----તેજ રીતે જન્મ-જાત કે ઉપસર્ગ થી વાયુ ની અતિ વિકૃતિ થતાં આ હ્રુદયાવરણ માં વાત સંચય પણ થાય છે. અતિ વેદના વાળો શોથ ઉત્પન્ન કરે છે.જુનો અથવા વધારે સમય સુધી ચાલેલો આમવાત ની યોગ્ય ચિકિત્સા ન થતાં હ્રુદયાવરણ શોથ હ્રુદયાવરણ ના બન્ને પડોએક બીજા સાથે ચીપકી જાય છે.--આ સંપ્રાપ્તિ હૃદય ના નજીક ના અવયવો માં અર્બુદ,હૃદય-રોધગલન અને ક્ષય માં પણ જોવા મળે છે.

Friday, November 20, 2009
હ્રુદ્સાદ (કાર્ડિઆક ફેઇલ્યોર)-2
******એજ રીતે જમણી બાજુની વાત કરીએ તો અધઃ અને ઉર્ધ્વ મહા -શીરા દ્વારા હૃદયના જમણા આલિંદ માં અશુદ્ધ રક્ત આવે છે.પછી ત્રિદલ વાલ્વ દ્વારા જમણા નીલયમાં .તે સંકોચાતાં ફૂપ્ફૂશીય ધમની દ્વારા ફેફસામાં જાય છે.જયારે આ ભાગ નિર્બળ બને અને તે નિયત ગતિ અને બળથી રક્ત લેતું નથી કે બીજા ખાનાં માં મોકલતું નથી કે ફેફસામાં લઇ જતું નથી તેથી ત્રણે ક્રિયા માં વિલંબ થાય છે.અને જે તે અવયવોમાં રસ-રક્ત નો સંચય થાય તેથી તે અવયવો માં શોથ થાય છે
.*****આ શોથ યકૃત-પ્લીહા અને ફેફસા માં દેખાય છે.,લાંબા સમયે જલોદર થાય છે.ડાબી બાજુની માફક જ સયાન્તરે બંને ખાનાં પહોળા થાય છે.અને પછી તે ખાનાં ની દીવાલોજાડી થાય છે -વધે છે.
આમ શિરાઓ માં કાર્ય વિલંબથી રક્ત નો ભરવો રહે છે,અને પરિણામે શિરાઓ થોડી પહોળી થાય છે.ગાળા ની શિરાઓ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવી ફૂલે છે.----આ અનુલોમ ગતિ થી રોગોત્પત્તી થઇ ,તેમ પ્રતિલોમગતિથી
યકૃત-પ્લીહા કે ફૂપ્ફૂસા માં શોથ થાય કે જળ સંચય થતા તેનો કાર્યભાર વધી જાય અને તે બધાનું કાર્ય પરોક્ષ રીતે હૃદય ને જ કરવું પડે છે;અને હૃદય નિર્બળ બને છે-અક્ષમ બને છે.*******નિર્બળ હૃદય નું બળ અને ગતિ બંને ઘટતા રસ-રક્ત નો સંચય અનેપરીનામે સ્ત્રોતોરોધ કે સંગ થાય અને શોથ થાય છે.તેજ સમ્પ્રાપ્તીથી મૂત્ર નિર્માણ નું કાર્ય અટકે છે.અથવા ન્યૂનતા આવે છે.જે સમય સર નિષ્કાસન પામતું નથી,સમ્યગ ઉત્પત્તિ ના થતા વૃક્ક પૂરું કામ ન કરી શકાતાં મૂત્ર માં પ્રોટીન જાય છે.****રચના અને ક્રિયા ની દૃષ્ટિ એ આટલું વિચાર્ય પછી આયુર્વેદની સંપ્રાપ્તિ અને નિદાન જોઈએ તો ખબર પડશે કે કેટલી સરળતાથી સૂત્રાત્મક રીતે હૃદય રોગ ના નિદાન વગેરે બતાવે છે.આખા આ હાર્ટ ફીલ્યોર માં હૃદયગત રસ-રક્ત ની વિક્રિયા ગણાય તેટલીજ હૃદય રોગ ની ગણતરી છે.બાકી અગ્નીમાંન્દ્ય -સ્રોતોરોધ-સંગ ની સંપ્રાપ્તિ જન્ય રોગો છે.તો થોડા લક્ષણો વૃદ્ધાવસ્થા નાં છે.પરોક્ષ કે અપરોક્ષ રીતે હૃદય ની દુર્બળ અવસ્થા દર્શાવતા રોગ વાત-કફ જનિત છે.પ્રથમ વાયુ પ્રકોપ પાછળથી કફ સંચય કરે છે.સંચય સમયાંતરે પ્રકોપમાં પરિણામે છે.

Subscribe to:
Posts (Atom)