Tuesday, January 26, 2010

હ્રુદ્રોગ -રક્તચાપ વૃદ્ધિ

*****રક્તચાપ--લોહી નું દબાણ :-- હૃદય નું કાર્ય અને રચના આગળ અંશતઃ કહેલ છે. આયુર્વેદ અનુસાર ,આમ,અગ્નીમાંન્દ્ય,બધા રોગોનું  કારણ છે. બીજું અગત્ય નું કારણ જરા -વયવૃદ્ધિ છે. તેને રોકવા માટે આયુર્વેદ માં વયસ્થાપન અને રસાયણ કર્મ કરનાર ઔષધો અને ચિકિત્સા ક્રમ આપેલો છે. તે જરૂર પ્રમાણે ન કરતાં ,આખા શરીર માં વાત પ્રકોપ થાય છે .આખા શરીર માં વ્યાન  વાયુ વ્યાપેલો છે.તેમાં વૃદ્ધિ-વિકૃતિ ને લઈને કાર્ય માં પણ વિકૃતિ આવે છે. રક્ત વાહિનીમાંવિકૃતિ આવે છે.આનાં નિદાનો અને હૃદય રોગ નાં  નિદાનો લગભગ મળતા આવેછે. તે છતાં --રક્ત ચાપ વૃદ્ધિ ને વિષદ રીતે જોવી જરૂરી છે.----વય ને કારણે રક્ત વાહિની કડક,સાંકડી,ગંથન યુક્ત બને છે. અને રક્તાભીશરણ સમ્યગ કરી શકાતું નથી અને તેનો બોજો હૃદય પર પડે તે રક્તચાપ વૃદ્ધિ કરે છે.----આધુનિક ચિકિત્સા વિજ્ઞાન રક્ત ચાપ ને બે ભાગ માં મુલવે છે.(૧) પ્રાથમિક (૨) દ્વિતીયક .પ્રાથમિક રક્તચાપ ને અહેતુક માને છે. તેમાં વય,ચિંતા ,વ્યગ્રતા,અને રોજીંદા આહાર-વિહાર નું સામાન્ય અથવા અસ્થાયી નિદાન-કારણો થી થાય છે.તેના કારણો આધુનિક વિજ્ઞાન ને મળતા નથી.પરંતુ આહાર-વિહાર ના ક્રમ નો ભંગ થવાથી વાત -પિત્ત નો પ્રકોપ જોવા મળે છે,બીજો પ્રકાર-દ્વિતીયક (સેકન્ડરી) ;તેમાં શારીરિક વિકૃતિ ના ઘણા  બધા નિદાનો -કારણો મળે છે .---તેમાં મહત્વનું છે મૂત્ર સંસ્થાન ની જૂની વિકૃતિ -તેમાં વૃક્ક શોથ ,ઉપ્વૃક્ક ની અંતઃ સરાવી ગ્રંથી ના સ્ત્રાવ માં વિકૃતિ ;વૃક્ક માં અર્બુદ નું હોવું -વૃક્ક માં સ્થાનિક કે કાયમી પણે ધમની કાઠીન્ય લઈને અરક્તતા  --લાંબા ગળે વૃક્ક ની કાર્ય ક્ષમતા નો નાશ થઇ ને અને વૃક્ક અવસાદ (રીનલ ફેઇલ્યોર) જોવા મળે છે.અથવા ઉપ્વૃક્ક ની ગ્રંથી એદ્રીનાલીન ની અતિ ક્રિયા રક્તચાપ  વૃદ્ધિ કરે છે. ********આ દ્વિતીય પ્રકાર માં પણ બે પ્રકાર જોવા મળે છે.---(૧)સુસાધ્ય (૨) કષ્ટસાધ્ય ---સુસાધ્ય -તે સામાન્ય નિદાન -કારણ થી  શરુ થાય છે.લાંબા સમય સુધી કોઈ બીજી વિકૃતિ  કર્યાં વગર અસ્થાયી રૂપે રહે છે. ઘણી વખતે વૃક્ક પર કાર્ય ભાર રહેતાં વૃક્કાવસાદવૃક્ક-ક્ષતિ અથવા રક્ત માં આમ નું પ્રમાણ વધી જાય છે.અતિરાક્તાચાપ માં ધમની કાઠીન્ય જન્ય ક્ષતિ જોવા મળે છે,તે પણ આહાર -વિહાર ની નિયમ ના પાલન થી સુધરી જાય તેવા અને ;બીજા માં ધમની કથીન્ય થી થતી ક્ષતિ વધારે હોય છે. તેમાં રક્તવાહિની ની મધ્ય અને અંતઃ પતલ બન્નેમાં ખુબજ નુકશાન પહોચે છે.આ બન્ને પરિવર્તન માં કાચમ અપ્વીકાર (હયેલીન ડીજનરેશન) બીજું પ્રત્યક્ષ અતીવિકાસ (ઇલાસ્ટી હાયયાપોપ્લેસિયા ) -તેના પરિવર્તન માં અતિ નાની રક્ત વાહિની માં પહેલાંજોવા મળે છે.તે સંકીર્ણ --ક્ષતિ વાળી સુક્ષ્મ રક્તવાહિની વૃક્કો ની અરક્તતા થી આક્રાંત કરી વૃક્ક માં અન્તઃસ્તરીય કોશીકાની ક્ષમતા ઓછી કરી ને કાથીન્યમાં સ્થાયી અમ્લીય રૂપાંતર કરી ને તેની વિકૃતિ સ્થૂળતા ના રૂપમાં કરે છે.
ધમની ની અન્તઃકલા માં સંપૂર્ણ સ્થૂળતા -કથીન્ય અને વિસ્ફાર થાય છે. કાચ જેવું સ્તર તૈયાર થાય  છે.આના લીધે સંપૂર્ણતઃ અવકચિકા (લુંમેઅન) પૂર્ણ અવરોધ થઇ જાય છે .વય અને વાયુ નો પ્રકોપ કરનારા કારણો થી હૃદય ની માંસ પેશી અને રક્ત વાહિકા ના માધ્યમ તથા અંતઃ સ્તર માં પ્રત્યાસ્ય ફલક તૈયાર થાય છે ,અને અનેક સ્તરો માં વિભાજીત  થાય છે.ક્યારેક સંકોચ-વિકાસ શીલ તંતુઓ માં પરિણમે છે.તેના તંતુ ની વૃદ્ધિ થતા રક્ત વાહિકા માં સંકીર્ણતા ઉત્પન્ન કરે છે. અને એનું પરિણામ રક્ત ચાપ વધારે છે. આગળ કહ્યા પ્રમાણે વાત પ્રકોપક કારણો -નિદાનો નું સેવન ચાલુ જ રહે;સામે વયસ્થાપન કે રસાયણ ક્રમ ન કરતાં  રક્ત વાહિની માં વિક્ષિપ્તતા,ધમનીઓ ન ધાતુ હ્રાસ અને રક્ત વાહિની ની કોશિકા નો અતિ વિકાસ ના રૂપ  
માં પ્રગટ થઇ ને કવચિત ધામની શોથ અને ત્યાં અરક્તતા થઇ જાય છે.અને અસાધ્ય પ્રકાર નો રક્તચાપ વૃદ્ધિ જોવા મળેછે.
તેમાં રક્ત વાહિની નો ધાતુ ક્ષય --કોશિકા નું કાઠીન્ય અને પેશી નું અપગલન થી રક્ત વાહિની વિદારણ થતા શરીર માં ગમે ત્યાં રક્ત સ્ત્રાવ થઇ  શકે છે. વૃક્ક માં આજ રક્ત વાહિની તેના પ્રાકૃત કામ માં વિઘ્ન નાખતાં વૃક્કાવસાદ કરે છે. હૃદય ને પોષણ આપવાવાળી રક્ત વાહિની પણ આ રીતે આક્રાંત થતાં હૃદય અવસાદ અને હૃદય માં અરક્તતા કરી ને હૃદય ને ઘણું જ નુકસાન કરે છે.બીજી બાજુ મસ્તિષ્ક માં પણ ઉપર બતાવેલા બધાં નિદાનો ભેગા થઇ ત્યાં ની રક્ત વાહિની ને ક્ષતિ પહોચાડે છે.

Friday, January 1, 2010

હૃદરોગ--હૃદમાંસપેશી શોથ-વિકાર

****** હૃદ માંસપેશી ના વિકાર ----આગળ વાત કરી તે રીતે જ  રસ ધાતુ ની વિકૃતિ ,તેમાં દોષો નું વૈષમ્ય અને આમરસ ની ઉત્પત્તિ,હૃદય ના વચ્ચે ના માંસ પટલ ને પુરતું-યોગ્ય પોષણ ન મળવાથી હૃદય ના માંસ પટલ ના રોગો થાય છે.------હૃદય માંસ પેશી  ક્ષય -----વૃધ્ધા અવસ્થા અને અકાળે વાર્ધક્ય લાવનાર કારણો ,વાત દુષ્ટિ કે પ્રકોપ ના કારણે થાય છે.ક્ષય અને અર્બુદ માં ધાતુ ક્ષય થાય છે ,તેના લીધે હૃદય ના માંસ પટલ નો પણ અપચય થાય છે.કોઈ તીવ્ર ઉપસર્ગ વાળા રોગ માં કે તેના લીધે સંપૂર્ણ રક્ત માં જીવાણું ને લઇ ને પાક-પૂયતા થઇ જવાથી હૃદય ની માંસ પેશી પર સંક્રમણ થઇ  ને અપચય શરુ થાય છે.-----ધાતુ ક્ષય નાં અને ઉપરોક્ત કારણો ,સંસર્ગ જનિત રોગો ની ઉગ્ર અવસ્થા માં ,પૂય અને ધાતુ વિશ વધી જવાથી મેદ-મજ્જા ધાતુ નાં અપચય્થવા લાગે છે અને માંસ પેશી ને જોઈતું પોષણ ન મળતા હૃદમાંસ પેશી માં જરૂરી વસા(ફેટી એસીડ ) નું પ્રમાણ ઘટી જાય છે.--તેજ રીતે વધારે પડતી ચરબી વાળા વ્યક્તિ કે ચરબી વાળો વધારે આહાર લેવાથી મેદ ધાતુ નો અગ્નિ મંદ થવાથી માંસ પટલ ને યોગ્ય -જરૂરી વસા નો અભાવ થાય છે,અને બહારથી શરીર માં ચરબી ખુબ હોય છે.પણ હૃદય નું માંસ પટલ નબળું પડે છે.-----આગળ ધામની કાથીન્ય જોઈ ગયા છીએ ,તેને લીધે ધામની માં સંકીર્ણતા અને હૃદમાંસ પટલ ને પોષણ ન મળતા માંસ પેશી માં તંતુમયતા ની ઉત્પત્તિ થાય છે. તો ક્યારેક આમવાત જનિત શોથ ને   પરિણામે પણ હૃદ માંસપટલ શોથ થાય છે.----ફીરંગ રોગ તથા ક્ષય માં હૃદમાંસ પેશી નો અપચય અને તેનાથી માંસ પેશી ગુલ્માંકારે અવગંથન (ગ્રેન્યુંલોમેટા) થઇ આવે છે.---આયુર્વેદ માં અર્બુદ(કેન્સર) ક્ષુદ્ર રોગો માં ગણ્યો છે ,તેના નિદાન -સંપ્રાપ્તિ આપી છે.તેમાં નું કોઈ પણ જાત નું અર્બુદ હૃદય માં થાય છે.---આમરસ ,આમ ની ઉત્પત્તિ,આમમેદ થી હૃદમાંસ પેશી માં ગ્રંથી-અપચી થાય છે******હૃદય ના અન્તઃપટલ ના શોથ ને કારણે કપાતીકાઓ માં વિકૃતિ થઇ તેની  કાર્ય ક્ષમતા ઓછી થાય છે; અને તેના કાર્ય ભાર વધતાં હૃદયની માંસપેશી નો વિસ્ફાર થાય છે.ક્યારેક આ અવસ્થા જન્મજાત પણ હોય છે.જે બલાકના આયુષ્ય નો નાશ કરે છે.---જરૂરી પોષણ આપતા મજ્જા-વસા ના અભાવે માંસ પટલ નો અપચય અને તેનાથી શોથ થાય તેના કારણે સાથે સાથે હૃદય માંસપેશી નો વિસ્ફાર થાય છે.----આમવાતજન્ય ઉગ્ર ઉપસર્ગ માં માંસપેશી માં શોથ થાય છે.તેના કારણો અન્તઃકલા શોથ જેવા જ છે.-----ધામની કાઠીન્ય ,સંકીર્ણતા અને ધમની શોથ ને કારણે માંસ પેશી માં અરક્તતા થઇ ને માંસપટલ નોઅતી અપચય થાય છે.તેનું કાર્ય;બીજી બાજુ વધ્યું જ હોય છે.તેનાથી ક્યારેક માંસપેશી નું  વિદારણ પણ થઇ શકે છે.તો ક્યારેક અભીઘાત ને કારણે પણ હૃદય માંસપેશી નું વિદારણ થઇ જાય છે.તો આ  હતા હૃદમાંસ પેશી વિકારો-રોગો. 
.

Tuesday, December 22, 2009

હૃદરોગ -અંતઃ કલા શોથ

****અંતઃ હ્રુદ્કલા શોથ  ---આયુર્વેદ માં અભિઘાતજ હૃદય રોગ ના નિદાનો માં  વર્ણવેલું છે .તેમાં હૃદય પર સીધો  અભિઘાત થાય કે બીજા અવયવ પર વ્રણ થાય અને તેમાં ત્રિદોષ પ્રકોપ પામી નેઉપસર્ગ થઇ જીવાણુ જનિત પાકક્રિયા -પૂયતા વગેરે થઇ ને હૃદય ની અંતઃકલા માં તીવ્ર શોથ આવે છે ,ઘણી વખતે કાકડા ,ફેફસા ,આંતરડા ,અસ્થીમજ્જા,આમવાત ,અંતઃકર્ણ શોથ,આન્ર્તિક જવર ના તીવ્ર લક્ષણો માં પણ હૃદય માં ઉપસર્ગ પહોચી જતાં હૃદય અંતઃકલા માં તીવ્ર શોથ થાય છે.આવા શોથ માં અંતઃકલા સાથે હૃદય ની બધી કપાતીકાઓ (વાલ્વ) સંકળાયેલી છે.અથવા તો તેની જ બનેલી છે.જો અંતઃ સ્તર માં શોથ આવે છે અને કપાતીકા(વાલ્વ ) માં વિકૃતિ આવતા હૃદય ના લગભગ બધાજ કર્યો માં વિઘ્ન ,વિલંબ અને અપૂર્ણતા આવે છે.
       વાલ્વ માં શોથ સાથે સાથે ઉદ્ભેદ જોવા મળે છે.મોટે ભાગે દ્વીકપર્દી વાલ્વ અને આલીન્દના અંદર ના પદ માં,મહા- ધમની ના નિલય ના ભાગ માં વધારે પ્રમાણ માં દેખાય છે.ઘણી વાર જન્મજાત હૃદય વિકાર માં જમણી બાજુએ પણ વધારે જોખમી હોય તેવા ઉદ્ભેદ જોવા મળે છે.આગળ વધી ને આ ઉદ્ભેદ ,આલિંદ,નિલય અને પટલ માં છિદ્ર પણ કરી શકે છે.વાલ્વ ને બાંધી રાખવા વળી કંદરા માં વિદારણ પણ કરી નાખે છે.તો તેના કારણે વૃક્ક,મસ્તિષ્ક ,આન્ત્ર,દ્રષ્ટિ પટલ  અથવા ફેફસાં માં પૂતી રોધગલન,ની ઉત્પત્તિ થાય છે. આ રોગ કરનારા જીવાણું વાળા રોગો ના રોગી ના સંસર્ગ થી પણ આ રોગ થઇ શકે છે. જેવાકે ---ફેફસાં માં પાક-શોથ ,મધ્ય કર્ણશોથ,ત્વચાઘાત,કોઈ પ્રકાર નો ઘા, કે વિદ્રધી ,મૂત્ર સંસ્થાન માં ઉપસર્ગ કે શલ્ય કર્મ જનિત ઉપસર્ગ ,હૃદય ને લગતા શલ્ય કર્મ ના વખતે અથવા ત્યાર બાદ હૃદય અંતઃ કળા શોથથઇ શકે છે.તે રોગી ને જવર ,કલમ,દુર્બળતા ,શ્વાસ કૃચ્છતા થાય છે.હૃદય નું પરીક્ષણ કરતાં ગ્રસિત થયેલ કપાતીકાઓ નો અવાજ સંભાળવા મળે છે.રુગ્ણ માં રક્તાલ્પતા ના લક્ષણો જોવા મળે છે. તો ક્યારેક રક્ત સ્ત્રાવ જોવા મળે છે.પ્લીહા ના ભાગ માં વેદના અને સ્પર્શાસહ્યતા,જોવા મળે તો ક્યારેક હ્રુદ્ગત અંતઃ શલ્યતા હોય છે.આ અંતઃ કળા હ્રુદ શોથ ના તીવ્ર ઉપસર્ગ જનિત જુના રોગો મા પણ ધીમું સંક્રમણ હૃદય માં રહે છે.અને અંતઃ કળા નો શોથ કહે છે .   

Sunday, December 6, 2009

હૃદય રોગ

 હૃદય રોગ ------આયુર્વેદ ની પધ્ધતિ -નિદાન પંચક માં સંપૂર્ણ બંધ બેસે તેવા તો આગળ બતાવેલ પાંચ જ રોગ કહેલા ;બાકી બીજા બધા જ કહેવાતા હૃદય રોગ  કે જેમાં બીજા કારણો થી હૃદય ગ્રસિત-પીડિત થયેલું છે.તેમાં અગ્નીમાંન્દ્ય,આમ ,સ્ત્રોતોરોધ ,સ્ત્રોતોદુષ્ટિ અને વય જનિત કારણો છે.તે છતાં હૃદય ને જેમાં પીડા થાય તે હૃદય રોગ ગણી ને ચાલીસું અને તેના કારણો નેઉપાય બંને સમજવાનો પ્રયત્ન કરીશું .તે માં પહેલી  હરોળ માં આવે છે આમવાત જનિત હૃદય રોગો . -----હ્રુદયાવરણ ના રોગો .******હ્રુદયાવરણ શોથ ---------આ   રોગ નાના બાળકો અને યુવાનો માં વધારે જોવા મળે છે.પહેલા કહ્યું તેમ આમ બધા રોગોનું કારણ છે.આ આમથી જવર આવે છે.બધા જ  જવરમાં આમ એ  સામાન્ય કારણ છે.પણ અહીં માંન્સાદી ધાતુ સુધીનું આમપણું હોય છે.અને તે ઉપરાંત રુગ્ણદ્વારા અપથ્યનું સેવન ચાલુ રાખવામાં આવે ,જવરની યોગ્ય ચિકિત્સા ના કરવા માં આવે તો તે જીર્ણ થઈને આમ સંચય હૃદય સુધી પહોચીને હૃદયને આવરી નેરહેતી થેલી (હ્રુદયાવરણ) માં જે સ્નિગ્ધ પ્રવાહી છે.તે વધી જાય છે. તેના સમ્યગ ગુણ ને બગાડી વિકૃતિ કરી ને શોજો લાવે છે.અને તે હૃદયના કાર્ય માં વિક્ષેપ નાખે છે.
આધુનિકો આ જવર માં આમવાતિક,પુયજન્ય,ક્ષય જન્ય ,વાગવાથી ક્ષત(ઘા) થાય અને તેના ઉપસર્ગ ની બીજી કે ત્રીજી અવસ્થા માં માંસ પેશી માં રક્ત નું યોગ્ય પ્રમાણ માં ના ફરવું રક્ત-રસ ધ્તું માં અમ્લતા નું (યુરિક એસીડ ) પ્રમાણ વધવું ,મસ્તિષ્ક જવર ના ઉપદ્રવ તરીકે,ફૂપ્ફૂસ શોથ-જવરના ઉપદ્રવ તરીકે સર્વાંગ શોથ એ આમવાત ના ઉગ્રસ્વરૂપ માં જોવા મળે છે. હ્રુદયાવરણ ના શોથ  ના તાન્તવ જનિત નિહ્સ્ત્રાવ સ્થાનિક હોય અથવા ફેલાયેલો હોય તો તે બ્રેડ પર લગાવેલ માખણ ના સ્તર જેવો લાગે છે.એમાં સ્ત્રાવ ઘણો ઓછો જોવા મળે છે.આ રોગી ના મરણોપરાંત શવચ્છેદન થી તેના હ્રુદયાવરણ  પર જુના ઘા જોવા મળે છે.જે દૂધ ના મોટા ટપકા જેઓ હોય છે. ----નાના બાળકો માં આમવાત અને તેનાથી થતા આક્ષેપ જોવા મળે છે.અથવા પૂર્વ ઈતિહાસ જાણવા  મળે છે.વયસ્થ રોગીઓ માપન ઉપરોક્ત કારણો થી થાય છે,અને મોટા ભાગે શુષ્ક હોય છે.વૃધ્ધો માં ઉપર બતાવેલા રોગો ના કે અન્ય કોઈ રોગના અંતિમ અવસ્થા માં થાય છે.આ રોગ માં જો ફૂપ્ફૂસાવરણ પણ આક્રાંત થાય તો હ્રુદ્શુલ -પાર્શ્વ શુળ થાય છે.પણ તે સ્થાનિક ભાગ સુધી જ વેદના ગ્રસ્ત રહે છે. જે રોધગલનહૃદય રોગ થી જૂદો પાડવામાં મદદ રૂપ થાય છે.તો ક્યારેક ગ્રીવા,બાહુ કે ઉદાર સુધી વેદના વ્યાપે છે.હ્રુદયાવરણ શોથ ફૂપ્ફૂસાવરણ શોથ માં પરિણામ પામતાં શ્વાસકૃચ્છતા  અને કાસ ઉપદ્રવ રૂપે જોવા મળે છે. થોડી મહેનત થી પણ વેદના માં વધારો થાય છે.******હ્રુદયાવરણ માં દ્રવસંચાય ----આ પણ આમવાત જનિત-આમ ની વિકૃતિ નો રોગ છે. આગળ કહેલા કારણથી વિકૃત થયેલો રસ,કફને પ્રકોપિત કરી ને હૃદયસ્થ તર્પક કફ ને બગાડી ને હૃદયને આવૃત કરી ને રહેલા હ્રુદયાવરણ માં રહેલ દ્રવ વધી જાય છે.તે બે પ્રકાર ના હોય છે. ૧ )સ્વચ્છ --તેમાં હ્રુદયાવારણમાં રહેલુદ્રવ  સ્વચ્છ હોય છે.અને સોજો લાવેછે,જળ સંચયથી શોથ થાય છે.(૨) સપૂય-તેમાં બીજા   રોગના ઉપસર્ગ થી કે વિકૃત થયેલા તર્પક  કફ પ્રકોપાવસ્થા માં હોય અને પિત્તનો પ્રકોપ ભળતાં તેમાં પરુ-પાક થઇ જાય છે.(૩)વધારે પિત્તનો પ્રકોપ થતાં તર્પક કફને સમ્યાગ રૂપમાં રાખવા વાળીલસીકા માં પિત્તની વિકૃતિ થતાં ત્યાં રક્તસ્ત્રાવ થઇ ને હ્રુદયાવરણ માં રક્તનો સંચય અથવા તે પ્રવાહી માં રક્ત ના કણો જોવા મળે છે.----પ્રકુપિત તર્પક કફ વિકૃત અવસ્થા માં થતાં હ્રુદયાવરણ  માંજે પ્રાકૃત કફ હૃદયનું તર્પણ કરે છે.તેમાં કાચો લસીકા સ્ત્રાવ ભળી ને હ્રુદયાવરણ શોથ કહેછે.આની સંપૂર્ણ માહિતી-નિદાન માટે ઇકોકાર્દિઓગ્રાફિ અને વિકિરણ (ક્ષ-રે ) પરીક્ષણ જરૂરી છે. ---હૃદય ની ક્ષમતા ઓછી થતાં હૃદય  નાં ખાનાંપહોળા થાય છે. હૃદય માં આવેલું રક્ત યોગ્ય સમયે અને પ્રમાણ માં પાછું જતું નથી અને તે લસીકા માં થી વહેતો તર્પક કફ માં આમ અને જળ નું પ્રમાણ વધી જતા જલીય હ્રુદયાવરણ શોથ થાય છે.જીર્ણ વૃક્ક શોથ નાં ઉપદ્રવ તારીકેજલ નો યોગ્ય વિસર્ગ ન થતાં શરીર માં જળ સંચય થાય છે.તેમાં હ્રુદયાવરણ માં પણ આ લક્ષણો આવી શકે છે.જે જે લસીકા વાહિની હ્રુદયાવરણ માં તર્પક કફ લાવે છે. ત્યાં પ્રકુપિત પિત્ત પાક ક્રિયા કરી ને પૂય નિર્માણ કરે છે.તેજ રીતે અન્ય રોગો ના લક્ષણો કે અભીઘાત જન્ય ઉપસર્ગથી પણ પૂય નિર્માણ થાય છે. તેને તીવ્ર હ્રુદયાવરણ શોથ કહે છે.
-----તેજ રીતે જન્મ-જાત કે ઉપસર્ગ થી વાયુ ની અતિ વિકૃતિ થતાં આ હ્રુદયાવરણ માં વાત સંચય પણ થાય છે. અતિ વેદના વાળો શોથ ઉત્પન્ન કરે છે.જુનો અથવા વધારે સમય સુધી ચાલેલો આમવાત ની યોગ્ય ચિકિત્સા ન થતાં હ્રુદયાવરણ શોથ હ્રુદયાવરણ ના બન્ને પડોએક બીજા સાથે ચીપકી જાય છે.--આ સંપ્રાપ્તિ હૃદય ના નજીક ના અવયવો માં અર્બુદ,હૃદય-રોધગલન અને ક્ષય માં પણ જોવા મળે છે.

Friday, November 20, 2009

હ્રુદ્સાદ (કાર્ડિઆક ફેઇલ્યોર)-2

******એજ રીતે જમણી બાજુની વાત કરીએ તો અધઃ અને ઉર્ધ્વ મહા -શીરા દ્વારા હૃદયના જમણા આલિંદ માં અશુદ્ધ રક્ત આવે છે.પછી ત્રિદલ વાલ્વ દ્વારા જમણા નીલયમાં .તે સંકોચાતાં ફૂપ્ફૂશીય ધમની દ્વારા ફેફસામાં જાય છે.જયારે આ ભાગ નિર્બળ બને અને તે નિયત ગતિ અને બળથી રક્ત લેતું નથી કે બીજા ખાનાં માં મોકલતું નથી કે ફેફસામાં લઇ જતું નથી તેથી ત્રણે ક્રિયા માં વિલંબ થાય છે.અને જે તે અવયવોમાં રસ-રક્ત નો સંચય થાય તેથી તે અવયવો માં શોથ થાય છે
.*****આ શોથ યકૃત-પ્લીહા અને ફેફસા માં દેખાય છે.,લાંબા સમયે જલોદર થાય છે.ડાબી બાજુની માફક જ સયાન્તરે બંને ખાનાં પહોળા થાય છે.અને પછી તે ખાનાં ની દીવાલોજાડી થાય છે -વધે છે.

            આમ શિરાઓ માં કાર્ય વિલંબથી રક્ત નો ભરવો રહે છે,અને પરિણામે શિરાઓ થોડી પહોળી થાય છે.ગાળા ની શિરાઓ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવી ફૂલે છે.----આ અનુલોમ ગતિ થી રોગોત્પત્તી થઇ ,તેમ પ્રતિલોમગતિથી  
યકૃત-પ્લીહા કે ફૂપ્ફૂસા માં શોથ થાય કે જળ સંચય થતા તેનો કાર્યભાર વધી જાય અને તે બધાનું કાર્ય પરોક્ષ રીતે હૃદય ને જ કરવું પડે છે;અને હૃદય નિર્બળ બને છે-અક્ષમ બને છે.*******નિર્બળ હૃદય નું બળ અને ગતિ બંને ઘટતા રસ-રક્ત નો સંચય અનેપરીનામે સ્ત્રોતોરોધ કે સંગ થાય અને શોથ થાય છે.તેજ સમ્પ્રાપ્તીથી  મૂત્ર નિર્માણ નું કાર્ય અટકે છે.અથવા ન્યૂનતા આવે છે.જે સમય સર નિષ્કાસન પામતું નથી,સમ્યગ ઉત્પત્તિ ના થતા વૃક્ક પૂરું કામ ન કરી શકાતાં મૂત્ર માં પ્રોટીન જાય છે.****રચના અને ક્રિયા ની દૃષ્ટિ એ આટલું વિચાર્ય પછી આયુર્વેદની સંપ્રાપ્તિ અને નિદાન જોઈએ તો ખબર પડશે કે કેટલી સરળતાથી સૂત્રાત્મક રીતે હૃદય રોગ ના નિદાન વગેરે બતાવે છે.આખા આ હાર્ટ ફીલ્યોર માં હૃદયગત રસ-રક્ત ની વિક્રિયા ગણાય તેટલીજ હૃદય રોગ ની ગણતરી છે.બાકી અગ્નીમાંન્દ્ય -સ્રોતોરોધ-સંગ ની સંપ્રાપ્તિ જન્ય રોગો છે.તો થોડા લક્ષણો વૃદ્ધાવસ્થા નાં છે.પરોક્ષ કે અપરોક્ષ રીતે હૃદય ની દુર્બળ અવસ્થા દર્શાવતા રોગ વાત-કફ જનિત છે.પ્રથમ વાયુ પ્રકોપ પાછળથી કફ સંચય કરે છે.સંચય સમયાંતરે પ્રકોપમાં પરિણામે છે.

Wednesday, November 18, 2009

હૃદ્સાદ(કાર્ડિયક ફેઇલ્યોર)

હ્રુદ્સાદ :----આ રોગ માં -=હૃદય માં રચનાકીય કે ક્રિયાત્મક રીતે કોઈ ખાસ મોટી વિકૃતિ હોતી નથી. પણ બહારના દોષોને કોપાવનારા કારણો થી વિકૃત થયેલ રસ હૃદય માં આવે છે. અને તે સમ્યગ્ ગુણ સંપન્ન હોતો નથી અને તેને લઈને હૃદય પોતાનું કામ કરવામાં નબળું પડે છે.અને તેજ રીતે બીજા અવયવો નું કામ નબળું થતાં તેનો બોજો હૃદય પર પડે છે.અને તેથી હૃદય ની ક્ષમતા ઓછી થાય છે.પરિણામે શરીર ની જરૂરિયાત ના પ્રમાણમાં રક્તનું પરિભ્રમણ કરવામાં અસમર્થ થાય છે.--અનો મતલબ એવો નથી કે હૃદય કામ નથી કરતું અથવા કાર્ય ક્ષમતા નથી;પણ માત્ર એટલું સમજવાનું કે શરીર ને જેટલા પ્રમાણમાં અને જેટલી ગતિથી રસ-રક્ત જોઈએ તેટલા પ્રમાણમાં હૃદય રક્ત પરિભ્રમણ ન કરી શકતાં વિવિધ અવયવોને રસ-રક્ત પૂરું પડી શકાતું નથી.એટલે કે તેની શક્તિ ઘટી છે.તે પૂર્વવત કાર્ય કરી શકાતું નથી ***** હૃદય પર બોજો કેમ પડે છે?---હૃદય રોગ કરનારા નીદાનોનું -કારણોનું લાંબા સમય સુધી સેવન કરવા માં આવે કે તેનું પુનરાવર્તન થયા કરે તેથી રસ-રક્ત વૈગુન્ય આવવાથી હૃદય ગત રસ-રક્ત હૃદયની માંસ પેશીને પોષણ આપી શકતા નથી.ને બીજી બાજુ તેને માટે અવિરત કામ કરવાનું હોય છે. આ સંજોગો માં પોષણ ન્યૂનતા સામે કામ અને બોજો લાંબા સમય સુધી તે પ્રમાણે કરી શકતું નથી.અને અંતે હૃદયમાં નિર્બળતા આવે છે.------રક્તમાંની લોહ ધાતુ નું પ્રમાણ ઓછું થતાં રક્ત ની પ્રાણવાયું ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિ ઓછી થાય છે.તેથી તે ફૂપ્ફૂશ માં આવેલ પ્રાણવાયું ને જલદી ગ્રહણ કરતું નથી.પરિણામે શરીરના બીજા અવયવો ની અશુધ્ધિઓ નું નિષ્કાસન યોગ્ય સમયે -ઝડપે થતું નથી.આમ આખું રક્ત પરિભ્રમણ ચક્ર વિલંબિત બને છે.તેજ રીતે ફૂપ્ફૂશ કોઈ રોગ ગ્રસ્ત થતાં આજ રીતે ફૂપ્ફ્હુશ નું રક્ત પરિભ્રમણ વિલંબિત થતાં હૃદયને બોજો પડે છે. અને લાંબા સમય આમ ચાલતાં હૃદય દૌર્બલ્ય આવે છે.****માનસિક કારણો થી ક્ષોભ થતાં અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓનો સ્ત્રાવ વધ-ઘટ થતાં હૃદય અને રક્ત વાહીનીઓની કાર્ય ક્ષમતા ઘટેછે;અને હૃદય પર કાર્યભાર વધે છે.પરિણામે હૃદય નિર્બળ બને છે.હૃદય રોગ કારક આહાર-વિહાર થી રસ ધાતુ માં વિગુનાતા આવે છે.અને રસ ધાતુ થી હૃદય ને પુરતું-યોગ્ય પોષણ નથી મળતું .આથી હૃદય નબળું પડે છે. સામે એજ વિગુણતા વાળો રસ ધમની કાથીન્ય ઉભું કરે છે.તેથી સ્થિતિસ્થાપકતા નાશ પામતાં તેમાં રક્ત-રસ સંવહન યથા યોગ્ય થતું નથી અને તેનું પ્રતિ-બળ હૃદય પર જ પડે છે.તેજ રીતે રક્ત વાહિની ના કાથીન્ય અને સંકીર્ણતા આવવાથી તેમાં રસ-રક્ત નું પરિભ્રમણ ને પહોચી વળવા માટે હૃદય ને બળ પૂર્વક કામ કરવું પડે છે. આમ લાંબા સમય સુધી ચાલતાં હૃદય નબળું પડે છે.આ રીતે અખા હૃદયની નિર્બળતાની વાત થઇ .ઘણી વખતે આ નિર્બળતા હૃદય ના અમુક ભાગ માં આવે છે.અને જે તે ભાગ નો કાર્ય-હ્રાસ થતાં તેના કાર્યમાં વિલંબ કે ક્ષતિ થતાં તેને લગતા અવયવો માં તેના લક્ષણો દેખાય છે.
હૃદય નું કાર્ય જોઈશું તો ખબર પડે છે કે ફેફસાં માં ગયેલ રક્ત શુદ્ધ થઇ ને ફૂપ્ફૂશીય શીરા દ્વારા હૃદય ના ડાબા આલિંદમાં આવે છે. અને ત્રિદલ વાલ્વ દ્વારા આલિંદ માં થી ડાબા નિલય માં આવે છે.ત્યાં થી આવર્તા મહાધમની દ્વારા શરીર માં જાય છેઽઅ ડાબો ભાગ નબળો પડે તો બધી ક્રિયામાં વિઘ્ન આવે.ફેફસન માં થી પાછુ આવતુ રક્ત તેની નિયત જ઼ેડેપ પુરતા પ્રમાં માં પાછુ ન આવતાં ફેફસન માં રક્તનો રહેવાનો સમય વધી જતાં તથા રસ સંચય થઈ કફ વૃધ્ધિ-પ્રકોપ થાય છે;અન સ્વાસ ક્રુચ્છતા થાય,કફ ની ઉત્પત્તિ થાય અન કાસ લક્ષણ રૂપ દેખાય છે.સાથે આ બોજો લાંબા સમય સુધી પડતાં તેને અનુકુળ થવા માટે તે વધારે પ્રમાણ માં ઍક સામટા આવેલા રક્ત ને પોતાના માં સમાવવા માટે પહોળું થાય છે.(સતત વધારે રક્ત ને પોતાના ખાના માં ભરાવાથી સ્વભાવિક પણેખાનાં પહોળા થાય છે.) પછીતે રક્ત ને બહાર ફેંકવા માં ક બીજા ખાના માં લઈ જવા માટે તેને વધારે બલ થી સંકોચવમાટે ધીમે ધીમે તેની દીવાલ જાડી થાય .છે.આ અનુકુળતા માટે શરીરેપોતાની જાતે વિકૃતિ ઉભી કરી હોય છે. આ વિકૃતિ લાંબા સમયે હૃદની ક્ષમતા માટે હાની કારક બને છે. અન હૃદય પોતાની ક્ષમતા ગુમાવી દે છે. હૃદય અંદરથી પહોળા થયેલા અને કદમાં જાડી થયેલ દીવાળોથી પોતાનું સંપૂર્ણ સંકોચન કરીને બધા જ રક્ત ને બહાર કાઢી શકાતું નથી.

Friday, November 13, 2009

રસ-રક્ત વાહિની કાઠીન્ય:-

****રસ-રક્ત વાહિની કાઠીન્ય:------પહેલાં બતાવી ગયેલા નિદાનો થી જ રસ-રક્ત ધાતુ પોતાના સમ્યક ગુણોગુમાવે છે.તેમાં તીક્ષ્ણતા ,ગુરુતા વધે છે .પરિણામે તેને વહન કરનારી શીરા-ધમની ને નુકશાન કરે છે. તેમન નાનાં -નાનાં સુક્ષ્મ ચાંદા પડે છે તેને પુરવા રસ-રક્ત માં થી ચરબી સ્થાન લે છે.સાથે સાથે તેને મદદ કરવા સુધા દ્રવ્યો અને ક્ષારો આવે છે.આમ કરતાં પડ જામતા જાય છે;અને રક્ત વાહિની અંદર થી સાંકડી થાય છે.તેની દીવાલ જાડી થાય છે,આ વિકૃતિ થી રક્ત વાહિની પોતાની અસલ સ્થિતિ સ્થાપકતા ગુમાવે છે.અને રક્ત સંવહન નું કાર્ય યોગ્ય પ્રમાણ માં કરી શકતી નથી.વૃદ્ધ અવસ્થા પણ આ રોગ નું કારણ છે.આ પ્રક્રિયા ૧૫ થી ૨૦ વર્ષની વય માં સરું થઇ જાય છે .છતાં આયુર્વેદ ની દૃષ્ટિ એ તો આહાર-વિહાર ના વિધાનો નું યોગ્ય પાલન નો અભાવ જ છે.આધુનિકો ની આ બાબત માં જે વિચાર ધારા છે. તેમાં તેના કારણો હાથ આવતાં નથી ,કારણ કે તેમને જઠરાગ્ની,સપ્તધાતુ , ઓજ,ધાત્વાગ્ની,ભૂતાગની સુધી ઉડું જવાની પ્રણાલી જ નથી લીધી.----આ રીતે રક્તવાહીની કડક ,સાંકડી અને સ્થિતિસ્થાપકતા વગર ની થતાં શરીર ના નાજુક અવયવો માં પુરા જથ્થા અને ગતિ થી રક્ત સંવહન થતું નથી.તેથી તે અવયવો નું યોગ્ય પોષણ પણ થતું નથી તેના પરિણામે પાચનક્રિયા ,રસ સંવહન,મૂત્રનીર્માણ,રક્ત નિર્માણ ,મનની તથા ઇન્દ્રિયોની શક્તિ માં ખામી -ઉણપ આવે છે.---રક્તવાહીની સાંકડી થતાં તેમાં રસ-રક્ત ફેરવાવામાંતે હૃદયને વધારે બળ વાપરવું પડે છે. તેથી લોહી નું દબાણ વધે છે.સાથે સાથે સ્થિતિસ્થાપકતા વગર ની આ રક્તવાહીની માં વધારે દબાણ થી આવતાં લોહી ના જથ્થા માં ઓચિન્તો વધારો થતાં તે રક્તવાહીની વિદીર્ણ થઇ જાય છે.અને અંતઃ રક્તસ્ત્રાવ થાય છે.